________________
શુદ ૭] રાજકોટ–ચાતુર્માસ
[૪૦૯ લેક નિગ્રંન્યધર્મને સ્વીકાર કરીને પાછા પડતા હશે ! આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, કેટલાક લેકે સારાં કાર્યોમાં પણ દુઃખ પામે છે અને પાછા પડે છે. માને છે, કેઈએમ કહે કે, અહીંથી પચાસ ગાઉ ઉપર એક ધનને ખજાને પડ્યો છે. જે ત્યાં જાય તેને તે ખજાને મળી શકે. ખજાનાનો લાભ કોને ન હોય ! ધન લેવાની આશાએ ઘણું લોકે ચાલવા માંડ્યા પણ કેટલાક લેકે તે ત્યાં સુધી પહોંચ્યા અને કેટલાક માર્ગમાં જ થાકીને પાછા ર્યા. આ જ પ્રમાણે કેટલાક માણસો મેક્ષમાર્ગે જવા માટે સંયમ ધારણ કરે છે તેમાંના કેટલાક લેકે તે યથાસ્થાને પહોંચે છે અને કેટલાક તે માર્ગમાં જ થાકીને માર્ગમાં આવતાં પ્રલોભનોથી ભ્રષ્ટ થઈ જાય છે. સંયમમાં લેકો ક્યા ક્યા કારણોથી ભ્રષ્ટ થઈ જાય છે એ વિષે શ્રી જ્ઞાતાસૂત્રમાં બહુ લાંબે વિચાર કરવામાં આવ્યો છે અને એ વિષે એક ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે, જે આ પ્રમાણે છે
એક ધનાવા નામને શેઠ હતો. તે કેવળ નામને જ શેઠ ન હતા. લેકેનું દુઃખ દૂર કરવામાં તે પિતાની શેઠાઈને ઉપયોગ કરો. વાસ્તવમાં શેઠ તે તે છે, કે જે બીજાનું દુઃખ દૂર કરે અને બીજાઓ ઉપર કૃપાભાવ રાખે.
ધનાવા શેઠે નગરમાં એ ઢઢેરો પીટાવ્યો કે, “મારે એક સંઘ કાઢવો છે, તે જેની ઈચ્છા હોય તે મારી સાથે આવે. માર્ગમાં બધી વ્યવસ્થા હું કરીશ. રસ્તામાં ખાન-પાન, કપડાં–લત્તા વગેરે હું આપીશ અને જેને કમાઈ કરવા માટે પૂંછ જોઈશે તેને પૂંજી પણ આપીશ.”
આ અવસર કણ ભૂલે. એટલા માટે ઘણું લેકે શેઠની સાથે જવા તૈયાર થયા. શેઠે સંધ તૈયાર કર્યો અને બધો પ્રબંધ કરી સંઘ રવાના થયો. ચાલતાં ચાલતાં રસ્તામાં એક મોટું જંગલ આવ્યું. શેઠે તે બધા લેકને કહ્યું કે, તમારા બધાની જવાબદારી મારા ઉપર છે એટલા માટે તમને એક સૂચના આપું છું તે તે ખાસ ધ્યાનમાં રાખશે. “આ જંગલમાં નંદીફલ નામનાં વૃક્ષો છે. તે વૃક્ષો દેખાવમાં ઘણાં જ સુંદર છે. તેમની ગંધ પણ મેહક છે અને તેમની છાયા પણ શીતલ છે. તે વૃક્ષ એવાં આકર્ષક છે કે તે મનુષ્યાન પિતાની તરફ ખેંચે છે. તેમનાં ફળો પણ દેખાવમાં બહુ સુંદર અને ખાવામાં બહુ મીઠાં છે. તે વૃક્ષ નીચે જઈ બેસવાથી તેનું ફળ ખાવાની ઈચ્છા થાય છે. તે ફળ દેખાવમાં સુંદર અને ખાવામાં મીઠું છે, પણ તે ખાવાથી તેનું પરિણામ બહુ ખરાબ આવે છે. તે ખાનારનું મૃત્યુ થઈ જાય છે. ખરું કહીએ તે તે ફળ “મીઠું વિષ” છે, માટે તેની બરાબર સાવધાની રાખશે. કડવા વિષથી બચવું તે સરલ છે પણ મીઠા વિષથી બચવું બહુ જ મુશ્કેલ છે. એટલા માટે તમે લેકે વૃક્ષની સુંદરતાથી, છાયાની શીતળતાથી કે ફલની સ્વાદિષ્ટતાથી લેભાઈ જશે નહિ. આ મારું કહેવું માની, તમે જ મારી પછવાડે ચાલ્યા આવશો તે તે આ જંગલને સુખરૂપે પાર કરી શકશે, પણ જો વૃક્ષનાં ફલ ખાવામાં લેભાઈ જશે તે તો તમે રસ્તામાં જ મરણને શરણ થઈ જશે. માટે નંદીફળ વૃક્ષોના પ્રલોભનમાં પડશે નહિ. આ મારી સૂચના ખાસ ધ્યાનમાં રાખશે.”
આ પ્રમાણે બધાને સાવધાન કરી શેઠે આગળ ચાલવા માંડયું, જે લેકે શેઠના કથન ઉપર વિશ્વાસ રાખી તેમની પાછળ ચાલ્યા અને નંદીલના વૃક્ષોમાં લેભાયા નહીં તેઓ તે