________________
૪૦૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા નિરારંભતા તથા નિષ્પરિગ્રહતાનું પાલન કરતા નથી, તેઓ પણ અનાથ જ છે. આ અનાથતા કેવા પ્રકારની હોય છે તે હું તને સમજાવું છું તો તું એકાગ્રચિત્તે મારું કથન સાંભળ.”
એકાગ્રચિત્તતાની આવશ્યકતા શા માટે છે તે વિષે કાલે કહી દેવામાં આવ્યું છે. નિશ્ચલ થઈને સાંભળવાને ઉદ્દેશ એ છે કે જે ઉદ્દેશ કહેવામાં આવે છે તે ઉદેશને બરાબર સમજે.
પાંચ અને પાંચ દસ થાય છે એ બધા જાણે છે. કોઈ વિલાયતમાં ઊંચી પરીક્ષા પાસ કરી આવેલો માણસ એમ કહે કે, પાંચ અને પાંચ મેળવવાથી અગ્યાર થાય છે તે શું તમે તેનું કહેવું માનશે ? નહિ માને. કારણ કે પાંચ અને પાંચ દશ થાય છે એ તમારે સ્વાનુભવ છે.
મુનિ કહે છે કે, આ જ પ્રમાણે હું જે કાંઈ કહું છું તેના ઉપર વિશ્વાસ રાખી તમે એકાગ્ર ચિત્તે સાંભળો..
“હે ! રાજન ! ઘણા લોકો એવા કાયર હોય છે કે જેઓ નિર્ચન્યધર્મને સ્વીકાર કરી પાછળથી અનાથતામાં પડી જાય છે અને દુઃખ પામે છે.”
અનાથી મુનિ પહેલેથી કહી ચૂક્યા છે કે, કાયર લેકે સંયમમાં દુઃખ પામે છે. એટલા માટે સંયમને ન પાળનારાઓએ એમ જ વિચારવું જોઈએ કે, જેઓ સંયમનું પાલન કરે છે તેમની બલિહારી છે. કેટલાક લેકે ઘડાને કાબુમાં ન રાખવાને કારણે ઘોડા ઉપરથી પડી જાય છે. એવું તે થાય જ છે, એટલા માટે ઘોડા ઉપરથી નીચે પડી જનારે એ જ જોવું જોઈએ કે સંયમનું પાલન કરનારા પિતાના ઘોડાને કાબુમાં રાખી યથાસ્થાને કેવી રીતે પહોંચી જાય છે! આ જ પ્રમાણે સંયમનું પાલન ન કરનારે સંયમીઓ કેવી રીતે સંયમનું પાલન કરે છે તે જ જોવું જોઈએ. જેઓ સંયમથી પતિત થઈ જાય છે, તેમને માટે અનાથી મુનિએ પહેલેથી કહી દીધું છે કે, “જે લેકે કાયર હોય છે તેઓ સંયમથી પતિત થાય છે અને દુઃખ પામે છે.”
તમે લેકે અનાથતાની વાતે વ્યવહારમાં જલ્દી જુએ છે અને તેને જલ્દી અપનાવી લે છે પણ સનાથતાની વાતને તમે જોતા નથી. તમે જુઓ છો કે ભૂતભવાનીની માનતા ૫૦-૧૦૦ માણસો કરે છે. તેમાં પ્રાયઃ બે એક જણાની માનતા પૂરી થાય છે અને બાકીનાઓની માનતા પૂરી થતી નથી. પણ તે બે જણે કે જેમની માનતા પૂરી થઈ છે, તે લોકે બાકીના ઘણું લેકેની માનતા પૂરી થઈ નથી તે જોતા નથી. તેઓ તે પિતાની આશા પૂરી થવાને કારણે વાજાં વગડાવી ભૂતભવાનીની માનતા કરે જ છે. આ પ્રમાણે ભતભવાનીના ભકતમાં તે આટલી દઢતા હોય છે પણ તમારા લેકમાં એટલી દૃઢતા રહેતી નથી. તમે લેકે જેઓ સંયમનું પાલન કરે છે તેમને તે જોતા નથી પણ જેઓ સંયમથી પતિત થઈ જાય છે તેમને સન્માન છો. શું આમ કરવું તે ભૂતભવાનીના ભક્તથી પણ ઊતરતું કામ નથી !
- તમે લકે ભલે માનો કે ન માને પણ સાધુઓ ઉપર તે એ જવાબદારી છે કે તેઓ સંયમનું બરાબર પાલન કરે અને નિર્ચન્ય ધર્મથી પતિત થઈ “યતા ભ્રષ્ટસ્તતે ભ્રષ્ટઃ” જેવી ગતિ ન થાય તેનું ધ્યાન રાખે.
અત્રે એ પ્રશ્ન થાય છે કે, નિર્ચન્વધર્મમાં એવું શું દુઃખ છે કે આત્મા સંયમ ધારણ કરીને તેથી પાછો પડે છે ? નિર્ચ ધર્મમાં એવું કાંઈક દુઃખ હશે એટલે જ કેટલાક