________________
શુદ ૭] રાજકોટ–ચાતુર્માસ
[૪૦૭ હવે એ પ્રશ્ન બાકી રહે છે કે, કોઈ સાધુ, ઉપરથી એ નિન્ય પ્રવચન અનુસાર વ્યવહાર કરે, પણ અંદરથી વ્યવહાર ન કરે તો એ દશામાં એ સાધુ નિગ્રન્થ–પ્રવચન અનુસાર વ્યવહાર કરે છે કે નહિં તેને નિર્ણય કેવી રીતે કરી શકાય ? આને ઉત્તર એ છે કે, અંદરથી કાંઈ કરવું અને બહારથી બીજું બતાવવું એ તે ભૂતકાળમાં થયું છે. વર્તામાનમાં થાય છે, અને ભવિષ્યમાં પણ થશે. એને કઈ રેકી શક્યું નથી. એટલા માટે તમારે તે નિશ્વ-પ્રવચન ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ. અને વ્યવહારમાં નિર્ચન્ય પ્રવચન પ્રમાણે તે સાધુનું આચરણ છે કે નહિ, તે જોવું જોઈએ. તમે પૂર્ણ નથી કે તમે આંતરિક ભાવ અને હકીક્ત જાણી શકે. અપૂર્ણ માટે તે વ્યવહાર જ જે ઉચિત છે, અને તેથી જે સાધુઓ વ્યવહારમાં નિગ્રન્થ–પ્રવચનનું પાલન કરે છે, તેમને સાધુ તરીકે માનવા જોઈએ. અને જેઓ તેનું પાલન કરતા નથી તેમને ન માનવા. કારણ કે, અપૂર્ણ લેકે પાસે નિશ્ચયને જાણવાનું કોઈ સાધન નથી. અપૂર્ણ તો વ્યવહારધારા જ બધુંય જાણી શકે છે.
ઉદાહરણ તરીકે તમે કોઈને તમારી દુકાનમાં મુનીમ રાખ્યો. તે મુનીમ વ્યવહારમાં જમાખર્ચ વગેરેને બધે હિસાબ બરાબર રાખે છે. હવે તમે આ મુનીમને માનશે કે નહિ ? નિશ્ચયમાં તેનું હૃદય કેવું છે તે તમે જાણતા નથી પરંતુ તે વ્યવહારનું પાલન કરે છે એટલે તમે માનશે. આથી વિરુદ્ધ કોઈ મુનીમનું હૃદય સાફ પણ હેય પણ જે તે વ્યવહારનું કામ બરાબર કરતા ન હોય તે તેને તમે મુનીમ માની શકો ખરા ? તમે તે એમ જ કહેશો કે, જે વ્યવહાર જાણતો નથી તે મુનીમ અમારે શા કામને રાજ્યમાં પણ આ જ વાત છે. ભલે પોલિસખાતું હોય કે દીવાનીખાતું હોય પણ જે કાયદાનું પાલન કરે છે તેને કોઈ કાંઈ કહી શકે નહિ. કારણ કે ત્યાં કાયદાનું પાલન કરવું આવશ્યક છે. હૃદય ગમે તેટલું સાફ હેય પણ જે કાયદાનું પાલન કરતા નથી તે ઉપાલંભને પાત્ર બને છે.
મતલબ કે, જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી વ્યવહાર દ્વારા જ કોઈ વાતની પરીક્ષા થઈ શકે છે. જો કે, વ્યવહારની સાથે નિશ્ચયની પણ આવશ્યકતા છે પણ નિશ્ચય તે આત્મસાક્ષીથી જ જાણી શકાય છે. બાકી તો વ્યવહારથી જ જાણી શકાય છે.
૨૬૬ માવતિ ઇરતા તરિત : શ્રેષ્ઠ લોકો જેવું આચરણ કરે છે, તેવું જ બીજા લોકો તેમનું જ અનુકરણ કરી આચરણ કરે છે; કારણ કે, વ્યવહારમાં આચરણ જ જોઈ શકાય છે, નિશ્ચય જોઈ શકાતો નથી. એટલા માટે નિશ્ચયની સાથે જ વ્યવહારનું પાલન તો કરવું જ જોઈએ.
અનાથી મુનિ કહે છે કે – इमा हु अण्णा वि अणाहया निवा, तमेगचित्तो निहुओ सुणेहि मे । नियंदुधम्म लहिया णिवो जहा, सीयन्ति एगे बहु कायरा नरा ॥३८॥ जो पव्वइत्ताणं महव्वयाई, सम्मं च नो फासयई पमाया। अनिग्गहप्पा य रसेसु गिद्धे, न मूलओ छिंदई बंधणं से ॥३९॥
“હે ! રાજના જે ગૃહસ્થાશ્રમમાં રહીને વ્યવહાર દૃષ્ટિએ આરંભી તથા પરિગ્રહી છે તે તે અનાથ છે જ; પણ ગૃહસ્થાશ્રમ તથા આરંભ-પરિગ્રહમાંથી નીકળી સાધુ થઈને જે