________________
૧૦૮ ]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ - આજે પ્રાચીન તત્ત્વોની અવહેલના કરવામાં આવે છે, પણ જો તેની અવહેલના કરવામાં ન આવે અને તે ઉપર ઊંડો વિચાર કરવામાં આવે તે પ્રાચીન તો કેવાં છે અને શાસ્ત્રમાં કેવી કેવી મહત્ત્વની વાતે વર્ણવવામાં આવી છે તેને ખ્યાલ આવ્યા વગર ન રહે!
જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય છે ત્યારે તેના પેટમાં એક તે પોતાનું હદય હોય છે અને બીજું ગર્ભસ્થ બાળકનું હદય હોય છે. આ પ્રમાણે બે હદય હેવાને કારણે ગર્ભવતી સ્ત્રીને દોહદ કહેવામાં આવે છે. અને ત્યારે સ્ત્રીને જે ઇચ્છા થાય છે તેને ગર્ભની ઇચ્છા માનવામાં આવે છે, અને એટલા માટે સ્ત્રીને આ દેહદ થયો છે એમ કહેવામાં આવે છે. ગર્ભમાં જે જીવ હોય છે, દોહદ પણ તે જ થાય છે. શ્રેણિકને દુખ આપનાર તેને પુત્ર કોણિક જ્યારે ગર્ભમાં આવ્યા હતા ત્યારે તેની માતાને હું મારા પતિનું કલેજું ખાઉં એવી ઈચ્છા થઈ હતી. દુર્યોધન જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેની માતાને પણ “હું કરવ વંશના લોકોનું કલેજું ખાઉં એવી ઈચ્છા થઈ હતી. આ પ્રમાણે જેવું બાળક ગર્ભમાં હોય છે, દેહદ પણ તેવો જ પેદા થાય છે, અને તેથી દેહદ ઉપરથી જ બાળક કેવું છે એ જાણી શકાય છે. બાળકને ભૂતકાળ પણ દેહદથી જણાઈ આવે છે અને તેના ભવિષ્યની પણ તેથી ખબર પડી જાય છે.
આ બાળક કેવું થશે તેને ઘણેખરો ખ્યાલ માતાને આવેલાં સ્વપ્ન ઉપરથી પણ આવી જાય છે. એ વાત જુદી છે કે આજે સંસારની ધમાલ બહુ રહે છે એ કારણે સ્વપ્ન આવ્યું હોય તે પણ તેની ખબર ન રહે, નહિ તે માતાના સ્વપ્નદ્વારા બાળકના ભાવિ જીવનનો પણ ખ્યાલ આવી જાય છે. જ્યારે કોલાહલ થાય છે ત્યારે પણ હું બોલું તો છું જ છતાં મારા શબ્દો કેટલાક લોકોને કેમ સાંભળવામાં આવતાં નથી ? એટલા માટે કે કોલાહલને કારણે મારા શબ્દો સંભળાતા નથી. પાછલી રાતે નદીનો અવાજ બહુ સંભળાય છે તે શું ત્યારે નદી વધારે અવાજ કરે છે અને દિવસમાં એાછો અવાજ કરે છે ? વાસ્તવમાં એમ થતું નથી પણ દિવસે ઘંઘાટ થવાને કારણે અવાજ સંભળાતે નથી પણ રાતે ઘંઘાટ કે કોલાહલ હોતો નથી એટલે નદીનો અવાજ સ્પષ્ટ સંભળાય છે. આ જ પ્રમાણે શાસ્ત્રમાં કહેલાં સ્વપ્ન તે તે જ છે પણ સંસારની ધમાલને કારણે સ્વપ્ન યાદ રહેતું નથી; નહિં તે શાસ્ત્રમાં તે એવાં એવાં તો બતાવવામાં આવ્યાં છે કે જેથી ભૂત ભવિષ્યની પણ ખબર પડી શકે.
કેટલાક લોકો એમ કહે છે કે જૈનશાસ્ત્રમાં તો કેવળ તાત્ત્વિક વાતે જ ભરેલી છે, બાકી કાંઈ નથી. જૈનશાસ્ત્રમાં તાત્ત્વિક વાત તે છે જ અને તેથી જ તે શાસ્ત્ર ગણાય છે પણ તેની સાથે જીવનપયોગી બીજી વાતે પણ આવે છે. ઘરમાં પ્રકાશ હોય પણ સામગ્રી ન હોય તે તે ઘર શું કામમાં આવી શકે ! પ્રકાશની સાથે સામગ્રી હોય તે જ ઘર કામનું ગણાય. આ જ પ્રમાણે શાસ્ત્રમાં તત્ત્વરૂપ પ્રકાશ છે અને તે પ્રકાશ સંસારનાં પદાર્થોને બતાવે છે. એ વાત જુદી છે કે પિતાની અપૂર્ણતાને કારણે, પિતાની સમજણ શક્તિ ઓછી હોવાને કારણે તેને શાસ્ત્રો અપૂર્ણ લાગતા હોય પણ વાસ્તવમાં શાસ્ત્રમાં બધી વાતને નિર્દેશ કરવામાં આવેલું હોય છે.