________________
શુદી ૫]
રાજકોટ–ચાતુર્માસ
[ ૧૩૯
શાસ્ત્રમાં મેઘકુમારના અધ્યયનમાં ગર્ભવતી સ્ત્રીનું શું કર્તવ્ય છે તે સ્પષ્ટ બતાવવામાં આવેલ છે. બાળકને પેદા કરવું એ તે હિંસા જ છે; પણ ઉત્પન્ન કર્યા પછી તેનું પાલન કરવું એ દયાનું કામ છે. આજના કેટલાક લોકો સંતાનની વૃદ્ધિ થઈ ગઈ છે એટલા માટે સંતાનને રોકવા માટે કૃત્રિમ સાધનને ઉપયોગ કરે છે પણ પિતાની વિષયભોગની વૃત્તિને રોકતા નથી; પણ વિષયભોગની વૃત્તિને રોકવી નહિ ને સંતાનોને કૃત્રિમ ઉપાયો દ્વારા કવાં એ દયાથી દૂર રહેવા જેવું દુષ્કૃત્ય છે. કૃત્રિમ ઉપાયો દ્વારા સંતાનેત્પત્તિ રોકવી એ અનુચિત છે.
સંતાનને રોકવાને સાચે માર્ગ બ્રહ્મચર્ય છે. કુટુમ્બને ભાર વહન કરવાની શક્તિ ન હોય અને સંતાનોને ઉત્પન્ન કરવા અને પિતાની વિષયવાસનાને અંકુશમાં ન રાખવી તે તે કષ્ટોને વધારવા જેવું છે. આવા સમયે તે બ્રહ્મચર્યન અમેઘ ઉપાયદ્વારા સંતાનોત્પત્તિને નિરાધ કર એ જ ઉચિત છે. પણ બ્રહ્મચર્યનું પાલન થઈ ન શકવાને કારણે સ્ત્રીના પેટમાં ગર્ભ રહી જાય ત્યારે ગર્ભની રક્ષા માટે માતાનું શું કર્તવ્ય છે એ વિષે શાસ્ત્રમાં મેઘકુમારના અધ્યયનમાં ધારિણી રાણીનું વર્ણન કરતાં બતાવવામાં આવેલ છે. મેઘકુમાર જ્યારે ગર્ભમાં આવ્યો ત્યારે ધારિણી રાણીને માટે એમ કહેવામાં આવ્યું છે કે, તે ગર્ભની રક્ષા માટે બહુ ઠંડા, બહુ ગરમ, બહુ તીખાં, બહુ ખાટાં કે બહુ મીઠાં પદાર્થોનું ભોજન કરતી નહિ. ભલે તેને એવાં તીખા તમતમતાં પદાર્થોનું ભજન કરવાનો શેખ પણ હોય, પણ તે ગર્ભની અનુકંપા માટે એવાં ગરિક પદાર્થો ખાતી નહિ. તે વધારે જાગતી નહિ તેમ વધારે સુતી નહિ. આ જ પ્રમાણે તે વધારે ચાલતી પણ નહિ, તેમ વધારે પથારીમાં પડી પણ રહેતી નહિ. આ પ્રમાણે ધારિણી રાણી ગર્ભની કરુણા માટે ગર્ભને કોઈ પ્રકારે કષ્ટ ન થાય તેવી રીતે રહેતી હતી.
ગર્ભની રક્ષા કરવી એ માતાનું કર્તવ્ય છે. બ્રહ્મચર્ય તે પાળી શકાય નહિ અને જ્યારે ગર્ભ રહે ત્યારે તેની સારસંભાળ ન રાખતાં, બાળકનું પુણ્ય હશે તે જીવશે નહિ તે નહિ' એમ કહેવું એ તે પિતાની હલકાઈ બતાવવા જેવું છે. જેમકે તમારી પાસે કોઈ પાંચ રૂપિયા માંગતું હોય તો તમે તેને એમે કહે કે તારું પુણ્ય હશે તે રૂપિયા મળી જશે અને પુણ્ય નહિ હેય તે રૂપિયા નહિ મળે. લેણદારને આવે જવાબ આપે તે પિતાની હલકાઈ બતાવવા જેવું છે.
હું તપને અને તેમાં વિશેષરૂપે અનશન તપને બહુ પક્ષપાતી છું, પણ ગર્ભવતી સ્ત્રી તપ કરે એને હું અનુચિત સમજું છું. શાસ્ત્રમાં કહ્યું છે કે, ગર્ભવતીને આહાર જે ગર્ભને આહાર છે. જ્યારે ગર્ભવતી ઉપવાસ કરશે તે ગર્ભને પણ આહાર મળશે નહિ. તમે ઉપવાસ કરે અને તમારી ગાય ભેંશને પણ ઘાસ ન આપતાં તેમને પણ ઉપવાસ કરાવે તે શું તે ઠીક કહેવાય ? ભગવાનનો આ માર્ગ નથી. કોઈના ખાનપાનને વિચ્છેદ કરે એને ભગવાને અતિચાર કહેલ છે, એને હિસા કહેલ છે. આ જ વાત ગર્ભના વિષે પણ સમજે. ગર્ભવતી જે ઉપવાસ કરે તે ગર્ભના આહારપાણીને વિચ્છેદ થાય છે કે જે હિંસારૂપ ગણવામાં આવે છે. એટલા માટે ગર્ભની કરુણાનો ત્યાગ કરી ઉપવાસ કરવો એ ગર્ભવતી સ્ત્રીને માટે યોગ્ય નથી. કારણ કે તેમ કરવામાં હિંસા થાય છે. આ જ પ્રમાણે જેમને ધાવણું બાળકો હોય તેવી માતાઓએ પણ બાળકને દૂધ ઓછું મળશે કે