________________
૭૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
આજના કેટલાક લોકે મહાત્માઓને નમસ્કાર કરવામાં સંકોચ પામે છે પણ કોઈ અમલદાર કે સાહેબને જુએ છે તો નીચા નમીને નમન કરે છે ! અને કહે છે કે,
જે તેમને નમસ્કાર ન કરીએ તે સાહેબ નારાજ થઈ જાય અને અમારી અસભ્યતા પણ દેખાય !' આ પ્રમાણે પૈસાના ગુલામ બનેલા લે ત્યાં તો સભ્યતાને વિચાર કરે છે પણ મહાત્માઓની પાસે સભ્યતાપૂર્વક જઈ નમસ્કાર કરવાનો વિચાર સરખે પણ કરતા નથી. આનું કારણ એ છે કે મહાત્માઓને વંદન કરવાથી શું લાભ થાય છે તે તેઓ જાણતા નથી !
મહાત્માને વંદન કરી, સુખશાતા પૂછી સુભગ તેમની સામે નજર માંડી ધ્યાનમાં ઉભો રહ્યો. તે ધ્યાનમાં એવો લીન થઈ ગયું કે, “પિતે કયાં છે અને તેની ગાયો ક્યાં છે ” તેનું ભાન જ ભૂલી ગયો! તેના આ ધ્યાનના પ્રતાપથી શું થયું તે વિષે યથાવસરે આગળ કહેવામાં આવશે.
વ્યાખ્યાન સંવત્ ૧૯૯૨ અષાડ વદી ૧૩ ગુરુવાર
પ્રાર્થના શ્રી જિન અજિત નમું જયકારી, તું દેવનકે દેવજી; “જિતશત્રુ” રાજા ને “વિજયા ”રાણીકે, આતમજાત ત્વમેવજી;
શ્રી જિન અજિત નમે જયકારી. તે ૧ શ્રી અજિતનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. ભક્ત લેકે ભગવાનની પ્રાર્થના અનન્ય ભક્તિપૂર્વક કરે છે. જેમની પ્રાર્થના કરવામાં આવે તેમને સર્વોત્કૃષ્ટ માનવા, તેમના ગુણો ઉપર મુગ્ધ થઈ જવું અને જે તેમની નિંદા કરતા હોય તેમના પ્રતિ ઉદાસીન રહેવું એનું નામ અનન્ય ભક્તિ છે. જે નિંદા કરતા હેય તેમના ઉપર કોઈ પણ ન કરો અને તેમની સાથે સંબંધ જ ન રાખ એ અનન્ય ભક્તનું લક્ષણ છે. આ પ્રાર્થનામાં ભક્ત પિતાની અનન્ય ભક્તિ બતાવતાં
શ્રી જિન અજિત નમું જયકારી, તૂ દેવનક દેવજી ! પૂજે દેવ અનેરા જગમેં તે મુઝ દાય ન આવે
તહ મને તહ ચિત્તે હમને, તૂ હીજ અધિક સુહાવેજી | શ્રી ને આ પ્રાર્થના ઉપર વિચાર કરવામાં આવે તો અનન્ય ભકિત અને પ્રાર્થનાને મર્મ સમજમાં આવી જાય. આ વિષે વિસ્તારથી સમજાવવાને અત્યારે સમય નથી છતાં તે વિષે ચેડામાં કહું છું: