________________
વદ ૧૩]
રાજકોટ-ચાતુર્માસ
[ ૭૩
પ્રાર્થના કરનારા ભકતો કહે છે કે, “હે! પ્રભો ! મને તે તું જ પસંદ છે. બીજો કોઈ દેવ પસંદ નથી!” આ કથન ઉપરથી એવો પ્રશ્ન થાય છે કે, બીજા દેવ ભક્તને શા માટે પસંદ નથી ! શું બીજા દેવમાં શક્તિસામર્થ્ય નથી ! બીજા દેવ પાસેથી તે સાંસારિક વસ્તુઓની સહાયતા પણ મળે છે જ્યારે ભગવાન અજિતનાથ વીતરાગ હોવાથી તેમની પાસેથી એવી સહાયતા પણ મળતી નથી; છતાં ભક્તને બીજા દે શા માટે પસંદ નથી અને ભગવાન અજિતનાથ કેમ પસંદ છે !
આ પ્રશ્નનો ઉત્તર કઈ પતિવ્રતા સ્ત્રીને પૂછો તે તમને જણાશે કે, પોતાના પતિ સિવાય અન્ય પાસેથી સાંસારિક કામોની સહાયતા મળવા છતાં અન્ય તેને પસંદ કેમ નથી અને ભગવાન અજિતનાથ પાસેથી સાંસારિક વસ્તુની કાંઈ સહાયતા ન મળવા છતાં તેઓ શા માટે પસંદ છે ?
રાવણને ત્યાં સાંસારિક સુખનાં સાધનામાં કાંઈ ખામી ન હતી. તેની લંકા નગરી જ સેનાની હતી એવું કહેવામાં આવે છે તે પછી બીજા પદાર્થોની ખામી શું હોય ! બીજી બાજુ રામચંદ્રજીને જુએ તેઓ વનમાં રહેતા હતા, વનફળ ખાતા હતા, વલ્કલ વસ્ત્ર પહેરતા હતા અને જમીન ઉપર સુતા હતા. આમ હોવા છતાં સીતા રામને પસંદ કરશે કે રાવણને ? રાવણની પાસે સાંસારિક સુખનાં વિપુલ સાધનો હોવા છતાં તેને પસંદ ન કરતાં સીતા રામચંદ્રજીને જ પસંદ કરશે. આ જ પ્રમાણે તમે પણ વિચાર કરો. આજના લોકોને સાંસારિક પદાર્થો પ્રિય લાગે છે અને તેથી જ તેઓને આવો પ્રશ્ન થાય છે ! જે જે સાંસારિક પદાર્થો સાથે પ્રેમ ન હોય તે પરમાત્માની સાથે અનન્ય પ્રેમસંબંધ જોડાય અને આવો પ્રશ્ન પણ ઉપસ્થિત થાય નહિ. સીતાને રાવણની સાથે કાંઈ દ્વેષભાવ ન હતા પણ રાવણ રામની સાથે પ્રેમસંબંધ તેડાવી પોતાની સાથે પ્રેમસંબંધ જોડાવવા ચાહતે. હતો અને તે કારણે જ સીતા રાવણથી નારાજ થઈ હતી ! આ જ પ્રમાણે બીજા જે દે પરમાત્માની સાથે પ્રેમસંબંધ તોડાવવા ચાહે છે તે દેવોને માટે જ ભકતોએ એમ
દુજા દેવ અનેરા જગમેં તે મુઝ દાય ન આવે !” સીતા કહેતી હતી કે, મને તે વ્યક્તિ પ્રિય નથી, જે રામની સાથે મારે પ્રેમ સંબંધ તેડવા ચાહે છે ! પણ જે રામની સાથે મારો પ્રેમસંબંધ વધારે મજબૂત કરે છે તે મને પ્રિય છે. આ દષ્ટિએ જટાયુ પક્ષી અને હનુમાન સીતાના પ્રેમ પાત્ર બન્યાં હતાં; આ જ પ્રમાણે ભકતને બીજા દેવની સાથે ઠેષભાવ ન હતો પણ જે દેવ પરમાત્મા સાથેના પ્રેમભાવને તોડે છે, તે દેવોને ભકત ચાહતા નથી. જે સીતા સંસારવ્યવહારના પદાર્થોને જ ચાહતી હોત તે રામની સાથે પ્રેમસંબંધ ટકી ન શકત; પણ સીતા તે રામને ચાહતી હતી, સાંસારિક પદાર્થોને નહિ! આ જ પ્રમાણે ભકતો સાંસારિક પદાર્થોને ચાહતા નથી તેમ તે જ માટે પરમાત્માની ભક્તિ કરતા નથી; એટલા માટે બીજા દે પાસેથી સાંસારિક પદાર્થોની સહાયતા મળવા છતાં પણ ભક્ત લેકે એ દેને પસંદ કરતા નથી. તમે પણ એ જ પ્રમાણે સાંસારિક પદાર્થોને મોહ છોડી પરમાત્માની ભક્તિ કરે તે જ પરમાત્માની અનન્ય ભકિત કરી શકશો.