________________
વદ ૧૨] રાજકેટ-ચાતુર્માસ
[ ૭૧ સુખ એટલે સ્વાભાવિક સુખ, જેમાં દુઃખને અંશ પણ ન હોય ! એવું સુખ તમારામાં પણ છે પણ તમે એને ભૂલી ગયા છે ! માને કે, એક માણસ પાસે ખાનપાન તથા મોજમઝા માણવાનાં બધાં સુખસાધન છે, પણ કઈ બીજો માણસ આવીને તેને કહે કે, તમે કાલે મરી જશે !' તો શું તે વખતે તે સુખસાધનો તેને સુખકારક લાગશે ! તે તે એમ જ કહેશે કે, “આ સુખસાધનોમાં સાચું સુખ નથી.' જે સુખસાધનોમાં સુખ હતું તે કયાં ગયું ? સાધારણ માણસે મરણના ભય આગળ સંસારની કેઈપણ ચીજમાં સુખ માનતા નથી પણ દુઃખ જ માને છે; પણ મહાત્માઓને તમે હમણાં મરી જશે ! એમ કઈ કહે તો તેઓ તે એમ જ કહેશે કે એમાં શું ! એ તે આનંદની વાત છે !
મરનેસે જગ ડરત હૈ, મે મન બડો આનન્દ ! કબ મરિહૈ કબ ભેટિહે, પૂરણ પરમાનન્દ ” આ પ્રમાણે મહાત્માઓ સહજ સુખી છે. વાસ્તવમાં ઈન્દ્રિયોનાં વિષયવિકારમાં સુખ નથી. સાચું સુખ તે તે છે કે, જે સહજ-વાસ્તવિક હોય અને જે સુખને કોઈ છીનવી શકતું ન હોય !
મહાત્માઓ ગુણના ભંડારરૂપ અને વૈરાગ્યના સાગરરૂપ હોય છે. જે સાચા વૈરાગ્યવાન હોય છે તેઓ કોઈને શરણે જતા નથી તેમ કેઈથી ડરતા નથી. તેઓ તે ઇન્દ્રિાના વિષયને જીતી ચારિત્રને અપનાવે છે. તેઓ જ્યાં જાય છે ત્યાં ધર્મનું મંડન જ થાય છે. ભલે તેઓ બોલે કે ન બેલે પરતુ ધ્યાનમાં મસ્ત ઉભા રહેવા માત્રથી પણ ધર્મનું મંડન જ થાય છે ! તેઓ મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ કરી સમ્યક્ત્વનો પ્રકાશ ફેલાવે છે. તેઓ હંમેશાં દુષ્કર્મોની સાથે યુદ્ધ જ કર્યા કરે છે.
જે પ્રમાણે કુતરાઓ જે ઘરમાં હળી જાય છે ત્યાં વારંવાર આવે છે તે જ પ્રમાણે કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે વિકારરૂપી કુતરાઓ જેમની સાથે હળી જાય છે તેમને ત્યાં વારંવાર આવ્યા કરે છે. પણ મહાત્માએ એ વિકાર-કુતરાઓને હાંકી કાઢે છે અને કહે છે કે, “મારામાં હવે સદ્દભાવ આવ્યો છે એટલે તેને હવે મારે ત્યાં આવવા નહિ દઉં.” તે મહાત્માઓ નમ્ર થઈને કર્મને નાશ કરે છે. વાસ્તવમાં કર્મને નાશ નમ્ર થવાથી જ થઈ શકે છે, બીજી રીતે નહિ. આવા તપોધની મહામુનિ એક વૃક્ષની નીચે ધ્યાનસ્થ બેઠા હતા, ત્યાં સુભગ પણ આવ્યો.
જિનદાસ અને અહદાસીને પુત્ર જોઈતો હતો અને ગૃહસ્થને ધન, સ્ત્રી, પુત્ર વગેરેની આવશ્યકતા પણ હોય જ છે, છતાં જિનદાસ અને અર્વદ્દાસીએ એ ઈચ્છાને પૂરી કરવા માટે ધર્મનો ત્યાગ કરી બીજાનું શરણ ન લેતાં, ધર્મનું જ શરણ લીધું.
સુભગ, તે મહાત્માને જોઈ પ્રસન્ન થયા અને વિચારવા લાગ્યો કે, આ મારા ગુરુ છે. જ્યારે હું શેઠની સાથે ગુરુની પાસે જતું હતું ત્યારે શેઠ કહેતા હતા કે, “આ મારા ગુરુ છે.' પણ અહીં શેઠ નથી એટલે આ તો મારા જ ગુરુ છે; આ પ્રમાણે વિચાર કરી સુભગે તે મહાત્માને નમસ્કાર કર્યા.