________________
શુદી ૨] રાજકેટ-ચાતુર્માસ :
[ પર૯ . તમે કહેશે કે, “ગુણગાન તે એમના કરવી જોઈએ કે જેમણે આપણી ઉપર કોઈ પ્રકારને ઉપકાર કર્યો હોય! જેમણે અમારી ઉપર કાંઈ ઉપકાર જ કર્યો નથી કે જે અમારા સાટે કાંઈ કરતા જ નથી તેમના ગુણગાન કરવા માટે હૃદય ચાહતું નથી. હા, ઉપરથી ભલે તેના ગુણગાન કરવામાં આવે પણ હૃદય એમ કરવા માટે ચાહતું નથી. તમે ભગવાન ગુણગાન કરવા માટે કહો છો પરંતુ ભગવાને અમારા માટે શું કર્યું છે કે અમે તેમના ગુણગાન કરીએ! અમને ખાવા માટે અન્ન અને પહેરવા માટે કપડાં પણ મળતાં નથી ! અમારું જીવન પણ અપમાનપૂર્ણ રીતિએ ચાલી રહ્યું છે એવી અવસ્થામાં અમે ભગવાનના ગુણગાન કરીએ તો કેવી રીતે ? હા, જેમના દિવસો સુખમાં પસાર થાય છે, પરમાત્માની કૃપાએ વસ્ત્ર-અન્ન પૂરતાં પ્રમાણમાં મળેલ છે અને જેમને કોઈ પ્રકારનું દુઃખ નથી તેમને પરમાત્માનાં ગુણગાન કરવાનું કહેવામાં આવે તે તે ઠીક પણ કહેવાય પણ અમને પરમાત્માનાં ગુણગાન કરવાનું કહેવામાં આવે જ્યાં સુધી ઠીક છે?”
: : : : - આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજને કહે છે કે “તૂ ભૂલી રહ્યો છે. તેને એ વાતની ખબર નથી કે, તારા ઉપર પરમાત્માને કેટલે ઉપકાર છે ! અમારો સમાગમ કરત તો પરમાત્માએ તને શું આપેલ છે અને તેમને તારી ઉપર કેટલે ઉપકાર છે તેની તને ખબર પડત. પરમાત્માએ તેને શું શું આપેલ છે એ વાતને નિર્ણય કરવા માટે નું એ છે કે, તું સંસારનાં પદાર્થોને શ્રેષ્ઠ માને છે કે તારા આ શરીરને શ્રેષ્ઠ માને છે! સંસારનાં બધાં પદાર્થો એક બાજુ હોય અને બીજી બાજુ. આ મનુષ્ય શરીર હોય તે પણ એ બધાં પદાર્થો કરતાં આ મનુષ્ય શરી શ્રેષ્ઠ માનવામાં આવે છે. સંસારનાં પદાર્થોમાં રત્ન શ્રેષ્ઠ માનવામાં આવે છે પણ એ રત્નની કીંમત આંદેનાર કોણ છે ! રત્નની કીમત મનુષ્ય જ આકે છે, વાંદરે રત્નની કીંમત આંકી શકતો નથી. આ જ પ્રમાણે બીજી જે કઈ કીંમતી વસ્તુ માનવામાં આવે છે તે બધી ચીજો અનુષ્ય શરીરથી ઊતરતી છે. છતાં તમે એ વાતને ભૂલી રહ્યા છે અને જેમણે આ મનુષ્ય શરીર આપેલ છે તેમને માટે એમ કહી રહ્યા છે કે, એમને અમારી ઉપર શો ઉપકાર છે ! અને અમે તેમના ગુણગાન શા માટે કરીએ ? પણ તમે એ વાતને વિચાર કરો કે તમને એમની કૃપાથી જ આ શરીર મળ્યું છે અને એટલા માટે તમે પરમાત્માના ગુણગાન કરે. આ શરીર પરમાત્માનું ભજન અને આત્માનું કલ્યાણ કરવાનું સાધન છે. સંસારનાં બધાં પદાર્થો કરતાં આ શરીર વધારે મૂલ્યવાન છે તે એ મૂલ્યવાન શરીરને કેમ ભૂલી રહ્યા છો ?
, , , , , , - હવે એક બીજો પ્રશ્ન એ થાય છે કે, શું આ શરીર પરમાત્માએ આપેલ છે ! જૈન શાસ્ત્રાનુસાર તે જે કાંઈ થાય છે તે પિતપતાના કર્મના અનુસાર જ થાય છે. તો પછી આ શરીર મળવામાં પરમાત્માએ શું કર્યું છે કે તેમના ગુણગાન કરવામાં આવે ? :
જેમણે જેનધર્મ અને સાધવાનો વિચાર કર્યો હશે તેમને આ પ્રકારની શંકા કદાપિ ન થાય. આ પ્રકારની શંકા તેમને જે થઈ શકે કે જેમણે જૈનધર્મ અને સ્યાદ્વાદને બરાબર સમજ ન હોય ! પરમાત્માએ આ શરીર કેવી રીતે આપ્યું છે એ સમજવાની જરૂર છે. કુંભાર ઘડે બનાવે છે પણ એક કુંભાર ઘડો બનાવી શકતા નથી. તેને ચાકડ વગેરેની સહાયતા લેવી જ પડે છે. જો કે કુંભાર વડાં બનાવે છે પણ ચાકી છે ૨૨