________________
૫૩૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આ વગેરેની સહાયતાથી બનાવે છે એટલા માટે જે કુંભારમાં નમ્રતા હશે તે તે એમ જ કહેશે કે, ઘડો બનાવવામાં ચાક-દંડ વગેરે સહાયભૂત છે. જે તે ન હોય તે હું કાંઈ કરી શકું નહિ,
તમે લખો છે પણ કલમ ખડીયાની સહાયતાથી લખે છે, અને એ કારણે લેકે લેખકની એટલી પશંસા કરતા નથી જેટલી પ્રશંસા કલમની કરે છે અને અમુક માણસની ફલેમ આવી છે એમ પ્રશંસા કરવામાં આવે છે. તમે લેકે પણ કલમને ઉપકાર માને છે અને એ કારણે તમે કલમને ઠોકર મારતા નથી પણ તેની પૂજા કરે છે.
આ પ્રમાણે જ્યારે ચા–દંડ કે કલમ જેવી વસ્તુઓનો પણ ઉપકાર માનવામાં આવે છે તે પછી પરમાત્માને ઉપકાર કેમ ન હોય ? જો કે આ શરીરને કર્તા આત્મા છે પરંતુ જે પરમાત્મા નિમિત્તરૂપે સહાયક ન હોય તે આત્મા આ શરીર બનાવી શકે નહિ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, “જીવ જ્યારે શુદ્ધિને પામે છે ત્યારે જ તે મનુષ્યજન્મને પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે જીવને મનુષ્યજન્મ પ્રાપ્ત થવાનું કારણ શુદ્ધિ છે અને શુદ્ધિનું કારણ પરમાત્મા છે. પરમાત્માની ભક્તિથી જ શુદ્ધિ થાય છે અને શુદ્ધિથી જ મનુષ્યજન્મ મળે છે. આ પ્રમાણે આ મનુષ્યજન્મની પ્રાપ્તિ થવામાં પરમાત્માને પણ ઉપકાર છે અને એ જ કારણે પરમાત્માનાં ગુણગાન કરતાં ભક્તજનો કહે છે કે –
સાધન ધામ વિવિધ દુર્લભ, તન મેહિ કૃપા કરી દીને પ્રભુતુમ બહુત અનુગ્રહ કી. કેટિન મુખ કહિ જાત, ન પ્રભુકે એક એક ઉપકાર તદપિ નાથ માંગ હૂ કછુ ઔર હુ દીજે પરમ ઉદાર. પ્રભુ વિષયવારિ મન મીન ભિન્ન, નહીં હોત કબહું પલ એક
તાતે વિપત્તિ સહો અતિ નાના, જનમત જેનિ અનેક. પ્રભુત્વ
જે પ્રમાણે કુંભાર ચાકની સહાયતાથી ઘડે બનાવી શકે છે, લેખક કલમઠારા લખી શકે છે તથા ક્ષત્રિય તલવારદ્વારા વિજય પ્રાપ્ત કરી શકે છે, અને એ કારણે કુંભાર ચાકનાં, લેખક કલમનાં તથા ક્ષત્રિય તલવારનાં ગુણગાન કરે છે, તે જ પ્રમાણે ભકતે પરમાત્માનાં ગુણગાન કરે છે અને કહે છે કે, “ હે ! પ્રભો ! આપે સાધનાનું ધામ અને દેવતાઓને પણ દુર્લભ એવું આ મનુષ્ય શરીર મને આપ્યું છે એ તમે મને ઘણું આપ્યું છે.” જે ભિખારી હોય છે તેઓ તે બહુ મળ્યું હોવા છતાં એમ જ કહે છે કે, “મને કાંઈ આપ્યું નહિ પણ સંતોષી માણસ તે છેડાને પણ ઘણું માને છે.” એટલા માટે હું એમ માનું છું કે, આપે મને આ શરીર આપી મારી ઉપર ઘણો ઉપકાર કર્યો છે. આપના એ ઉપકારનું વર્ણન અને આપના ગુણોનું કીર્તન, કરડે જીભ હોય તે પણ કરી શકે નહિ. આ જીભ પણ તમે જ આપેલી છે; એટલા માટે તમે આપેલી આ જીભદ્વારા તમારાં ગુણગાન સમાપ્ત કેમ થઈ શકે, અને મેં તમારાં ગુણગાન કર્યા એ હું કેવી રીતે સમજી શકું? જો કે, તમે મને આ મનુષ્ય શરીર આપી ઘણું આપ્યું છે પણ તમે ઉદાર છે એટલે તમારી પાસે થોડું વધારે માંગું છું. તમારી પાસે હું એટલું જ વધારે ચાહું છું કે, જે પ્રમાણે માછલી પાણીમાં તલ્લીન રહે છે, તેમ મારું મન પણ વિષયોમાં તલ્લીન રહે છે. માછલી પાણીમાંથી બહાર નીકળવામાં દુઃખ માને છે તે જ પ્રમાણે મારું મન પણ વિષયોમાંથી બહાર નીકળવામાં દુઃખ માને છે. મારું મન