________________
શુદી ૨] રાજકોટ-ચાતુર્માસ
[૫૩૧ વિષયમાંથી બહાર નીકળી જાય એ જ હું વધારે ચાહું છું. મારું મન વિષયમાં તલ્લીન બની ગયું છે અને એ જ કારણે હું દુઃખ પામી રહ્યો છું, અને આ સંસારમાં જન્મ-મરણરૂપ અનેક પ્રકારનાં કષ્ટ ભોગવી રહ્યો છું; નહિ તે હું અજર-અમર છું તે પછી જન્મમરણની સાથે મારે શો સંબંધ ? પરંતુ મારું મન વિષયમાં તલ્લીન રહે છે એ જ કારણે હું જન્મમરણના ફેરાં ફરું છું. એટલા માટે હે ! પ્રભો ! હું આપને એવી પ્રાર્થના કરું છું કે, મારું મન કંઈ પણ ઉપાયે વિષયોમાંથી બહાર નીકળે. વિષયમાં મન કેવી રીતે ફસાઈ જાય છે અને શા માટે વિષયમાંથી બહાર નીકળવા ચાહતું નથી, એ વાત અનાથી મુનિના ચરિત્રદ્વારા સમજે.
અનાથી મુનિને અધિકાર–પ૯
અનાથી મુનિ કહે છે કે, હે ! રાજન ! કુશલ લેકે સાધુ બને છે, તે વખતે તેમની ભાવના એવી હતી નથી કે, અમે પેટ ભરવા માટે સાધુ બનીએ છીએ. તે વખતે તેઓ એમ વિચાર રાખે છે કે, પેટ તે કાગડા-કુતરાઓ પણ ભરે છે. અમે કાંઈ પેટ ભરવા માટે સાધુ થયા નથી; પરંતુ સ્વ–પરના કાર્યો સાધવા માટે જ અમે સાધુ થયા છીએ. કારણ કે, રાજનિત સવ-પરલયંતિ રાપરઃ અર્થાત-જે સ્વપરનું કાર્ય સાધે છે તે જ સાધુ છે. આ પ્રમાણે સાધુ થયા તે વખતે તે એવી ઉચ્ચ ભાવના હતી; પરંતુ સાધુ થયા બાદ કેટલાક લોકે એ ઉચ્ચ ભાવનાને ભૂલી જાય છે અને ઉદ્દેશિક, ક્રીતકૃત, નિત્યપિંડ તથા અનૈષણિક આહાર ખાવા લાગે છે. સાધુઓને માટે કહ્યું છે કે – A . पिण्डं सिज्जं च वत्थं च चउत्थं पायमेव य ।
વજન રિછક દિનાદિક femઈ –દશવૈકાલિકસૂત્ર સાધુઓએ અકલ્પનીય આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે લેવાં તે દૂર રહ્યા પણ તેની ઈચ્છા, પણ કરવી ન જોઈએ. અમે અકલ્પનીય આહારાદિ નહિ લઈએ એવી ઇચ્છાથી. સાધુ થાય. છે પણ બાદ રસમૃદ્ધ થઈ જીભની લોલુપતામાં પડી જાય છે. એટલા માટે છકાયની હિંસાથી જે આહાર તેમના માટે જ બનાવવામાં આવેલું હોય છે તેને પણ ખાઈ જાય છે. તેમને કેઈ કહે કે, આ આહાર અકલ્પનીય છે. તો તેઓ કહેવા લાગે છે કે, કલ્પ-અકલ્પની વાત ન કરે. કલ્પ-અકલ્પ જોવાની જરૂર નથી, કેવળ ભાવ શુદ્ધ હોવા જોઈએ. આ પ્રમાણે કહી તે લેકે કલ્પની વાતને જ ઉડાડી મૂકે છે પણ એમ કરવું એ જેનશાસ્ત્રની વિરુદ્ધ છે. ' સૂયગડાંગ સૂત્રની અનુસાર બૌદ્ધ લોકેમાં ભલે એવું ચાલી શકતું હોય પણ જૈનશાસ્ત્રની દષ્ટિએ એ પદ્ધતિ કદાપિ માન્ય નથી, જેનશાસ્ત્ર આહાર વિષયક કલ્પ-અકલ્પને ઘણો વિવેક બતાવે છે. છતાં પણ જે કલ્પ-અકલ્પને વિચાર રાખતો નથી તે એના જેવું જ કામ કરે છે; જેવું કામ પાણીમાં રહેનારી માછલી પાણીથી સંતોષ માનતી નથી અને અન્ય વસ્તુના પ્રલોભનમાં પડી જઈ માંસની સાથે કાંટે ખાઈ જાય છે અને તડફડી મરી જાય છે. જ્યારે માછલી માંસ ઉપર લેભાઈ જાય છે ત્યારે તે તેને કાંટાનું ભાન હોતું નથી. જે તેને એક ભાન થઈ જાય કે આ માંસની પાછળ કાંટે લાગે છે તે તે તે કદાચ માંસને જ ન ખાય; પરંતુ તે કાંટને જાણતી હતી નથી. એ કારણે અજ્ઞાનતાને વશ થઈ કાંટામાં ફસાઈ. જાય છે પણું અસાધુ લેકે આવા કર્મમાં દોષ છે એમ જાણવા છતાં પણ એ આહાર.