________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [રાજકા–ચાતુર્માસ ]
====
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા શુદી ૧ બુધવાર
-
100
પ્રાના
શ્રી આદીશ્વર સ્વામી હો, પ્રણમ્' સિર નામી તુમ ભણી, પ્રભુ અંતરયામી આપ, મે પર મ્હેર કરીજે હો; મેટી જે ચિંતા મન તણી, મારા કાટ પુરાકૃત પાપ. —વિનયચંદ્રજી ભટ ચાવીશી,
॥ શ્રી ॥ ૧॥
શ્રી આદીશ્વર ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આત્મા પરમાત્માની સાથે કેવી રીતે તલ્લીન થઈ જાય અને આત્મા તથા પરમાત્માનું એકીકરણ કેવી રીતે થાય એ વાત હૃદયપૂર્ણાંક પ્રાર્થના કરનાર ભકતા જાણે છે. આપણે પણ એ વાતને લક્ષમાં રાખી અનન્યભાવે જો પરમાત્માની પ્રાર્થના કરીએ તે આ ભવમાં નહિ તા અન્ય ભવમાં પરમાત્માની સાથે આપણું અવશ્ય એકીકરણ થઈ જાય !
ભગવાન ઋષભદેવના ચિરત્રને સંપૂર્ણ રીતે કહેવાને તે કોઈ સમર્થ નથી, પણ મને આજે પાલી રાત્રે ભગવાન ઋષભદેવ વિષે ધ્યાન ધરતાં જે વિચાર આવ્યાં તે વિચારો તમારી આગળ મૂકું છું. મને એવા વિચાર આવ્યા કે, ઋષભદેવ ભગવાન સમુદ્ર સમાન છે અને જીવા નદીની સમાન છે. નદી જ્યાંસુધી સમુદ્રને મળતી નથી ત્યાંસુધી તો તે આડી અવળી પણ ચાલે છે, અને અવાજ પણ કરે છે; પણ જ્યારે તે સમુદ્રને મળે છે ત્યારે તે શાન્ત થઈ જાય છે. આ જ પ્રમાણે જ્યાં સુધી જીવ ભગવાન ઋષભદેવને મળતા નથી ત્યાંસુધી તા ધીંગાણાં કરે છે પણ જ્યારે ભગવાન ઋષભદેવને જીવ મળે છે ત્યારે તે ધીંગાણાં છોડી દે છે અને શાન્ત બની જાય છે.
o
ભગવાન ઋષભદેવના ૯૮ પુત્રો જ્યાંસુધી ભગવાનથી જુદા રહ્યા ત્યાંસુધી તેઓમાં તાફાન રઘું, પણ જ્યારે તે ભગવાનના શરણે આવ્યા ત્યારે તેએમાં કોઈ પ્રકારનું તાકાને નરહ્યું. તેમનું ચરિત્ર એમ કહે છે કે, જ્યાંસુધી જીવ સરાગ અથવા કાયયુક્ત રહે છે, ત્યાંસુધી તેઓમાં તેાફાન તા રહે છે, પણ તે તાફાનની ગતિ કઈ બાજુ છે તે જોવાની જરૂર રહે છે. જે તે તેાફાનની ગતિ ભગવાન ઋષભદેવ તરફ રહી તે તેા તાફ઼ાન શાન્ત થઈ જશે પણ જો તેની ગતિ ીજી બાજુ રહી તેા પછી તેાફાન તફાનરૂપે જ રહેશે. જે પ્રમાણે નદીના તાફાનની ગતિ જો સમુદ્ર તરફ રહી તે તે તે સમુદ્રમાં મળી જઈ શાન્ત થઈ જશે, પણ જો તે તેાફાનની ગતિ સમુદ્ર તરફ ન રહી તે તે ફાન શાન્ત થશે નહિ. તે જ પ્રમાણે આત્માના તાફાનની ગતિ પરમાત્મા તરફ રહી તેા તે તોફાન પરમાત્માને મળ્યા બાદ સાન્ત થઈ જશે.