________________
શુદ ૧૦ ] રાજકોટ–ચાતુર્માસ
[૪૨૯ વાત કરી રહ્યો છું. દ્રવ્ય ઊંધ ઉડાડવી તે સરલ છે પણ ભાવ નિદ્રા ઉડાડવી તે બહુ જ મુશ્કેલ છે. એટલા માટે ભાવ નિદ્રા ઉડાડી પરમાત્માની પ્રાર્થના કરે. કહ્યું છે કે –
“ જેવો મુવા રે અજૈતુ ? અનેક તત્વવેત્તાઓ કહે છે કે, ઈશ્વર થઈને ઈશ્વરને ભજો. તમે કહેશે કે, જો અમે પોતે જ પરમાત્મા બની જઈએ તે પછી પરમાત્માની પ્રાર્થના કરવાની અમને શી જરૂર ? પણ આ કથનને એવો અર્થ છે કે, પ્રભુમય થઈને પ્રભુને ભજે. વિકાર ન રાખે. જે
ધી હોય છે તે ક્રોધને જાગ્રત કરવા માટે કેવીને ભજે છે. કામી પુરુષ કામવાસનાને જાગ્રત કરવા માટે કામદેવને ભજે છે. પણ જે કામક્રોધનો નાશ કરવા ચાહે છે તે તે કામધના વિજેતા દેવને જ ભજશે. લોભી માણસ ભી દેવની જ પ્રાર્થના કરશે પણ જે લોભને નાશ કરવા ચાહે છે તે તે લેભરહિત દેવને જ ભજશે. એટલા માટે તમે જે કામ, ક્રોધ, લભ વગેરેથી મુક્ત થવા ચાહે છે તે તમે કામ, ક્રોધ, લોભ, મેહ વગેરેથી વિમુક્ત થએલા વીતરાગ પરમાત્માની પ્રાર્થના કરે. અને તેમની પ્રાર્થના પણ પિતાના અઢાર પ્રકારના દોષને દૂર કરવા માટે જ કરે. પરમાત્માની પ્રાર્થના દોષમુક્ત થવાની ભાવનાએ કરશે તે પ્રાર્થના-બેધથી તમારા આત્મામાં અપૂર્વ પ્રકાશ આવશે.
તમે કહેશે કે પ્રભુમય કેવી રીતે બનવું ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, જ્યારે આત્મા ભાવનિક્ષેપ ઉપર જાય છે અને શબ્દાદિ ત્રણ નયથી પરમાત્માની પ્રાર્થના કરે છે, ત્યારે આત્માની સ્થિતિ વિષે શાસ્ત્ર કહે છે કે, તે વખતે આત્મા જેને ઉપગ કરે છે, આત્મા, તે જ કહેવાય છે. અર્થાત પરમાત્મામાં ઉપયોગ રાખી આત્મા પરમાત્માની પ્રાર્થના કરે તે આત્મા આ ભવમાં નહિ તે બીજા ભવમાં પરમાત્મામય બની જાય.
તુજ દર્શન મુજ વાલ હે લાલ, દર્શન શુદ્ધ પવિત્ર હો વાલેસર, દર્શન શ3 નયે કરે રે લાલ, સંગ્રહ એવંભૂત રે વાલેસર.
આ કડીમાં કહ્યું છે કે, હે ! પ્રભે ! તારું દર્શન અને પ્રિય છે. કેવળ આંખેથી જેવું એ જ દર્શન નથી પરંતુ હૃદયને એકાગ્ર કરી વિવેકપૂર્વક તારામાં ઉપયોગ લગાવે એ જ તારું દર્શન છે. આ પ્રમાણે તારું દર્શન કરવાથી તું મને બહુ પ્રિય લાગે છે.
અન્ય દેવને પણ જોયા છે તેમનું દર્શન મને પ્રિય લાગતું નથી. કારણ કે, તે દેવ બધા દર્શકોને દર્શક જ રાખે છે. તે પોતે તે ઈશ્વર રહે છે અને જે તેમનું દર્શન કરે છે, તેમને તે દર્શક જ રાખે છે. દર્શકને પિતાના જેવો બનાવી દે એ ગુણ તારામાં જ ; છે, પણ તારું દર્શન શબ્દયથી કરવું જોઈએ. જે શબ્દનયથી તારું દર્શન કરે છે તેને સંગ્રહત્ય એવંભૂતમાં પહોંચી જાય છે.
સંગ્રહ યમાં જે વસ્તુ હોય છે તે જ વસ્તુ પૂર્ણ થઈ એવંભૂતમાં જાય છે. જે વસ્તુ, સંગ્રહ નયામાં નથી તે એવંભૂતમાં પણ જતી નથી. જેમકે સંગ્રહનયની દષ્ટિએ માટીમાં ઘડે છે, પણ જે સંગ્રહાયની દષ્ટિએ માટીમાં ઘડો ન હોય તો લાખો ઉપાય કરવા છતાં પણ માટીમાંથી ઘડે બની શકતું નથી. સંગ્રહનયથી માટીમાં ઘડે છે ત્યારે જ કર્તા અને નિમિત્તના સહકારથી ઘડે બને છે. આ ઉદાહરણ પ્રમાણે બધાના આત્મા સમાન છે. સંગ્રહનયની દષ્ટિએ મારે આત્મા પણ “હે ! પ્રભુ ! તારા જ સમાન છે. પણ જે પ્રમાણે જ્યાં સુધી