________________
૪૪૦ ]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા - હિંસા કરવી, કરાવવી અને અનુમોદવી એમ હિંસાના ત્રણ ભેદ થયા. પછી ક્રોધથી, લાભથી અને મેહથી હિંસા કરવી, કરાવવી અને અનુમોદવી એમ હિંસાના નવ ભેદ થયાં. ક્રોધ, લોભ અને મેહ પણ ત્રણ પ્રકારના છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ જેનામાં ઉત્કૃષ્ટ ક્રોધ હોય તે ઉત્કૃષ્ટ હિંસા કરે છે. જધન્ય હોય તે જઘન્ય અને મધ્યમ હોય તે મધ્યમ. આ પ્રમાણે ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય ક્રોધ, લોભ કે મેહથી હિંસા કરે છે, કરાવે છે અને અનુમોદે છે. આ પ્રમાણે હિંસાના ૨૭ ભેદ થયા. અને ત્રિવિધ કારણ અને ત્રિવિધ યોગથી એનાં ૮૧ ભેદ થયાં. આ બધાં હિંસાનાં ભેદે દુઃખ આપનારાં છે. અને અનંત જન્મમનું દુઃખ વધારનારાં છે. આ દુઃખથી બચવા માટે હિંસાની પ્રતિપક્ષી ભાવના ભાવવી જોઈએ. જે હિંસાની પ્રતિપક્ષી અહિંસા ભાવનાને ભાવતું નથી, તે કઈવાર હિંસાનું પણ પ્રતિપાદન કરવા લાગે છે. તે પોતે પણ પતિત થાય છે અને બીજાને પણ પતિત કરે છે. આ જ કારણે આવા લેકે અનાથી મુનિના કહેવા પ્રમાણે અનાથ જ છે.
આ તે સાધુઓની મુખ્યતઃ વાત થઈ. હવે શ્રાવકની વાત વિષે વિચાર કરીએ. તમને અણુવ્રતના વિષે વિતર્કો ઉઠે તે તે વખતે પ્રતિપક્ષી ભાવના ભાવશો તે તમારું પણ કલ્યાણ થશે અને સાથે બીજાઓનું પણ કલ્યાણ કરી શકશો.
મનમાં વિતર્કો પેદા થવાથી હૃદયમાં બહુ ઉદાસીનતા આવી જાય છે; પણ પ્રતિપક્ષી ભાવના ભાવવાથી વિતર્કોને નાશ થઈ જાય છે અને હૃદયમાં કઈ જુદું જ તેજ આવી જાય છે. જેમકે મહાભારત યુદ્ધમાં અર્જુનને ઉદાસીનતા આવી ગઈ હતી અને એ ઉદાસીનતાને કારણે તેણે શિથિલ થઈ ધનુષ્ય પણ એક બાજુ મૂકી દીધું હતું, પણ જ્યારે કૃષ્ણ તેને ગોધદાયક વચના સંભળાવ્યાં ત્યારે અને પૂર્વવત તેજસ્વી બની ગયા હતા. આ જ પ્રમાણે ત્યાંસુધી ગૃહસ્થ સાધુઓનાં સફવચન સાંભળતા નથી ત્યાં સુધી તેઓ ઉદાસીન રહે છે, પણ સાધુઓનાં સવચને સાંભળતાં તેમની ઉદાસીનતા મટી જાય છે અને તેઓમાં નવી તેજસ્વિતા આવે છે.
જ્યારે મહાભારત યુદ્ધ થવાનો નિશ્ચય થઈ ગયો ત્યારે કૌર બન્ને વિજયપ્રાપ્તિની ભાવના કરવા લાગ્યા. ભાવના તે બન્નેની વિજય પ્રાપ્તિની હતી પણ એકની ભાવના તે સત્યારે વિજય મેળવવાની હતી, તે બીજાની સત્યને ગુમાવીને પણ વિજય પ્રાપ્ત કરવાની ભાવના હતી. ' દુર્યોધને વિચાર્યું કે, જે કૃષ્ણ અમારી બાજુ આવી જાય તે અમારો વિજય અચૂક થાય. કૃષ્ણ બહુ જ નીતિ અને દૂરદર્શી છે. આ જ પ્રમાણે અર્જુન પણ વિચારતા હતા કે, કૃષ્ણ જે અમારી બાજુ આવી જાય તે અમારે વિજય અવશ્ય થાય. દુર્યોધન અને અને બન્ને કૃષ્ણને પિતાના પક્ષમાં લાવવા ચાહતા હતા, અને એટલા માટે તેઓ બન્ને કૃષ્ણને પિતાના પક્ષમાં આવવા માટે આમંત્રણ દેવા ગયા. તે વખતે કૃષ્ણ સુતા હતા. દુર્યોધને વિચાર્યું કે, કૃષ્ણ સુતા છે એટલે મારે ક્યાં બેસવું? હું રાજા છું અને વિજયાકાંક્ષી છું એટલે પ્રતિષ્ઠાની રક્ષા માટે પણ કૃષ્ણના મસ્તક આગળ બેસવું ઠીક છે. આ પ્રમાણે વિચાર કરી દુર્યોધન કૃષ્ણના મસ્તક આગળ ઊભો રહ્યો. પણ અર્જુન દાસભાવ-નમ્રભાવ રાખતે હવે એટલે તેણે વિચાર્યું કે, કૃષ્ણને મારા પક્ષમાં લેવા છે તે તેમના પ્રતિ નમ્રતાને વ્યવહાર કરવો જોઈએ. આ પ્રમાણે વિચાર કરી અર્જુન કૃષ્ણના પગ આગળ ઊભો રહ્યો. કૃષ્ણ