________________
સુદ ૧૧ ]
રાજકાટ–ચાતુર્માસ
[ ૪૩૯
કારણેા છે તે કારણેાથી મહાવ્રતને બચાવતા રહેશે। તે જ મહાવ્રતની રક્ષા થઈ શકશે. જૈનદર્શનમાં તા આ વાત વારંવાર કહેવામાં આવી છે, પણ પાત...જિલ યાગદર્શનમાં પણ એમ કહ્યું છે કેઃ वितर्कबाधने प्रतिपक्षभावना-इत्यादि
આમાં કહ્યું છે કે, મહાવ્રતના પ્રતિપક્ષી હિંસાદિ છે. અહિંસાની વિરુદ્ધ હિંસા, સત્યની વિરુદ્ધ અસત્ય, અસ્તેયની વિરુદ્ધ ચારી, બ્રહ્મચર્યની વિરુદ્ધ મૈથુન અને અપરિગ્રહની વિરુદ્ધ મમત્વભાવ છે.
અહીં એક પ્રશ્ન થાય છે કે, હિંસા કરવાથી અહિંસા મહાવ્રતનેા નાશ થાય છે. કે, હિંસા કરાવવાથી, કે હિંસાને અનુમેદવાથી ? આ પ્રશ્નના ઉત્તરમાં પાતજિલ યેાગસૂત્રમાં પણ કહ્યું છે કે, એ ત્રણેય ને અહિંસાના પ્રતિપક્ષી સમજવા જોઈ એ. હિંસા કરવાથી, હિંસા કરાવવાથી અને હિંસાને અનુમેદવાથી અહિંસાનેા નાશ થાય છે. કેટલાક લેાકેા કહે છે કે, પોતે હિંસા કરતા નથી પણ બીજા કાઈને કહેવડાવીને કરાવે તે શું વાંધા છે ? પણ આ વિષે આગળ કહેવામાં આવ્યું છે કે હિંસા કરવાથી અહિંસાને નાશ થાય છે. હિંસા કરાવવાથી અહિંસાના નાશ થાય છે અને હિંસાને અનુમેદવાથી પણ અહિંસાને નાશ થાય છે. કારણ કે એ ત્રણેય અહિંસાના પ્રતિપક્ષી છે.
હવે અહીં એક ખીજો પ્રશ્ન ઉભા થાય છે કે, હિંસા કરવામાં વધારે પાપ છે કે હિંસા કરાવવામાં ? આ પ્રશ્નના ઉત્તર એકાન્તરૂપે આપી ન શકાય, પણ એ વિષે ઊંડા વિચાર કરવાથી જણાશે કે, પોતાની દ્વારા થએલ કાઈ પણ કાર્યમાં જે વિવેક જળવાય છે, તે વિવેક બીજાની દ્વારા કરવામાં આવતાં કાર્યોમાં જળવાતા નથી. આ સિવાય પેાતાના હાથે કાય કરવામાં જેટલી મર્યાદા રહે છે તેટલી મર્યાદા ખીજાના હાથે થતાં કાર્યોમાં રહી શકતી નથી. આ દૃષ્ટિએ વિચારતાં કાઈવાર કરવાની અપેક્ષાએ ‘ કરાવવામાં ’ વધારે પાપ થઈ જાય છે. વળી ક્રાઈવાર પેાતાના હાથે કામ કરવામાં વિવેક ન રાખવાને કારણે વધારે પાપ થઈ જાય છે અને કાર્દવાર ખીજાના હાથે કામ કરાવવામાં વિવેક ન રહેવાને કારણે વિશેષ પાપ થઈ જાય છે. આ પ્રમાણે · કરવામાં ’વધારે પાપ છે કે કરાવવામાં 'વધારે પાપ છે એ એકાન્તરૂપે કહી શકાય નહિ. પણ વિશેષતઃ “લોકા આળસમાં પડી રહેવાને કારણે અને અવિવેકપૂર્ણાંક કામ કરાવવાને કારણે ‘ કરવાને ' બદલે ‘ કરાવવામાં ’વિશેષ પાપ થાય છે, આજે પોતે તે આળસમાં પડચા રહે છે અને બીજા પાસે કામ કરાવે છે અને તેથી સંસારમાં આળસ વધવા પામી છે. શાસ્ત્રમાં જે ૭૨ કલા બતાવવામાં આવી છે તે એટલા માટે કે, લેાકેા આળસમાં ન પડે અને પેાતાનું કામ વિવેકપૂર્વક કરી શકે.
મતલબ કે, સાધુ પોતે હિંસા ન કરે પણ બીજા પાસે હિંસા કરાવે તે શા વાંધા છે? એમ કહેનારાએએ સમજવું જોઈએ કે, હિંસા કરવી, હિંસા કરાવવી અને હિંસાને અનુમેાદવી એ ત્રણેય અહિંસાના પ્રતિપક્ષી છે અને એ કારણે એ ત્રણેય વર્જ્ય છે.
પાત...જિલ યોગસૂત્રમાં આગળ કહ્યું છે કે, ક્રોધ, લેાભ અને મેહને વશ થવાથી હિંસા થાય છે. અહીં જો કે મેાહ શબ્દને પાછળ રાખવામાં આવ્યા છે પણ જ્ઞાનીજના કહે છે કે, જે હિંસાદિ પાપકર્મો છે તે બધા મેાહને કારણે જ થાય છે. સત્ વસ્તુને અસત્ અને અસત્ વસ્તુને સત્ માનવી એ મેાહ છે. જૈન શાસ્ત્રમાં આને જ મિથ્યાત્વ કહેલ છે.