________________
શુદ ૧૧ ]
રાજકોટ-ચાતુર્માસ
[૪૪૧
યચાસમયે ઉઠયા. મનુષ્ય જ્યારે સુઈ ઉઠે છે ત્યારે તેનું શરીર સ્વાભાવિક રીતે પગ તરફ જાય છે અને તેનું મુખ પણુ પગની તરફ જ ફરે છે. આ પ્રમાણે કૃષ્ણ જ્યારે જાગીર્ત ઉષા ત્યારે તેનું મુખ અર્જુન તરફ કર્યું, અને દુર્ગંધન કૃષ્ણની પીઠ તરફ રહી ગયેા. દુર્ગંધન વિચારવા લાગ્યા કે, અર્જુન કૃષ્ણને પહેલાં આમત્રણ આપી દેશે અને સંભવ છે કે કૃષ્ણ તેનું આમંત્રણ સ્વીકારી લે, માટે મારે આગમનનુ કારણ પહેલાં બતાવી દેવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી દુર્ગંધને કહ્યું કે, “મહારાજ ! આપની સેવામાં હું પણ આવ્યે છું. હું પણ આપના મસ્તકની સેવા કરી રહ્યો હતા. ” દુર્યોધનના અવાજ સાંભળી કૃષ્ણે તેની તરફ જોયું અને તમે પણ આવ્યા છે ? એમ કહ્યું. કૃષ્ણે બન્નેને આવવાનું કારણ પૂછ્યું. બન્નેએ પેાતાના આગમનના ઉદ્દેશ હી સંભળાવ્યા. કૃષ્ણે કહ્યું કે, “ તમે બન્ને મારે ત્યાં આવ્યા એટલે તમને બન્નેને હું સંતુષ્ટ કરવા ચાહું છું. હવે એક બાજુ તેા મારી યાદી સેના છે અને ખીજી બાજુ હું એકલા છું. આ બન્નેમાંથી તમે જેને ચાહેા તેને પસંદ કરી શા છે. પણ અર્જુન! તું હમણાં શાન્ત રહે, પહેલાં દુર્ગંધનને માંગવા દે. દુર્યોધન પહેલાં માગી લે પછી જે બાકી રહે તેથી તું સાષ માનજે.”
કૃષ્ણનું કથન સાંભળી દુૉંધન પ્રસન્ન થયા. અને તે મનમાં વિચારવા લાગ્યા કે, “ યુદ્ધમાં તા સેનાની જરૂર રહેશે. યુદ્ધના વખતે એક્લા કૃષ્ણ શું કરી શકે? માટે હું યાી સેનાને માંશુ. યાદવી સેનાદ્વારા હું પાંડવાને પરાન્તિ કરી શકીશ. મારું ભાગ્ય ચડીયાતું છે અને તેથી જ કૃષ્ણે મારું માન પહેલાં સાચવ્યુ છે. આખરે મારાં બળના પ્રભાવ પડ્યો ખરા !’
<<
3)
આ પ્રમાણે વિચાર કરી દુર્ગંધને કહ્યુ કે, આપ મને યાદવી સેના આપે. કૃષ્ણે કહ્યું કે, ઠીક. યાદવી સેના તમારા પક્ષમાં યુદ્ધ કરવા આવશે. પછી કૃષ્ણે અર્જુનને કહ્યું કે, “ તમાશ પક્ષમાં તા હવે હું રહ્યો. ” અર્જુન ઘણા જ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે, હું જે ધારતા હતા તે જ થયું. કૃષ્ણે પોતાની યાવી સેનાને દુર્યોધનની સાથે જવાના હુકમ કર્યાં, અને પછી અર્જુનને કહ્યું કે, “તેં તા મને યાદવી સેના આપી ખરીદી લીધા છે, એટલા માટે હવે હું તારી સાથે છું.”
શું તમે પણ શ્વિરને ખરીદવા ચાહે ? જો ખરીવા ચાહેા છે તેા તમે બદલામાં શુ આપવા ચાહેા છે? તમે કઈ વસ્તુને ત્યાગ કરશે? મીરાંએ કહ્યું છે કેઃ— માઈ મૈંને ગિરિધર લીના માલ,
કાઈ કહે હલકા, કોઈ કહે ભારી, કોઈ કહે અનતાલ, માઈ કોઈ કહે મહેગા, કાઈ કહે સસ્તા, કોઈ કહે અનમાલમા જેમને પદ્માત્મા પ્રત્યે પ્રેમભાવ હશે તે તા, તે સસ્તા છે કે મેધા છે એંની ચર્ચામાં ઊતરશે નહિ પણ તેને ખરીદી લેશે. તેમની કીંમત કેટલી દેવી પડે છે અને માટે કહ્યું છે કેઃ——
પાસ ન કૌડી રહી મને મુફ્તખુદા કે મેટલ લિયા, ઐસા સૌદા કિયા. જ્યારે પાતાની પાસે કાઢી પશુ ન હેાય ત્યારે પરમાત્માને ખરીદી શકાય છે, અર્જુનના જેવા દાસ ખતા ત્યારે જ કૃષ્ણને ખરીદી શકાય છે,
૧૧