________________
૪૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
દૈવી અને આસુરી એવી બે પ્રકારની પ્રવૃતિઓ હોય છે. અહીં પણ એ બન્ને પ્રકૃતિઓ છે. એ બન્ને પ્રકૃતિઓની પરસ્પર લડાઈ થાય છે. કામદેવ દૈવી પ્રકૃતિવાળો અને પિશાચ આસુરી પ્રકૃતિવાળો છે. આ બન્ને પ્રકૃતિનું સ્વરૂપ કેવું છે એ વિષય બહુ વિસ્તૃત છે પણ ગીતામાં આ બન્ને પ્રકૃતિનું સ્વરૂપ બહુ ટૂંકામાં આ પ્રમાણે બતાવ્યું છે –
दम्भो दो अभिमानश्च क्रोधः पारुष्यमेव च ।
अज्ञानं चाभिजातस्य पार्थ ! सम्पदमासुरीम् ॥ દંભ, દર્પ, અભિમાન, કઠોરતા, નિર્દયતા અને અજ્ઞાન એ આસુરી પ્રકૃતિનાં લક્ષણ છે. જેઓમાં આવી આસુરી પ્રકૃતિ હોય છે તે અસુર કહેવાય છે. દૈવી પ્રકૃતિ વિષે કહેવામાં આવ્યું છે કે –
अभयं सत्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः । दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥ अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् । दया भूतेष्वलौलुप्य मार्दवं हीरचापलम् ॥ तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता ।
માનિત રઘવું વિમમિજાતસ્ય માત ! ! –ભગવદ્દગી તા. તે નિર્ભયતા, સત્વસંશુદ્ધિ, દાન, દમ, સ્વાધ્યાય, તપ, આર્જવતા, અહિંસા, સત્ય, ક્ષમા, ત્યાગ, શાન્તિ, દયા, અલોલુપતા, માર્દવતા, તેજસ્વિતા, ધૈર્ય આદિ દેવીપ્રકૃતિનાં લક્ષણ છે. દેવી પ્રકૃતિનું પહેલું લક્ષણ નિર્ભયતા છે. પિતાની પાસે જે ચીજ હોય તે બીજાને તે આપી શકાય. તે જ પ્રમાણે પિતે અભય હોય તે બીજાને અભય કરી શકે ! પણ પિતે જ ભયથી કાંપતે હોય તે પછી બીજાને અભયદાન શું આપે ? ભયભીત માણસ બીજાને અભયદાન આપવાને માટે યોગ્ય નથી. જે આત્મા અને શરીરને તલવાર અને માનની માફક ભિન્ન માને છે અને એ માન્યતાને જેણે જીવનમાં સ્થાન આપ્યું છે તે જ અભયદાન આપી શકે છે. કામદેવ નિર્ભય હતો. તેને આત્માના સિદ્ધાન્ત ઉપર અટલ વિશ્વાસ હતો. તે પિતાના ધર્મ ઉપર દઢ હતો. - કામદેવને ધર્મની ઉપર આવી દઢતા હતી, પણ આજે તે તમે લોકે તમારા ધર્મ ઉપર ૬૮ નથી અને તેથી જ કયાંય કઈ દેવને પૂજે છે તો કયાંય કોઈ પણ સ્ત્રીઓમાં આ વાત વધારે જોવામાં આવે છે. જો અમે પણ એવો ઢોંગ કરવા લાગીએ તે અમારી પાસે પણ એવા બહુ લોકો આવે પણ એ ટૅગ કરે એ સાધુને ધર્મ નથી ! અમે તે ભગવાન મહાવીરને ધર્મ સંભળાવીએ છીએ. જેમને પસંદ પડે તે સાંભળે, ને પસંદ પડે તે નહિ. ધર્મ ઉપર જે દઢતા થશે તે બધી જગ્યાએ દઢતા રહેશે. કામદેવે ધર્મ ઉપર જેવી દઢતા ધારણ કરી તેવી તમે પણ આત્મા ઉપર વિશ્વાસ રાખી દઢતા ધારણ કરે!
કામદેવની ધર્મદતા જોઈ પિશાચ વિચારવા લાગ્યો કે, “તારા ટૂકડે ટૂકડા કરી નાંખીશ” એમ કહેવા માત્રથી જ આની પરીક્ષા થશે નહિ ! કેવળ શબ્દથી તે ભય પામશે નહિ! એ પ્રમાણે વિચાર કરી તે કામદેવના શરીર ઉપર પ્રહાર કરી શરીરના ટૂકડા કરવા લાગ્યા તેપણું કામદેવ પ્રસન્ન જ રહ્યા. તેઓ તો એમ જ વિચારતા હતા કે,