________________
વદ ૧૦ ]
રાજકેટ-ચાતુર્માસ
[૪૭
હતી કે, જે ધર્મપરીક્ષા આપવા માટે પહેલેથી બરાબર તૈયારી કરવામાં આવી ન હોય તો એ ધર્મપરીક્ષામાં ઉત્તીર્ણ થવું સરલ ન હતું. પિશાચે કામદેવને ધર્મથી યુત કરવા માટે અનેક ભયંકર રૂપ ધારણ કર્યા, પણ કામદેવ તેથી જરા પણ ચલિત ન થયો ત્યારે પિશાચ હાથમાં તલવાર લઈ શરીરના ટૂકડે ટૂકડા કરી નાંખવા માટે તૈયાર થયે તેમ છતાં કામદેવ જરાપણ ન ડગ્યા.
આજે તો તમે ભયથી-કલ્પિત ડાકણ ભૂતથી-ડરો છે પણ કામદેવ સાક્ષાત ભયંકર પિશાચથી પણ ડર્યા નહિ. તમે કહેશે કે “અમે ગૃહસ્થ છીએ એટલે ભૂત વગેરેથી ડરવું પડે' તે પછી કામદેવ શું ગૃહસ્થ ન હતા ? તેઓ તે ડરતા ન હતા અને તમે કેમ ડરો છો? એમ કહોને કે, “અમે કાયર છીએ અને આત્મા અને અમને શરીર તલવાર અને મ્યાનની માફક જુદાં છે એ વાત ઉપર દઢતા નથી.'
જ્યારે પિશાચ કામદેવના તલવારથી ટૂકડે ટૂકડા કરી નાંખવાનું કહેવા લાગે ત્યારે કામદેવ શું વિચારે છે તે જુઓ. કામદેવ વિચારવા લાગ્યા કે, “આ પિશાચ મારા ટૂકડે ટૂકડા કરી નાંખવાનું કહે છે પણ અનન્ત ઇન્દ્રો પણ મારા ટૂકડા કરી શકે એમ નથી તે આ શું કરશે? હું આત્મતત્ત્વને સમજું છું એટલે મને વિશ્વાસ છે કે, ટૂકડાં થશે તે શરીરના થશે, આત્માને તેથી કશી હાનિ થવાની નથી. શરીરનાં તે પહેલેથી જ ટૂકડાં થએલાં છે. તે જે તે તેમાં વધારે ટૂકડાં કરવા ચાહે છે તો ભલે કરે, એથી મને કશું નુકશાન થવાનું નથી ! આ તે મારો મિત્ર છે કે મને આત્મા અને મહાવીરકથિત ધર્મ ઉપર વિશ્વાસ છે કે નહિ તેની કસોટી કરે છે. મને વિશ્વાસ છે કે આત્માનાં ટૂકડાં થઈ શકતાં નથી તે પછી હું તેનાથી શા માટે ભય પામું ?”
હું આ વાત પહેલાં સાધુ-સાધ્વીઓને કહેવા ચાહું છું કે, જે તમારા શ્રાવકશ્રાવિકાઓમાં ભૂતાદિને ભય રહ્યો એ તમારી નબળાઈ ગણાશે. જે પ્રમાણે વિદ્યાર્થી નાપાસ થાય તે માસ્તરને પણ શરમાવું પડે છે તે જ પ્રમાણે શ્રાવક-શ્રાવિકાઓમાં ભૂતાદિને ભય રહેશે તો તે આપણા માટે પણ શરમજનક ગણાશે. જે ભગવાનને ધર્મ મળે ન હોય અને આત્માને ઓળખ્યો ન હોય તે ભય પામે એ જુદી વાત છે પણ ભગવાનને ધર્મ પામીને પણ ભય પામ એ કેમ ઠીક કહેવાય?
કામદેવે હસતા હસતા પિશાચને કહ્યું કે, “શરીરનાં ટૂકડાં કરવા હોય તે કર, પણ આ આત્માના તે ટૂકડા કરી શકે એમ નથી.” આ પ્રમાણે કહી કામદેવ જરા પણ ડથ કે ડગ્યા નહિ ! કામદેવ શા માટે કર્યો કે ડગ્યા નહિ તેનું એક બીજું કારણ પણ મને જણાય છે. કામદેવ વિચારે છે કે, “મેં આની કાંઈ હાનિ કરી નથી છતાં પણ તે ટૂકડા કરવાનું કહે છે તેનું શું કારણ? એનું કારણ એ જ છે કે, તેણે ધમને જાણ્યો નથી. એ તે ધર્મને પામે નથી પણ મેં તે ધર્મને મેળવ્યું છે માટે એની પણ તપાસ કરું કે તે કેવો છે? તેને અધર્મ મને નિષ્કારણ વૈરને ભાગી બનાવે છે અને મારો ધર્મ વૈરી ઉપર પણ ક્રોધ ન કરવાનું કહે છે! એ મને ધર્મ છેડવાનું કહે છે એને અર્થ એ છે કે હું મારો ધર્મ છોડી તેના જેવો પિશાચ બની જાઉં! ”