________________
૪૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ કઈ વીર પુરુષની સામે શત્રુ લડવા આવે છે તે તલવારને સંભાળશે કે મ્યાનને ! જે તે તલવારને હાથમાં નહિ લેતાં મ્યાનને હાથમાં લે તે તે વીર કહેવાશે અને શત્રુથી પિતાના શરીરની રક્ષા કરી શકશે ? આ જ પ્રમાણે જ્યારે તમારા ઉપર કોઈ આપત્તિઓ તૂટી પડે ત્યારે તલવારની માફક આત્માની તરફ ન જોતાં મ્યાનની માફક શરીરને જેવા લાગે તે વીર શ્રાવકને છાજે ખરું ? | ગમે તેટલી આપત્તિઓ માથે તૂટી પડે તે પણ શરીરની નશ્વરતા જાણી, આપત્તિ એને પૈર્યપૂર્વક સહેવી અને ધર્મની રક્ષા કરવી એમાં જ સાચી વીરતા છે. કામદેવ શ્રાવકે પિતાના ધર્મની રક્ષા કેવી રીતે કરી, તે તમને ટૂંકમાં સમજાવું છું:
કામદેવ શ્રાવક પૌષધશાળામાં ધર્મારાધન કરતા હતા. તે વખતે તેમની ધર્મપરીક્ષા કરવા માટે એક દેવ પિશાચનું ભયંકર રૂપ ધારણ કરી, હાથમાં તલવાર લઈ કામદેવની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે, “હે કામદેવ! હું તને કહું છું કે, તું તારે ધર્મ છેડી દે, નહિ તે તારે તેનું કડવું ફળ ભોગવવું પડશે ! જે આ તલવાર ! એની દ્વારા તારાં ટૂકડેટૂકડા કરી નાંખીશ! મારું કહ્યું તું માની જા. ''
આ પ્રમાણે દેવ લાલ આંખ કરી કામદેવને ડરાવવા લાગ્યો પણ કામદેવ જરાપણું ડર્યા નહિ! શાસ્ત્રમાં તે ત્યાં સુધી કહેવામાં આવેલ છે કે, પિશાચનાં કઠોર શબ્દો સાંભળીને કામદેવનું રુવાટું પણ ફરકયું નહિ ! તે જરાપણ ડગ્યા નહિ તેમ તે જરાપણ ભય કે ત્રાસ પામ્યા નહિ ! અહીં જરા વિચારવું જોઈએ કે, કામદેવ ભય કે ત્રાસ કેમ ન પામ્યા ! શું તેમને શરીર વહાલું ન હતું! શું તેમને સંપત્તિનો મોહ ન હતો ! કામદેવની પાસે અઢાર કરોડ ના મહેરો અને આઠ હજાર ગાયો હતી. આટલી બધી શ્રીમંતાઈ હોવા છતાં જ્યારે ધર્મનો ત્યાગ કરવા માટે પિશાચ મારી નાંખવાની ધમકી આપતે હતા ત્યારે ધર્મની રક્ષા આગળ તેમની શ્રીમંતાઈનો મેહ કે શરીરને મોહ આડે આવ્યા નહિ ! તેમના ધર્મપ્રેમની આગળ શ્રીમંતાઈને અને શરીરને મેહ તુચ્છ હતા.
કામદેવ ભગવાનને ભક્ત અને સાચે શ્રાવક હતે. પિશાચ પિતાને ધર્મથી ચુત કરવા માટે આવ્યું હતું એમ કામદેવ જાણતા હતા અને એટલા માટે ધર્મપરીક્ષાના સમયે ન ગભરાતાં હૈયે રાખી તેમાંથી પસાર થવા માટે પરમાત્માની પ્રાર્થના કરતા હતા કે, “હે પ્રભો ! જે મેં ધર્મ અને આત્માને જાણ ન હોત અને તારા શરણે આવ્યો ન હોત તે આ ધમંપરીક્ષા કોણ લેત ! મારા માટે તે આનંદને વિષય છે કે, મને ધર્મ અને આત્મા વિષે દૃઢ વિશ્વાસ છે કે નહિ તેની પરીક્ષા કરવા માટે આ મારો મિત્ર આવ્યો છે તે ધર્મપરીક્ષામાં ઉત્તીર્ણ થવા જેટલી મારામાં શક્તિસામર્થ્ય આવે એજ મારી પ્રાર્થના છે.”
પરીક્ષા એમની જ લેવામાં આવે છે જેઓ નિશાળે ભણવા જાય છે. જો કે નિશાળે જ જતો ન હોય તેની પરીક્ષા કોણ લે ! કામદેવ ધર્મની પાઠશાળામાં-વિધશાળામાં-ધર્મપાઠ ભણવા જતા હતા અને તેથી જ પિશાચ પરીક્ષક બની ધર્મપરીક્ષા લેવા આવ્યો હતો. એક પરીક્ષક તરીકે તે પિશાચે કામદેવની એવી સખત પરીક્ષા લીધી