________________
૨૧૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ શ્રાવણ રતા ન હતા પણ પોતાના વડવાઓની-પૂર્વજોની મહત્તા વધારતા હતા. તમે લોકો પણ તમારા પૂર્વજોને યાદ કરે છે કે નહિ?
આજે તે ભણેલા કે એમ કહેવા લાગ્યા છે કે, પહેલાના લોકો તે ગાંડા ઘેલા છે, એટલું જ નહિ કેટલાક તે પોતાના પિતાને પણ ભૂલી જાય છે. પણ જેઓ સમજદાર માણસ હોય છે તે લોકો તે પિતાના પિતાને આગળ કરે છે, અને તેમની પ્રતિષ્ઠા વધારે છે. પિતાના પિતાની પ્રતિષ્ઠામાં જ પોતાની પ્રતિષ્ઠા માને છે. ચીન વિષે એવું સાંભળ્યું છે કે, ત્યાં જો પુત્ર કાંઈ સારું કામ કરે છે તે તેની કદર તરીકે તેના પિતાને છલ્કાબ આપવામાં આવે છે. આનું કારણ એ જાણવામાં આવે છે કે, પિતાએ
જ્યારે પુત્રમાં સારાં સંસ્કારે રેડયા છે ત્યારે જ પુત્ર આ સુગ્ય બની શકે છે, માટે તેને પિતા જ પ્રતિષ્ઠાને પાત્ર છે. આ પ્રમાણે બુદ્ધિમાન લેકે પિતાના પૂર્વજોને હમેશાં આગળ કરે છે, તેઓ પૂર્વજોની પ્રતિષ્ઠામાં પોતાની પ્રતિષ્ઠા ગણે છે.
આ જ કારણે અથવા બીજા કોઇ કારણે, મુનિએ રાજાને કહ્યું કે, મારા પિતા કૌશાંબી નગરીમાં રહેતા હતા અને તેઓ ત્યાં પ્રચુરધનસંચયી હતા. આજના લોકો કેવળ નામ જ મોટું રાખે છે, પણ પહેલા નામે પ્રાયઃ ગુણાનુસાર જ પાડવામાં આવતાં હતાં, અને ગુણોને કારણે જ નામની પ્રસિદ્ધિ થતી હતી. મુનિએ પિતાના પિતાનું પ્રચુરધનસંચયી નામ બતાવીને રાજાને “હું પ્રચુર ધનસંચયીને પુત્ર હતા, તે બતાવ્યું છે. લક્ષ્મીવાનને પુત્ર પણ લક્ષ્મીવાન જ હોય છે. મુનિએ પિતાના નામઠારા પિતાની સંપત્તિને પરિચય આપી એ બતાવ્યું કે, હું આટલી બધી સંપત્તિવાળે હોવા છતાં હું અનાથ હતો.
મુનિનું આ કથન સાંભળી રાજા વિચારવા લાગ્યું કે, જ્યારે આ મુનિ આટલા બધા સંપત્તિવાળા હતા તે પછી તેઓ અનાથ કેમ કહે છે? " હવે મુનિ રાજાને પિતાની અનાથતા કેવી રીતે બતાવે છે તેને વિચાર આગળ કરવામાં આવશે. અત્યારે તે એટલું જ કહેવાનું છે કે, ભલે ક્રોડપતિને છોકરી હોય તે પણ મુનિના કથન ઉપરથી તેણે એમ સમજવું જોઈએ કે, જ્યાં સુધી આત્મા અનાથ છે ત્યાં સુધી ધન વ્યર્થ છે. ભલે ગમે તેટલી સંપત્તિ અને સગવડતા મળે પણ એને લીધે આત્મા કાંઇ સનાથ બની શકતું નથી. શાસ્ત્રના આ કથન ઉપર શ્રદ્ધા રાખી તમે એ બરાબર સમજી લો કે, સાંસારિક પદાર્થોથી ભલે ગમે તે ઉચ્ચ સ્થાનને પામો પણ એથી કાંઈ આત્મા સનાથ બની શકતા નથી. ધનને કારણે આત્મા પિતાની અનાથતાને દૂર કરી સનાથ બની શકતો નથી. વાસ્તવમાં ધર્મને ધનની સાથે કોઈ સંબંધ નથી તેમ ધનથી ધર્મ આદરી પણ શકાતો નથી; ગરીબ, ધનવાન કે જે કઈ ધર્મને આદરે છે, તેમને માટે ધર્મ છે, પણ ધનથી ધર્મ આદરી શકાય છે એ વાત ઠીક નથી. ધનવાન થઈ ધનના ગર્વને પચાવ એ કાંઈ સરલ કામ નથી. ધનવાન-ઋદ્ધિમાન થઈ મહા અનર્થો પણ પિતાના હાથે જ થઈ જાય છે. જેમકે દામોદરલાલજી મહન્ત ધનને કારણે જ વૈશ્યાના ફંદામાં ફસાઈ ગયા અને આખરે હદય બંધ પડી જવાને કારણે મૃત્યુ પામ્યા. આ પ્રમાણે ધન મદમાં તેમણે લાખ રૂપિયાની સંપતિ નષ્ટ કરી નાખી, પોતાની સામ્પ્રદાયિક પરંપરા પણ તેડી નાંખી અને જીવનનો પણ નાશ કરી નાંખે. હવે પરલોકમાં તેની ગતિ કેવી