________________
*
*
*
*
*
*
-
-
૬૧૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો માને કે, કોઈ એક અંધારા ઘરમાં એક દેરી પડેલી છે. એ દરીને સાપ સમજી એક માણસ ભય પામે. આ માણસને જે ભય પેદા થયો તે કેવી રીતે થયો? અવિદ્યાને કારણે જ ભય પેદા થયો ને ? એટલા માટે દેરીના વિષે સાપની કલ્પના થવી એ જ અવિદ્યા છે અને આ અવિદ્યાને કારણે જ ભય પેદા થાય છે. ભ્રમ, વિપરીતજ્ઞાન કે અવિદ્યા કહો એ એક જ વાત છે. તે માણસ દેરીને સર્પ માની ભય પામતા હતા એટલામાં જ એક બીજે માણસ આવ્યું. બીજા માણસે તે ભયભીત થએલા માણસને કહ્યું કે, તું ભય કેમ પામે છે તે ભયભીત થએલા માણસે કહ્યું કે, આ મકાનમાં સાપ છે. ત્યારે બીજા માણસે કહ્યું કે, એ સાપ નથી; પણ દેરી છે. આ પ્રમાણે બન્ને વચ્ચે વિવાદ થવા લાગે. એટલામાં જ કઈ બત્તી લઈને આવ્યું અને જોયું તે તે સર્પ નહિ પણ દેરી હતી. આ પ્રમાણે દેરી છે એ નિર્ણય થવાથી સાપને ભય ચાલ્યો ગયો. ( આ પ્રમાણે અવિવાને કારણે જ ભય પેદા થવા પામે છે અને અવિદ્યા દૂર થતાં જ ભય પણું મટી જાય છે. આ જ પ્રમાણે આત્માને જે દુ:ખ છે તે અવિદ્યાને કારણે જ છે. અવિદ્યા દૂર થતાં આત્મામાં કોઈ પ્રકારને કલેશ રહેવા પામત નથી.
તેરમાં ગુણસ્થાને ચડેલા ભગવાન અહંન્ત અવિદ્યાને નષ્ટ કરી દીધેલી હોય છે. અવિદ્યા જ કર્મનું મૂળ છે. જ્યારે મૂળ જ નષ્ટ થઈ ચૂક્યું હોય ત્યારે કર્મો કયાંથી હોય ? જે કે તેઓ હાલચાલે છે પણ કર્મો પેદા કરવા માટે હાલતા ચાલતા નથી, પરંતુ પૂર્વ કર્મોને નષ્ટ કરવા માટે જ હાલે ચાલે છે.
' કર્મો ત્રણ પ્રકારનાં છે. વિહિત, અવિહિત અને વિહિતાવિહિત. અર્થાત પુણ્ય, પાપ અને મિશ્ર એમ કર્મો ત્રણ પ્રકારનાં હોય છે. ભગવાન અહંન્ત એ ત્રણેય કર્મોમાંનું એક પણ કર્મ બાંધતા નથી. તેમને કેવળ ઈવહીની ક્રિયા લાગે છે પણ તે ક્રિયા એક સમયમાં બંધાય છે, બીજા સમયમાં ભગવાઈ જાય છે અને ત્રીજા સમયમાં તેની નિર્જરા થઈ જાય છે. આ પ્રમાણે ભગવાન અહંન્તને સંપ્રરાયની અપેક્ષાએ કર્મો લાગતાં જ નથી.
કલેશ અને કર્મ તે ભગવાન અહંન્તમાં હતાં જ નથી પણ વિપાક પણ હોતા નથી. વિપાકનો અર્થ કર્મનું ફલ એ થાય છે. કર્મફલરપિ જન્મ-મરણ આદિને વિપાક કહેવામાં આવે છે. પણ જ્યારે સંપ્રરાય કર્મો જ હતાં નથી તે પછી ફલસ્વરૂપ જન્મ-મરણને વિપાક હોઈ જ કેમ શકે ?
ભગવાનમાં આશય અર્થાત સંસ્કાર પણ હતું નથી. જેના દર્શન જેને સંસ્કાર કહે છે, અન્ય દર્શને તેને આશય કહે છે. સંસ્કારથી જ કર્મ કે વિપાક થાય છે. સંસ્કાર ન હોય તે કર્મ કે વિપાક થાય જ નહિ. જેમકે વડથી પૃથક્ થએલ વડના ફળમાં અનેક બીજ હોય છે. કોઈ માણસ એ બીજેમાંથી એક બીજ લઈ એમ કહે કે, આ બીજમાં વડનું આખું ઝાડ સમાએલ છે તે શું કઈ એ વાતને માની શકે ? અને જો એમ કહેનારને એમ કહેવામાં આવે કે વૃક્ષ ક્યાં છે એ બતાવે તે શું તે વૃક્ષ બતાવી શકે ખરો ? જે કે એ બીજમાં વૃક્ષ પ્રત્યક્ષ દેખાતું નથી તેમ બતાવી પણ શકાતું નથી પણ જો તે જ બીજને માટી-પાણી આદિને સંયોગ મળે તે શું એ જ બીજમાંથી વૃક્ષ પેદા થઈ ન શકે ? અવશ્ય થઈ શકે.