________________
૫૯૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
જ્ઞાન અને ક્રિયા વિષે પણ એમજ સમજો. કાઈ કહે છે કે, જ્ઞાન હૈાય તે। પછી ક્રિયાની શી જરૂર છે અને કાઈ એમ કહે છે કે, બડબડ કરવાથી અને જ્ઞાનને પ્રાપ્ત કરવાથી શા લાભ છે? આપણે તે ક્રિયા જ કરવી. જો કે લક્ષ્ય તા બન્નેનું આત્મકલ્યાણ સાધવાનું છે, પણ બન્નેમાં કુસંપ હાવાથી—કૈવલ એક એક શક્તિ હેાવાને કારણે બન્નેમાંથી કાઈ લક્ષ્ય પ્રાપ્ત કરી શકતું નથી. લક્ષ્ય તા ત્યારે જ સિદ્ધ થઈ શકે કે જ્યારે બન્નેની શક્તિઓનું એકીકરણ-સમન્વય કરવામાં આવે. શાસ્ત્ર કહે છે કે, જે જ્ઞાન ક્રિયાનું ખંડન કરે છે તે જ્ઞાન નહિ પણ અજ્ઞાન છે અને જ્ઞાન વિનાની જે ક્રિયા કરવામાં આવે છે તે પણ નકામી છે, લાભ તા ત્યારે જ થઈ શકે કે જ્યારે જ્ઞાનની સાથે ક્રિયા કરવામાં આવે.
વ્યવહારમાં પણ જ્ઞાન અને ક્રિયા બન્નેની કહે કે, સ્વત ંત્રતા પ્રાપ્ત કરવી જોઈએ. પરંતુ પ્રાપ્ત થઈ શકે નહિ. જ્ઞાન અને ક્રિયા બન્ને હેાય તેા જ સ્વતંત્રતા કડકડતી ભૂખ લાગી છે અને ભાજન કરવું છે પરંતુ ભોજન કૅવી રીતે કરવું એનું પણ જ્ઞાન હાવું જરૂરી છે. આ પ્રમાણે જ્ઞાનપૂર્વક ભાજન કરવાથી જ ભૂખ મટી શકે છે. ભાજન મુખથી જ કરી શકાય છે, કાનદ્વારા ખાઈ શકાતું નથી. આ જ્ઞાન હોય તે જ ભાજન
કરી શકાય છે.
આવશ્યકતા રહે છે. જેમકે કેાઈ માણસ સ્વતંત્રતા કેવળ જ્ઞાનથી કે કેવળ ક્રિયાથી
પ્રાપ્ત થઈ શકે. જેમકે
'
તમે લાકા એ તા જાણેા જ છે કે, મુખદ્રારા ભાજન થાય છે. એનું જ્ઞાન તે બધાને હાય છે પરંતુ સાથે સાથે જે ભેાજન કરવામાં આવે છે તે પથ્ય છે કે અપથ્ય તેનું પણ જ્ઞાન હાવું આવશ્યક છે. જો અપથ્ય ભોજન કરવામાં આવે ત। લોકા પરિણામે રાગી અને દુ:ખી થતાં જોવામાં નથી આવતા ? આ પ્રમાણે વ્યવહારમાં પણ જ્ઞાન અને ક્રિયા બન્નેયની આવશ્યકતા રહે છે, એકથી કામ ચાલી શકતું નથી. જ્ઞાન વિનાની કરવામાં આવેલી ક્રિયા હાનિપ્રદ નીવડે છે. સાથે સાથે ક્રિયાવિહીન જ્ઞાન પણ પોપટીયું જ જ્ઞાન છે. ઉદાહરણને માટે એક માણસે એક પાપટને એમ શીખડાવ્યું કે, · બિલાડી આવે ત્યારે ડરતા રહેવું. ' પોપટ તા ખિલાડી આવે ત્યારે ડરતા રહેવું' એમ રટતા રહ્યો. એકવાર ખિલાડી આવી અને તે પાપઢને પંજામાં પકડી પણ લીધા પણ તે તે એમ જ રટતા રહ્યો કે, બિલાડી આવે ત્યારે ડરતા રહેવું. લાકા કહેવા લાગ્યા કે, ‘અરે! મૂખ પેપટ ! ખિલાડી કયારે આવશે અને તું યારે ડરતા રહીશ ?' આ પ્રમાણે તે પોપટને ‘બિલાડી આવે ત્યારે ડરતા રહેવું' એ જ્ઞાન તે। હતું પરંતુ તે જ્ઞાન સક્રિય—ક્રિયાત્મક ન હેાવાને કારણે તે નાન કાઈ કામનું રહ્યું નહિ, નિષ્ફળ નીવડયુ.
:
.
આજની શિક્ષા પણ પાપડીયા શિક્ષણના જેવી બની રહી છે. જે વસ્તુ ઉપર પેાતાના અધિકાર નથી તે વસ્તુને પેાતાની માનવી અને જે વસ્તુ પોતે બનાવી શકતા નથી એ વસ્તુ મેળવીને અભિમાન કરવું અને જીવનને પરતંત્ર બનાવવું એ પોપટીયું જ્ઞાન છે. ઉદાહરણ તરીકે જે પાઘડી તમે પહેરા છે તે પાધડી બનાવવામાં તમે શું કર્યું છે? શું તમે તે પાઘડીને વણીકે રંગીછે? તમે જે ધેાતીયું પહેરે છે। અને તે પહેરીને અભિમાન કરેા છે તે ધેાતીયાને તમે કાઈ દિવસ બનાવ્યું છે ? જો નહિ ત। પછી તેને પહેરવામાં અભિમાન કેમ કરી શકેા અને પેાતાની કેમ માની શકે ?