________________
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદી ૫ શનીવાર
પ્રાર્થના કુથ જિનાજ તૂ ઐસે, નહિ કેઈ દેવ તે જેસે; રિલેકીનાથ તુ કહીએ, હમારી બાંહ દહ રહિએ, કે કુંથુ છે
કુંથુનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. ઉચ્ચકેટિની પ્રાર્થનામાં આત્મા અને પરમાત્માની એકતાની જ ભાવના હોય છે. જે આમ માનવામાં આવે તે પ્રશ્ન એ થાય છે કે, જ્યાં અજ્ઞાનથી ઘેરાએલ, સંસારમાં ભટકનાર મલિન આત્મા? અને ક્યાં પરમાત્મા કુન્થનાથનું નિર્મળ સ્વરૂ૫? આ બન્નેની એકતા કેવી રીતે થઈ શકે ! આત્મા અને પરમાત્માની એકતાની પ્રાર્થના કરવી એ તે સાધારણ માણસ બાદશાહ બનવાની ઇચ્છા કરે એના જેવી વાત છે. જે પ્રમાણે સાધારણ માણસની બાદશાહ બનવાની ઈચ્છા કરવી એ કેવળ શેખચલ્લીની કલ્પના કહી શકાય, તે જ પ્રમાણે કર્મલિપ્ત આત્મા અને નિર્મળ પરમાત્માની એકતા ચાહવી એ પણ કેવળ શેખચલ્લીની કલ્પના જ કહી શકાય. આત્મા અને પરમાત્માની એકતા કેવી રીતે સાધી શકાય એ તે બહુ મેટી વાત છે.
આ પ્રમાણે વિચારતાં આત્મા અને પરમાત્માની એકતા સાધવી બહુ મુશ્કેલ જણાય છે પણ તે વિષે ઊંડો વિચાર કરવાથી એ બહુ મુશ્કેલ વાત નથી.
સાધારણ માણસ બાદશાહ બનવાની ઈચ્છા કરે એ કદાચ અસંભવિત કે અસ્થાનીય કહી શકાય, પણ આત્મા અને પરમાત્માની એકતા સાધવી એ અસંભવિત કે અસ્થાનીય નથી. ભગવાને પોતે જ્યાં ગંભીર તોને ઉપદેશ આપ્યો છે ત્યાં એમ કહેલ છે કે, “મારે અને તમારો આત્મા સમાન જ છે.” આ વિષે પ્રમાણે પણ બતાવવામાં આવ્યાં છે.
જે લક્ષ્યાર્થી અને વાચ્યાર્થ બરાબર ધ્યાનમાં રાખવામાં આવે, તે આત્મા અને પરમાત્માની એકતા કેમ સાધી શકાય એ પ્રશ્નને ઉકેલ સહેજે થઈ જાય.
આત્મા અને પરમાત્માને વાચ્યાર્થ તે ભિન્ન છે પણું લક્ષ્યાર્થ એક છે. જેમકે કોઈ બાળકનું નામ પાડવામાં આવ્યું. બાળક તે માણસ છે અને સિંહ તે પશુ છે. તે પછી મનુષ્યને સિંહ કેમ કહેવામાં આવે. આ રીતે મનુષ્યને સિંહ નામથી સંબોધ તે અર્થનું નામ વાચ્યાર્થ છે. અહીં એ જોવાની જરૂર છે કે, મનુષ્ય તે સિંહ થઈ શકતો નથી, એટલા માટે વાધ્યાર્થીની દૃષ્ટિએ એ અર્થ બંધબેસતું નથી પણ એને લક્ષ્યાર્થ જોવામાં આવે તે એ અર્થ બંધ બેસી શકે. સિંહ અને મનુષ્યમાં જે ગુણનું સામ્ય હોય તે ગુણનું લક્ષ્ય કરી, એટલે શુરવીરતા જે સિંહને ગુણ છે તે ગુણનું લક્ષ્ય કરી, મનુષ્યને સિંહ કહેવામાં આવે છે તે લક્ષ્યાર્થ બંધ બેસી શકે છે. આ જ પ્રમાણે આત્મા અને પરમાત્માની એકતા વાર્થ અને લક્ષ્યાર્થીની દષ્ટિએ કહેવામાં આવે છે.