________________
વઢી ૪ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૨૯૭
આધાર લઈ, અમૃતવેલ મીઠાં ફળ આપે છે, તેમ મારા આધાર પામીને, જો અમૃતવેલ સમાન આ રાણી, વિષલ આપે તેા હું કલ્પવૃક્ષ સમાન કેમ કહેવાઉં! '”
સુદન આ પ્રમાણે મનમાં વિચાર કરે છે. આ બાજુ રાણી, સુદર્શનને મૌન ખેડેલા જોઇ અને પોતાનેા પ્રયત્ન નિષ્ફળ થતા જોઇ આગળ કહેવા લાગી કેઃ—
ફરું જતન તુમ જાવ જીવ લગ, પ્રાણુ બરાબર માન;
તન, ધન, જોમન તુમ પર અર્જુન, અમસે લા યહ જાન ॥ ધન૦ પૂર્વે ૫ ચથ જન્મ સુજ ગયા આજલગ, ખબર ન તુમરી પાઈ,
આજ સુદ્દિન ચહુ હુઆ રોઠજી ! વાય પડિતા લાઈ. ા ધન૦ ૬૦ા
"6
સુદર્શનને મૌન ખેડેલા જોઇ રાણી વિચારવા લાગી કે, “હું ભૂલી ગઈ. આ વણિક છે. વિષ્ણુકા ભયથી વધારે ડરે છે. એટલા માટે મને રાણી જાણી રાજાના ભયથી તે માન તાડતા નહિ હૈાય ! માટે સર્વ પ્રથમ એને ભય દૂર કરવા જોઇએ.” આ પ્રમાણે વિચાર કરી, તે સુદનને કહેવા લાગી કે, શેઠજી ! હું તમારી સાથે જે સંબધ જોડવા ચાહું છું તે કેવળ આજના માટે નહિ પણ જ્યાંસુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાંસુધી એ સંબંધ જોડવા ચાહું છું. આજથી મારું તન, મન, ધન વગેરે તમને સમર્પિત કરું છુ. તમને કદાચ એવા ભય હશે કે, રાજાને આ સબંધની ખબર પડી જાય તેા ગજબ જ થઈ જાય ને? પણું સુદર્શન ! અમારા ત્રિયાચરિત્રને કાણુ જાણી શકે છે ? કહેવત પણ છે કેઃ દેશો ન જ્ઞાનાતિ તો મનુષ્યો જ્યારે દેવા પણ અમારા ત્રિયાયરિત્રને જાણી શકતા નથી તેા પછી મનુષ્યા શી વિસાતમાં છે !
તમે પ્રત્યક્ષ જ જીએ કે, “તમને ત્રિયાચરિત્રદ્વારા મહેલમાં કેવી રીતે લાવવામાં આવ્યા ? આ પ્રમાણે આપણા સંબંધને રાજાને પણ ખબર નહિ પડે, એ વિષે તમે નિશ્ચિત અને નિય રહેા. માટે નિય થઈ માન તાડા અને મારી સાથે સંબંધ જોડા, ”
એકાન્તમાં અભયા જેવી સુંદરીને સુયાગ મળવા છતાં અને તેનાં આવાં પ્રશ્નેાભક વચન સાંભળવા છતાં પણ સુદર્શન પેાતાના વિચારમાં દૃઢ રહ્યો તેનું પ્રધાન કારણ તેને દૃઢ સંકલ્પ છે. આજે જેએ ‘ મહાત્માજી 'ના નામે સુપ્રસિદ્ધ છે તે ગાંધીજી પણ જો તમારા આ જ રાજકોટ શહેરમાં અને તમારા જ એક જૈન મુનિ બેચરજી મહારાજ પાસે પરસ્ત્રી, માંસ અને મદિરાપાનના ત્યાગના દૃઢ સકલ્પ ન કરી પરદેશ ગયા હોત તા, ન જાણે તેમની ત્યાં કેવી દશા થાત ! આ પ્રમાણે ‘દૃઢ સ`કલ્પમાં જ' એવી શક્તિ રહેલી છે કે, જે સંકટના સમયે પણ મનુષ્યની રક્ષા કરે છે.
તમે પણ તમાએ લીધેલ પ્રતિજ્ઞાનું કે તમાએ કરેલ સંકલ્પનું બરાબર પાલન થાય છે કે નહિ તેને સાવધાનીપૂર્વક વિચાર કરે, અને લીધેલી પ્રતિજ્ઞાનું હંમેશાં દૃઢતાપૂર્ણાંક પાલન કરેા. જો તમે તમારી લીધેલી પ્રતિજ્ઞામાં દૃઢ રહેશે તે સુદર્શનની માફક ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ ધર્મનું પાલન કરી શકશેા, અને તમારું કલ્યાણ જ થશે,
–
૩૮