________________
વદી ૫]
રાજકોટ-ચાતુર્માસ
[ ૨૯
આત્મા અજ્ઞાની, કર્મલિત છે જ્યારે પરમાત્મા જ્ઞાનસ્વરૂપ અને કમરહિત છે. એટલા માટે વાચ્યાર્થીની દષ્ટિએ આત્મા અને પરમાત્માની એકતા સાધી શકાતી નથી, પરંતુ બન્નેની એકતા બતાવવાનો લક્ષ્યાર્થ શું છે એ જોવામાં આવે તે કોઈ પ્રકારને સંદેહ રહેવા પામે નહિ! આત્મા અને પરમાત્માની એકતા ચૈતન્ય ગુણની દ્રષ્ટિએ છે. જે ચૈતન્ય ગુણ પરમાત્મામાં છે તે જ ગુણ આત્મામાં પણ છે. કેમ કે અજ્ઞાનને દૂર કરી શકાય છે પણ બન્નેમાં જે ચિંતન્ય ગુણ છે તે કોઈપણ પ્રકારે દૂર કરી શકાતું નથી. તે સ્થાયી ગુણ છે, તે સ્થાયી ચિંતન્ય ગુણને કારણે જ આત્મા અને પરમાત્માને એક કહેવામાં આવે છે. ભકતો પણ એ જ કહે છે કે –
તૂમ હિ હમ એકતા જાનું, દ્વત ભ્રમ-કલપના માનું.”
હે પ્રભો ! ચૈતન્ય ગુણને લીધે મારી અને તારી એક્તા છે, કાંઈ ભિન્નતા નથી. આ કારણે મારી અને તારી વચ્ચેની એકતા કૃત્રિમ એકતા નહિ પણ લક્ષ્યાર્થીની દષ્ટિએ સ્વાભાવિક એકતા છે.
આ કથન ઉપરથી “મારો આત્મા પણ પરમાત્મા પદને ગ્ય છે' એ વિશ્વાસ પેદા કરવા જોઈએ. પણ કેવળ વિશ્વાસ પેદા કરવાથી કાંઈ વળતું નથી, પણ પરમાત્મા અને આત્માની એકતા સાધવામાં જે બાધક કારણો હોય તેને દૂર કરવાનો પુરુષાર્થ પણ કરવો જોઈએ. પુરુષાર્થ કરવાથી તમારો આત્મા પરમાત્મપદને પણ પ્રાપ્ત કરી શકે છે. અને જે પુરુષાર્થ કરવામાં ન આવે તે આત્મા અને પરમાત્માની એકતાં થવી શક્ય હોવા છતાં પણ આત્મા પહેલાંની માફક ભટક્યા જ કરશે.
ઉદ્યોગને ક્રિયા પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે બધા પ્રાણીઓ કઈને કઈ ક્રિયા કરતાં જ હોય છે પણ અજ્ઞાનતાપૂર્વક કરવામાં આવેલી ક્રિયાથી કશે લાભ થત નથી. પ્રત્યેક ક્રિયા જ્ઞાનપૂર્વક કરવી જોઈએ. જે ક્રિયા સાનાનુસારિણું ન હોય તે ક્રિયા પ્રાયઃ નિષ્ફળ નીવડે છે. અનાથી મુનિને અધિકાર-૩૨
અનાથી મુનિ જા શ્રેણિકને આજ વાત કહે છે. તેઓ કહે છે કે, આત્માની અનાથતાનું કારણ આત્મા અને પરમાત્માની એકતા ભૂલી જવી, એ છે. જે કોઈ આત્મા અને પરમાત્માની એકતા સાધી ભિન્નતાને દૂર કરવાને સંકલ્પ-નિશ્ચય કરે તે આત્મા અનાથ રહી શકે નહિ !
સંક૯૫નું માહાભ્ય કેવું છે તે સમજવાની પણ જરૂર છે. જ્યાં સુધી સત્સંકલ્પ કરવામાં આવતું નથી ત્યાં સુધી આત્મા અનાથતાને દૂર કરી શકતો નથી. અનાથી મુનિએ કેવો સસંકલ્પ કર્યો અને તેમણે પિતાની અનાથતા કેવી રીતે દૂર કરી તેને વિચાર કરે !
અનાથી મુનિ કહે છે કે, “ જ્યારે ભારે રોગ અનેક પ્રયત્નો કરવા છતાં પણ શાન્ત ન થયે ત્યારે મને એવું ભાન થયું કે, મને કેઈ બીજું દુઃખ આપતું નથી પણ મારો આત્મા જ મને દુઃખ આપી રહ્યો છે, તે બીજો કોઈ મારા દુઃખને કેમ મટાડી શકે ?