________________
૩૮૮),
શ્રી જવાહિર-વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
બાદ શરીરમાં અશક્તિ જણાતાં એમ વિચાર કરું છું કે, દૂધ નહિ લઉં તે ઠીક નહિ રહે. આ પ્રમાણે પ્રતિજ્ઞા ન લેવાને કારણે ઉપવાસ કરવામાં શિથિલતા આવી જાય છે. જ્યારે મારા વિષે આમ બને છે તે બીજાને પણ આમ બનતું હોય એમાં શું આશ્ચર્ય ?
શેઠ પણ પિતાની સત્યની પ્રતિજ્ઞાનો વિચાર કરી મૌન રહ્યા. સમજાવવા આવનાર પ્રજાના પ્રતિનિધિ લોકો નારાજ થઈને સુદર્શનને કહેવા લાગ્યા કે, “આ તે વળી કેવી હઠ ?, કાંઈ બલવું જ નહિ. રાજા ઠીક કહેતા હતા.” આ પ્રમાણે પ્રતિનિધિ લેકો નારાજ થવા લાગ્યા પણ મેઘની ગર્જના સાંભળી જેમ પપૈયે પ્રસન્ન થાય તેમ શેઠ પણ લોકોની નારાજીથી ભયભીત ન થતાં ઊલટા પ્રસન્ન થવા લાગ્યા. લેકે શેઠથી નારાજ થઈને રાજાની પાસે ગયા. |
જૂઠા ભૂકા બેન જગતમેં, યહ સચ્ચા લે જાન; 1 વિધ વિધ સે મેં પૂછી શેઠ, ઉખલત નહીં જબાન. એ ધન ૯૨
ચાર જ્ઞાન ચૌદહ પૂરવધર, મેહ ઉદય ગિર જાય; - શેઠ બિચારે કોન ગિનતમેં, મેં લે મન સમજાય. ધન હ૩ પ્રજાના પ્રતિનિધિ લેકો રાજા પાસે ગયા અને કહેવા લાગ્યા કે, “હે મહારાજા ! અમારે અપરાધ ક્ષમ કરે. અમે આપના કથન ઉપર વિશ્વાસ રાખ્યો નહિ, અને અમે શેઠને સમજાવવા ગયા. આ અમારે અપરાધ છે. અમે એમ વિચાર્યું કે, કોઈ કારણ હશે એટલે શેક કાંઈ બોલ્યા નહિ હોય! પણ હવે અમને જણાયું કે, આપ દયાળુ, કૃપાળુ અને માતાપિતાની માફક રક્ષક છે એટલે શેઠની જેટલી ચિંતા તમને હોય તેટલી અમને ન હોય! અમે બહુ ઉતાવળ કરી અને ઉતાવળમાં શેઠને પૂછવા ચાલ્યા ગયા. આ અમારે અપરાધ છે. અમે આ અપરાધ કર્યો છતાં તેનું કોઈ સુંદર પરિણામ ન આવ્યું. અમે ઘણે પ્રયત્ન કર્યો પણ શેઠે કાંઈ બોલ્યા જ નહિ. !” . . ' ''પ્રજાના પ્રતિનિધિઓમાંથી એક પ્રતિનિધિએ આમ કહ્યું, ત્યાં બીજા પ્રતિનિધિએ કહ્યું : કે “શેઠ બેલે પણ શું? સંસારમાં એ વાત તે પ્રસિદ્ધ જ છે કે , જૂઠે માણસ કાંઈ બેલી શકતા નથી. આ સિવાય અમે ગુરુના મુખે સાંભળ્યું છે કે, સારું જ્ઞાન અને ચૌદ પૂર્વધારી મહાત્માઓ પણ પડી જાય છે તે પછી બિચારા શેઠ તે ગણત્રીમાં જ શું છે!” 2. રાજાએ પ્રજાના પ્રતિનિધિઓને પૂછયું કે, “તમારી હવે સલાહ શું છે?” પ્રતિનિધિઓએ જવાબ આપ્યો કે, “આપની સલાહમાં અમે સહમત છીએ. જો કે, શેઠને શૂળીએ ચાવવાથી નગરને હાનિ અવશ્ય પહોંચશે પણ આવો માણસ રહે તે પણ શા કામને? - તે તે ખરાબ માણસ છે.”
- રાજા વિચારવા લાગ્યો કે, “શેઠને હું હલકી સજા પણ આપી શકું પણ રાણીએ એવી પ્રતિજ્ઞા કરી છે કે, કાં તે શેઠ જીવતા રહે અને કાં તો હું જીવતી રહું. આ પ્રતિજ્ઞાના કારણે તથા નાગરિકોની દૃષ્ટિએ પણ સુદર્શન અપરાધી છે. એ કારણે શેઠને શૂળીએ ચડાવવાની જ સજા આપવી જોઈએ.”
આ પ્રમાણે વિચાર કરી રાજાએ શેઠને શૂળીએ ચડાવવાનો હુકમ કર્યો. હવે શેઠને શૂળીએ કેવી રીતે ચડાવવામાં આવે છે અને ત્યારે શું થાય છે તે વિષે હવે પછી આગળ ' વિચાર કરવામાં આવશે.
'