________________
શુદ ૩] રાજકેટ-ચાતુર્માસ
[૩૮૭ હું સત્યવ્રતને ઉદ્દેશ જાણવા છતાં તેની વિરુદ્ધ કેમ જઈ શકું અને બેલી શકું ? જેને મેં માતા તરીકે સંબંધી છે તેને કષ્ટમાં શી રીતે પાડી શકું? એટલા માટે મારા ઉપર ભલે ગમે તેટલાં કષ્ટ પડે પણ હું માતાને તે કષ્ટમાં પાડવા નહિ દઉં ?”
સુદર્શનના આ કાર્યનું નામ જ વ્યક્તિ સ્વાતંત્ર્ય છે. વ્યક્તિ સ્વાતંત્ર્યને મહત્ત્વ આપનાર વ્યક્તિ, અનાથી મુનિની માફક સ્વતંત્ર બની શકે છે. વ્યક્તિ સ્વાતંત્ર્યનું નામ આપવું અને સ્વછંદ બનવું એ તદ્દન અનુચિત છે.
જેને મેં એકવાર માતા તરીકે સ્વીકારેલ છે અને કષ્ટમાં ઉતારું એ કેમ બની શકે! આ પ્રમાણે વિચાર કરી સુદર્શન મૌન રહ્યો.
ભારતમાં સત્યના તત્ત્વ ઉપર લેકે કેવી રીતે દઢ રહ્યા છે અને રહે છે એને ઈતિહાસ ઘણો જ ઉજજવેલ છે. હરિશ્ચંદ્ર રાજાની રાણી પિતાના મરેલા પુત્રને ખોળામાં લઈ રેતી હતી, છતાં રાજાએ તે એમ જ કહ્યું કે, “કર આપે તે જ પુત્રને અગ્નિસંસ્કાર કરી શકશે?” રાણીએ કહ્યું કે, “તમે કર કોની પાસે માગો છો ? શું હું તમારી પત્ની નથી? તમારે વિવાહ મારી સાથે થયો નથી ? શું આ પુત્ર તમારે નથી ? અને શું આ પુત્રને દાહ સંસ્કાર કરવાને ભાર તમારી ઉપર નથી ? છે તો પછી મારી પાસે કર શા માટે માંગે છે?”
રાણીનું આ કથન સાંભળી રાજાએ પુત્રને અગ્નિસંસ્કાર શું કરી આપવો જોઈએ?
ઘણું લેકે એમ કહે છે કે, મેં અમુક કામ દબાણમાં આવી કરી નાંખ્યું પણ જે લેકે વીર હોય છે તેઓ કેઈનું દબાણ થાય તે પણ સત્ય વાતને છોડી દેતા નથી.
હરિશ્ચંદ્ર રાજાએ પણ પિતાની રાણીને કહ્યું કે, “રાણી ! તમે જે કાંઈ કહે છે તે ઠીક છે પણ પહેલાં તમે એ વિચાર કરે કે, આપણે શા કારણે વેચાયાં છીએ, શા કારણે હું દાસ અને તમે દાસી બન્યા છીએ ? અને શા કારણે આ મૃત પુત્રને લઈ તમે પોતે અહીં આવ્યા છે ? આ બધું સત્યને માટે જ થયું છે ને ? તે પછી આજે એક પૈસા માટે સત્યને ત્યાગ કર્યું અને કર લીધા વિના આ પુત્રને બાળવા દઉં એ શું ઉચિત છે? થોડા કામને માટે સત્યને ત્યાગ કેમ થઈ શકે?”
સત્યનું આવું લંત ઉદાહરણ બીજે ક્યાં મળે એમ છે કે ભારતમાં આવી કપરી સ્થિતિમાં પણ સત્યનું પાલન કરવું આવશ્યક બતાવવામાં આવ્યું છે. હવે તમારે શું કરવું જોઈએ તેને તમે પોતે વિચાર કરે. એમ થવું ન જોઈએ કે, તમે અહીં તે હાથ જોડી વતપ્રત્યાખ્યાન લઈ લે અને ઘેર જઈને એ વ્રતપ્રત્યાખ્યાનને ભૂલી જાઓ. આજે ઘણી જગ્યાએ આવું જ બને છે, અને તેથી જ અમે બધાની સાક્ષીએ વ્રતપ્રત્યાખ્યાન આપીએ છીએ. વ્રત લેવામાં સંઘની સાક્ષીની જરૂર રહે છે. કેટલાક લોકો કહે છે કે, પ્રતિજ્ઞા લેવાથી શે લાભ ? પણ આમ કહેવું એ ભૂલ છે. પ્રતિજ્ઞાને લીધે જ સંસાર ટકી રહ્યો છે. પ્રતિજ્ઞા લેવાથી દઢતા આવે છે, એટલા માટે પ્રતિજ્ઞા અવશ્ય લેવી જોઈએ; એવો ભગવાન મહાવીરને સિદ્ધાન્ત છે. વ્યવહારમાં પણ પ્રતિજ્ઞાનું કેવું મહત્ત્વ છે તે જુઓ. કેટલાક લોકો કહેવા લાગે છે કે, અમુક વાતમાં મારું મન તે પૂરું હતું પણ પ્રતિજ્ઞા ન લેવાથી એમ બની ન શક્યું. અર્થાત પ્રતિજ્ઞા ન લેવાથી કરવા ધારેલું કામ કરી શકાયું નહિ. મારી પિતાની જ વાત કહું. જયારે ઉપવાસની પ્રતિજ્ઞા લઈ લઉં છું ત્યારે તે ઉપવાસ કરું જ છું; પણ જ્યારે ઉપવાસનું મન તે હેય પણ પ્રતિજ્ઞા લીધી હતી નથી, ત્યારે જંગલમાંથી આવ્યા