________________
શુદ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૩૭૯
આજે લોકા ‘સ્વરાજ્ય’ ની માંગણી કરે છે પરંતુ જો રામરાજ્ય કે સુરાજ્ય હાય તા સ્વરાજ્યને પ્રશ્ન જ પેદા ન થાય ! રામરાજ્ય કે સુરાજ્ય ન હેાવાને કારણે જ સ્વરાજ્યના પ્રશ્ન ઉભા થવા પામ્યા છે.
નગરજને કહેવા લાગ્યા કે, મહારાજનું કહેવુ` બરાબર છે. અમે હમણાં જ શેઠની પાસે જઈએ છીએ. તેઓ શા માટે નહિ ખેલે ! ખેલ્યા વિના કામ થાડું જ ચાલે છે! તેમણે ખેલવું તેા પડશે જ !
રાજાએ નગરજનાને કહ્યું કે, જુએ! ત્યાં સુદર્શન શેઠે બેઠા છે. તેને મારા તરફથી ક્રાઈ પ્રકારનું કષ્ટ આપવામાં આવ્યું નથી. તમે લેાકા તેમની પાસે જઈ, બધી હકીકત પૂછી શકેા છે ? પ્રજાના પ્રતિનિધિ લેાકા સુદર્શનની પાસે જઈ કહેવા લાગ્યા કે, “ હે ! મહાભાગ ! તમે તેા પૌષધ વ્રત લઈ ધમ ધ્યાનમાં બેઠા હતા તેા પછી અહીં ક્યાંથી ! એવી શી ઘટના બનવા પામી કે, તમે અહીં આવી ગયા ! રાજના મહેલમાં આવવાને કારણે તમારા ઉપર આરેાપ મુકવામાં આવ્યા છે, અરે! એ આરાપને કારણે રાજા તમને શૂળીએ ચડાવવાના દંડ આપી રહ્યા છે. એટલા માટે સાચી હકીકત શું બનવા પામી છે. તે આપ કહે!! નહિ મેલે તા કામ નહિ ચાલે ! આ તમારું શરીર તમારા પોતાનું એકલાનું નથી, પણ પ્રજાનું અને ધર્માનું પણ છે. નિષ્કારણ તમારા આ શરીરને નાશ થાય એ ઉચિત નથી, એટલા માટે ધની રક્ષા માટે પણ તમે સત્ય હકીકત કહે. તમારા મૌનથી તો ધર્મની હાનિ થશે. તમે નગરજનેાના નાયક છે. જો તમારા જેવા ધર્માત્મા ઉપર કાઈ આપ ચડાવે તેા તેથી ધર્મની નિંદા થશે અને ધર્મમાં શું પડ્યું છે? એમ લેાકા પણ કહેવા લાગશે. આ કારણે પણ તમે મૌન ખાલી સત્ય હકીકત કહેા.
નગરનેની વાત સાંભળી સુદર્શન શેઠ વિચારવા લાગ્યા કે, “ નગરજનાં ‘ધર્મની હાનિ થવી ન જોઈએ' એમ કહે છે અને મારું પણ એ જ લક્ષ્ય છે કે, ધર્મની હાનિ કાઈપણ રીતે થવી ન જોઈએ. પરંતુ આ લોકેા ધર્મને ખાદ્ઘદષ્ટિએ જુએ છે અને હું ધર્મને અંતર્દષ્ટિએ જોઉં છું. બસ આ જ અંતર છે. હું એમ વિચારું છું કે, મારા ખાલવાથી માતાને કષ્ટ થશે અને મે ધર્મીની દૃષ્ટિએ જ એ વિચાર કર્યાં છે. આવી અવસ્થામાં હું કેવી રીતે ખાલી શકુ...! મારા ખેલવાથી તેા ધર્મની વધારે હાનિ થશે. ”
આ પ્રમાણે વિચાર કરી પ્રજાજનેાની વાત ઉપર સુદર્શન શેઠ હસ્યા. શેઠને હસતા જોઈ નગરજના કહેવા લાગ્યા કે, આપ તે અમારી વાતને હસી કાઢે છે પણ અમારી વાત હસી કાઢવા જેવી કે ઉપેક્ષા કરવા જેવી નથી. અમારી વાતને હસી કાઢે નહિ પણ સાચી વાત શું છે તે આપ કહે.
વ્યક્તિ–સ્વાતંત્ર્ય અને સમાજ-સ્વાતંત્ર્યમાં ક્રાને મહત્ત્વ આપવું જોઈએ ! ધર્મમાં વ્યક્તિસ્વાત'ત્ર્યને જ સ્થાન છે અને એ કારણે પ્રત્યેક વ્યક્તિ પાતાની ઉન્નતિ કરવા માટે સ્વતંત્ર છે. સુદર્શન વ્યક્તિ-સ્વાતંત્ર્યની દૃષ્ટિએ જ ચૂપ રહી ધર્મની રક્ષા કરી રહ્યા છે. ખીજી બાજું નગરજને સુદર્શીનને ખેલવા માટે પ્રેરણા કરે છે, તે લેાકેા વ્યક્તિસ્વાતંત્ર્યનું મહત્ત્વ જાણુતા નથી અને એ કારણે જ સમાજ સ્વાતંત્ર્યને મહત્ત્વ આપે છે. જો કે સમાજસ્વાતંત્ર્યની પણ આવશ્યકતા છે પણ તેના ભોગે વ્યક્તિ-સ્વાતંત્ર્યને ભૂલી જવું ન જોઈએ.