________________
વદી ૫]
રાજકેટ-ચાતુર્માસ
[૩૦૧
કહેવામાં ન આવે ત્યાંસુધી રોગ દૂર કેવી રીતે થઈ શકે ! જે પ્રમાણે અનાથી મુનિએ અધિકારી બનીને પોતાની અનાથતા દૂર કરી તે જ પ્રમાણે તમે પણ અધિકારી બની સંકલ્પ કરે તે રોગ પણ દૂર ચાલ્યાં જાય.
અનાથી મુનિ કહે છે કે, “હે રાજન ! મને હવે ખબર પડી કે, મેં મારા સંકલ્પથી જ એ રોગોને પકડી રાખ્યાં હતાં, અને હવે સંકલ્પ કરવાથી જ એ રોગોને દૂર કરી શકાશે. આ પ્રમાણે દઢ સંકલ્પ કરી, મેં રેગોને કહ્યું કે, “રોગો, તમે દૂર થાઓ.” મારે હવે “ક્ષાન્ત, દાન્ત અને નિરારંભી” થવું છે. એકવાર આ મારી વિપુલ વેદના શાન્ત થઈ જાય તે હું ક્ષમાવાન, દાન્ત અને નિરારંભી થાઉં.”
અનાથી મુનિએ “મારો રોગ જે શાન થાય તે હું ક્ષમાવાન, દાન અને નિરારંભી થાઉં' એવી ભાવના કરી, પણ “મારો રોગ ચાલ્યો જાય તે હું ખૂબ મોજમઝા માણું' એવી ભાવના ન કરી. તેમની હદયભાવના એવી જ હતી કે એકવાર જે રોગમુક્ત થાઉ તે જે અનાથતાના કારણે દુઃખ ભોગવવું પડે છે તે અનાથતાને જ સદાને માટે દૂર કરી નાંખ્યું. મારી સમજમાં મુનિના આ કથનમાંથી એ ભાવ નીકળે છે કે, આ આત્મા અનંતકાળથી પિતાની ભૂલને કારણે દુઃખ ભોગવી રહ્યો છે. બીજું કઈ દુઃખ આપતું નથી.
અનાથી મુનિના ઉપર્યુક્ત કથન ઉપર વિચાર કરી તમારે શું કરવું જોઈએ તેને નિશ્ચય કરો! મારે કહેવાનો આશય એ નથી કે, તમે બધા તે મુનિની માફક આજે જ દીક્ષા લઈ લો. એ તો પિતા પોતાની શક્તિ ઉપર આધાર રાખે છે, પણ મુનિના કથનમાં જે તત્વ રહેલું છે તે તત્ત્વને તમે પણ હદયસ્થાન આપે. ભક્ત લોક તત્ત્વને સમજે છે અને એટલા જ માટે તેઓ કહે છે કે –
જલચર વૃન્દ જાલ અન્તર્ગત હોત સિમટ એક પાસા, એકહિં એક ખાત પરસ્પર નહિ દેખત નિજ નાશા;
માધવ જ મોસમ મન્દ ન કેઉ૦ યદ્યપિ મીન પતંગ હીનામતિ મેહિ ને પૂજે ઉ, મહામોહ સરિતા અપાર મેં સંતત ફિરત બોલ; શ્રી પ્રભુ ચરણ કમલનકા તજી, ફરી ફરી ફેન બ્રો,
માધવ જ મોસમ મન્દ ન કે.” ભકતો કહે છે કે, “હે પ્રભે ! વ્યર્થ જ બીજાઓને દેવ આપું છું. હું વ્યર્થ જ એમ કહું છું કે, રોગ, દુઃખ, નરક, કર્મ વગેરે મને સતાવે છે પણ એ મારી મૂર્ખતા છે. હું મેટે મૂર્ખ છું. મારા સમાન બીજો કોઈ મૂર્ખ નથી. જે પ્રમાણે માછલી જાળમાં પિતાની મેળે જ ફસાઈ જાય છે, અને પતંગ દીપકના મોહમાં પડી મરી જાય છે, તેથી પણ વિશેષ મૂર્ખતા હું કરું છું. હું માછલી તથા પતંગથી વધારે મૂખ કેવી રીતે છું તે જુઓ –
“રુચિર રૂપ આહાર વસ્ય ઉન્હ પાવક લેહ ન જા; દેખત વિપત્તિ વિષય ન તજત હાં તાતે અધિક અયાન્યો.
-માધવ