________________
૩૦૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ + [પ્ર. ભાદરવા માછલી જાળને જાળ માનતી નથી પણ એને આહાર જાણે છે, પણ જો તેને જ્ઞાન હોય કે એ આહાર નથી પણ મને પકડવાની જાળ છે તે તે આહાર ખાય પણ નહિ. આ જ પ્રમાણે પતંગ પણ અગ્નિને આગ સમજ નથી પણ તે તે અગ્નિનું સુંદર રૂપ જે તેમાં પડે છે. જે પતંગ અગ્નિને અગ્નિરૂપે જાણતો હોય તો તે તેમાં પડે નહિ. પણ હું તે, વિષયને એક વિપત્તિ છે એમ જાણવા છતાં, પણ વિષયવાસનામાં પડું છું. આ કારણે હું માછલી અને પતંગથી પણ વધારે મૂર્ખ છું.
અનાથી મુનિ કહે છે કે, “હું પણ મારી ભૂલને કારણે જ અનંતકાળથી દુઃખ ભોગવી રહ્યો છું. વિષયભોગને કારણે જ હું દુઃખ ભોગવી રહ્યા છું એ જાણવા છતાં પણ હું વિષયને ત્યાગ કરતે નહતો. હે રાજન ! જ્યારથી મને મારી ભૂલનું ભાન થયું ત્યારથી મેં દુઃખેને કહી દીધું કે, “તમે બધાં અહીંથી ચાલ્યા જાઓ.’ હવે હું ક્ષમાવાન, દાન્ત અને નિરારંભી બનીશ. મારા આ સંકલ્પ આગળ શું દુઃખો ટકી શકે ખરાં? ”
મુનિના આ કથન ઉપર તમે વિચાર કરો કે, તમે સંસારથી બહાર નીકળવાનાં કામો કરી છે કે સંસારમાં વધારે ફસાઈ જવાનાં કામ કરે છે ! ભકતે તે એમ કહે છે કે, “હે પ્રભો ! આ સંસાર સાગરમાં અમે અમારી ભૂલને કારણે જ ગોથાં ખાઈએ છીએ. અમારી સામે મહાપુરુષોએ આ સંસાર સાગરને પાર કરવા માટે નૌકા પણ ઊભી રાખી છે પણ અમે એ નૌકાને છેડી દઈએ છીએ અને સંસાર સમુદ્રમાં જે ફીણ જેવી નિઃસાર વસ્તુઓ હોય છે તેને પકડવા પ્રયત્ન કરીએ છીએ.”
અનાથી મુનિ કહે છે કે, “હે રાજન ! પણ પ્રભુરૂપ નૌકાને ન પકડતાં, માતાપિતારૂપી સંસાર સાગરનાં ફીણને પકડતો હતો. એમ વિચારતો હતો કે, આ મારા માતાપિતા વગેરે મારા રોગને મટાડી દેશે, પણ જે ફીણની સમાન છે તે શું સાગરમાં ડૂબતા પ્રાણીઓને બચાવવામાં સહાયતા કરી શકે ખરા? આખરે મેં જ્યારે પ્રભુરૂપી નૌકાને પકડી ત્યારે જ મારું દુઃખ દૂર થયું. હે રાજન ! તું મારા આ અનુભવ ઉપરથી વિચાર કરી છે કે, તું જેને પિતાની વસ્તુ માને છે તે વસ્તુ શું તને દુઃખ મુક્ત કરી શકશે?”
રાજા શ્રેણિક તે અનાથી મુનિના કથનને માની ગયા. તે સમજી ગયો હતો કે, હું અનાથ છું અને મને અનાથ બનાવનાર સંસારનાં આ પદાર્થો જ છે. આ પ્રમાણે રાજા અનાથતાનું સ્વરૂપ સમજી શક્યો હતો. તમે પણ અનાથતાનું સ્વરૂપ સમજો અને અનાથતાને દૂર કરવા માટે યથાશક્તિ પ્રયત્ન કરો. રાજા શ્રેણિક સંયમને જો કે ધારણ કરી શકો ન હતો, પરંતુ પગથીયે પગથીએ ચડી તેણે જે વાતને સ્વીકાર કર્યો હતો તે વાતથી તે જરા પણ વિચલિત ન થયે. ગ્રન્થકાર કહે છે કે, અનાથી મુનિને ઉપદેશ સાંભળી તે લાયક સમકિતને પણ અધિકારી બન્યા હતા. એક ગ્રન્થમાં તો એમ પણ કહેલ છે કે, નાથ-અનાથને ભેદ સમજ્યા બાદ તેને ધમ ઉપર દઢ વિશ્વાસ પણ થયું હતું. તેનું સમકિત દદ્ર હતું. એકવાર ઈન્દ્ર પણ તેના સમકિતની પ્રશંસા કરી હતી. ઇન્દ્ર દ્વારા કરવામાં આવેલી નરેશની પ્રશંસા સાંભળી એક દેવ તે પ્રશંસા સહી શકો નહિ. તે