________________
૮૬].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
અષાડ
પ્રકારને હોવો જોઈએ ! આ જ પ્રમાણે લેસ્યાના વર્ણ, રસ, ગંધ, સ્પર્શ વગેરેને જાણવા માટે ઉપયુક્ત સાધને જોઈએ. આ તો દ્રવ્ય લેસ્યાની વાત થઈ. દ્રવ્ય લેસ્યા અને ભાવ લેશ્યા પરસ્પર સંબંધિત છે એટલા માટે દ્રવ્ય લશ્યાની માફક ભાવ લેયા પણ સમજવી જોઈએ.
જે પ્રમાણે ફુલોને સુધાર કરી શકાય છે, તે જ પ્રમાણે લેસ્યાને પણ સુધાર કરી શકાય છે. ગુલાબ સફેદ પણ હોય છે અને કાળું પણ હોય છે. જે કાળું ગુલાબ છે તેને પણ સુધાર થઈ શકે છે, તે જ પ્રમાણે અશુભ લેશ્યાને પણ સુધાર કરી શકાય છે. માટે તમે પણ લેસ્યાને સુધારવા પ્રયત્ન કરો!
તમે પૂછશો કે, લેસ્યાને સુધાર કેવી રીતે થઈ શકે અને સુધાર કરવાથી શો લાભ થાય? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, આજકાલને માટે સાધુઓ સફેદ વસ્ત્ર પહેરે એવું ભગવાન મહાવીરે વિધાન કર્યું છે. છતાં કોઈ રંગીન વસ્ત્ર પહેરે છે તેમાં તમે વાંધે માનશે કે નહિ ? રંગમાં ભાવને પણ સંબંધ છે, અને તેથી રંગીન વચ્ચેના પરિધાનથી ભાવોમાં પણ પરિવર્તન થઈ જાય છે. સફેદ રંગ સ્વાભાવિક છે એટલા માટે ભગવાને સફેદ વસ્ત્ર પહેરવાનું વિધાન કર્યું છે. સ્વાભાવિક રંગમાં ભાવની પણ સ્વાભાવિકતા રહેશે. ભાવમાં અસ્વાભાવિકતા આવી ન જાય એટલા માટે ભગવાને સાધુઓ કઈ કઈ ચીજો ન ખાય એ ખાન-પાનાદિને વિધિ પણ બતાવે છે. કેટલાક લેકે કહે છે કે, જેમાં જીવો છે, જેવાં કે વનસ્પતિ વગેરે તેને છોડી કોઈ પણ ચીજ ખાવામાં આવે તે શું વાંધે છે ? આને ઉત્તર એ છે કે, ખાવાની કેટલીક ચીજો તે રજોગુણી હોય છે, કેટલીક તમોગુણી હોય છે, તે કેટલીક સતગુણ હોય છે. ખાનપાનમાં કેવળ જીવને જ વિચાર કરવામાં આવ્યું નથી, પણ તેની સાથે જ પ્રકૃતિને પણ વિચાર કરવામાં આવ્યો છે. ગીતામાં પણ કહ્યું છે કે, જે જેવું ભોજન કરે છે, તેની પ્રકૃતિ પણ તેવી જ બને છે. કૃષ્ણની મૂર્તિની આગળ દારૂ, માંસ, કાંદા કે લસણને ભેગ કેમ ચડાવવામાં આવતો નથી ! આ ચીજો તમોગુણને પેદા કરનારી છે એટલા માટે તેને નિષેધ છે. કાંદા વગેરે તમે ગુણ ચીજ ખાવાને મહાત્માઓ નિષેધ કરે છે. તેઓ કેવળ જીવની જ દષ્ટિએ નહિ પણ પ્રકૃતિની દૃષ્ટિએ પણ તેને નિષેધ કરે છે. જીવના વિચારની સાથે જ પ્રકૃતિને પણ વિચાર કરવામાં આવ્યો છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, સાધુઓએ તમોગુણ ચીજો ખાવામાં બહુ જ વિવેક અને વિચાર રાખવો જોઈએ. શાસ્ત્રમાં વિકાર કરનારી ચીજોને “વિનય કે “વિકૃતિ’ ગણવામાં આવી છે.
અને જે સાધુ, આચાર્યું કે ઉપાધ્યાયને ગોચરી બતાવ્યા વિના ‘વિગય' ખાય છે તે દંડને ભગી બને છે. દૂધ, ફી, દહીં વગેરે વિષયમાં જીવને વિચાર કરવામાં થી આવ્યો, પણ આ ચીજે કોને કેવી રીતે વિકૃતિ કરે છે તેને વિચાર કરવામાં આવ્યો છે. એટલા માટે ખાવામાં પણ વિચાર અને વિવેક રાખવાની જરૂર છે, અને ખાન-પાન ઉપર નિયંત્રણ કરી પોતાની પ્રકૃતિને સગુણી બનાવવી જોઈએ. આમ કરવાથી લેસ્યામાં પણ સુધાર થશે.
આજના કેટલાક લોકો શરાબને લાલ શરબતનું નામ આપી, એને પીવામાં છે વાંધો છે એમ વિચારે છે; પણ વાસ્તવમાં આવી ચીજો કેટલી બધી હાનિકારક છે એને પણ વિચાર સાથે કરવો જોઈએ. કુરાન અને હદ્દીસામાં કહ્યું છે કે, જે વસ્તુ બુદ્ધિમાં