________________
વદ ૧૪] રાજકેટ-ચાતુર્માસ
[ ૮૭ વિકૃતિ લાવે છે તે વસ્તુ ખાવી-પીવી ન જોઈએ. તે ચીજો હરામ છે. આ જ પ્રમાણે પ્રત્યેક વસ્તુ વિષે વિધિ-નિષેધ પ્રાયઃ બધાં શાસ્ત્રોમાં મળશે; એ વાત જુદી છે કે, કોઈ ઠેકાણે દેશ-કાળને જોઈ કોઈ વસ્તુને એકદમ નિષેધ કરવાનું ન પણ કહ્યું હેય, પણ એનો અર્થ એ નથી કે, તે ચીજની છૂટ છે. આમ માની લેવું એ ભૂલ છે. મેં કુરાનમાં જોયું છે કે, “અલાએ જમીન અને આસમાનને બનાવી ઈન્સાનને માટે ફળ-વૃક્ષ વગેરે બનાવ્યો” આ ઉપરથી એ સ્પષ્ટ જણાય છે કે, ઈન્સાનને માટે ફળ, ધાન્યાદિ બનાવવામાં આવેલ છે. મનુષ્યો માટે ફળ-ધાન્યાદિ ખાવાની ચીજ છે, પણ મનુષ્ય મનુષ્યને કે પશુને ખાઈ જાય એ કોઈ પણ રીતે યોગ્ય નથી. આ પ્રમાણે અલી સાહેબે તે જીવનું માંસ ખાવાને નિષેધ કર્યો છે અને કહ્યું છે કે, “પિતાના પેટમાં કોઈની કબર બનાવો નહિ.”
કહેવાનો આશય એ છે કે, જુદાં જુદાં ખાન-પાન તથા પહેરવેશમાં પણ અંતર પડે છે માટે એમાં પણ વિવેક અને વિચાર રાખે છે. જોઈએ. આજની જીએમ) લેડીફેશન ચાલી છે અને કેટલાક લોકો એ ફેશન અપનાવવામાં શું વાંધો છે ? એમ કહે છે; પણ આમ કહેનારા એ વિચારતા નથી કે એ ખાનપાન તથા પહેરવેશનું પરિણામ કેવું આવે છે ! તેનાથી સંસ્કૃતિ, સ્વભાવ અને પ્રકૃતિ ઉપર કેવી અસર પડશે ? તમે લોકો સામાયિકમાં વસ્ત્રો ઉતારીને શા માટે બેસે છે ? એટલા માટે કે વા ઉતારવાથી ભાવમાં પણ પરિવર્તન થાય છે. મુસલમાન લોકો નમાજ વખતે સાદાં કપડાં પહેરે છે, એનું કારણ એ છે કે તેથી અહંકાર દૂર થાય છે. કપડાંથી પણ અહંકાર પેદા થાય છે. ખાદી અને વિલાયતી વસ્ત્રમાં અહંકારની દૃષ્ટિ છે કે નહિ ? દારુ અને દૂધ પીનારની બુદ્ધિમાં અંતર હોય છે કે નહિ ? આ વાતને જે જાણે છે તે જ સમજી શકે છે પણ જેમની આદત પડી ગઈ હોય છે તેમને કોઈ ચીજ ખરાબ હોય તે પણ સારી જ લાગે છે. મેં ગાંધીજીનું “આરોગ્ય વિચાર’ નામનું પુસ્તક જોયું છે. તેમાં લખ્યું છે કે, “કોઈ એક દેશના લોકે વિષ્ટા પણ ખાઈ જાય છે ! તે લેકે વિષ્ટા ખાય છે, એટલા માટે વિષા એ ખાવાની ચીજ છે એમ કહી શકાય નહિ!' જેપુરના ભંગીઓ વિષાને સડાવી તેમાંના કીડાઓનું રાયતું બનાવી ઘણા શોખપૂર્વક ખાય છે. તેઓ ખાય છે એટલે શું વિષ્ટાના કીડાઓ એ ખાવાની ચીજ છે? પનવેલમાં મેં જોયું કે, માછલીઓની દુર્ગધ ચારે બાજુ ફેલાએલી હતી. એક ભાઈએ મને કહ્યું કે, આ માછલીઓને ખાનારા લોકો બહુ આનંદપૂર્વક ખાય છે. એટલા માટે કોઈ માણસ પોતાની આદતને કારણે ખરાબ ચીજને પણ સારી માનવા લાગે એ વાત જુદી છે પણ એથી કાંઈ ખરાબ ચીજ છે તે કાંઈ સારી થઈ શકે નહિ; એટલા માટે તમે ખાન-પાન અને પહેરવેશ ઉપર ઊડે વિચાર કરે અને જે હાનિકારક ચીજો હેય તેને ત્યાગ કરે અને સાત્ત્વિક વસ્તુને ગ્રહણ કરે તે લેસ્યામાં પણ સુધાર થશે.
રાજા શ્રેણીકે અનેક ભાળીને રાખી તે બાગને સુધાર કરાવ્યો હશે, પણ તેના પિતાના આત્માને સુધાર તે તે મહાત્માએ જ કર્યો. એ મહાત્માનું તમે પણ શરણ લો તે તમારે પણ સુધાર થશે. શાસ્ત્રમાં લેસ્યા વિષે ખૂબ ઝીણવટપૂર્વક વિચાર કરવામાં