________________
વદી ૯]
રાજકેટ-ચાતુર્માસ
[૩૩૧
રાણીના વચને પર્વતને કંપાવનાર પ્રબલ પવનની સમાન હતાં, પણ સુદર્શનનો સત્સંકલ્પ નિષ્કપ હતું. તેને કોઈને ભય ન હતું. તે નિર્ભય હેવાને કારણે દૃઢ સંકલ્પી હિતે. સંકલ્પનું પાલન તે નિર્ભય વીર જ કરી શકે છે અને તે જ સંક૯પમાં દઢ રહી શકે છે. એટલા માટે જે પ્રમાણે મહા વાતથી સાધારણ પર્વત તે કંપી જાય છે પણ મેરુ પર્વત નિષ્કપ રહે છે તે જ પ્રમાણે રાણીના વચનેથી બીજે કઈ સાધારણ માણસ ડગી જાય પણ સત્સંકલ્પી સુદર્શન જરા પણ ડગે નહિ. તે તે મેરુ પર્વતની માફક નિષ્કપ જ રહ્યો. ગમે તેટલાં પ્રલોભને આવે છતાં નિષ્કપ ધર્મમાં દઢ રહેવું એજ વીતરાગધર્મ છે. શ્રીભક્તામર સ્તોત્રમાં કહ્યું છે કે –
चित्र किमत्र यदि ते त्रिदशांगनाभि
तं मनागपि मनो न विकारमार्गम् । कल्पान्त काल मरुता चलिता चलेन
कि मन्दराद्रि शिखरं चलितं कदाचित् ॥ १५ ॥ હે પ્રભો ! દેવાંગનાઓ તમારા મનમાં જરાપણ વિકાર પેદા કરી ન શકી તેમાં કાંઈ આશ્ચર્યની વાત નથી; કારણ કે, તમે તે પહેલેથી જ રાગદ્વેષને નષ્ટ કરી નાંખ્યાં છે ! કોઈ માણસ ખાલી ચૂલામાં કૂક મારે તે આગ કયાંથી ચેતે ! આજ પ્રમાણે આપમાં જ્યારે રાગદ્વેષ જ નથી તે પછી દેવાંગનાઓ તમારામાં વિકારભાવ ક્યાંથી પેદા કરી શકે ? મહાકાલીન પવન બીજા બધાં પર્વતોને ભલે ડગાવી શકે પણ મેરુપર્વતને કોઈ પવન ડગાવી શકતો નથી તે જ પ્રમાણે દેવાંગનાઓ બીજાઓમાં વિકારભાવ પેદા કરી શકે પણ આપમાં વિકારભાવ પેદા કરી શકતી નથી.
ભગવાન વીતરાગ જ્યારે એવા છે તે પછી તેમના ભકત પણ એવા હોય છે એમાં શું આશ્ચર્ય છે? સુદર્શનને વિચલિત કરવા માટે રાણીએ અનેકાનેક પ્રયત્ન કર્યો, પણ એ બધાં પ્રયત્નો વ્યર્થ ગયાં; કારણ કે સુદર્શન ભગવાન વીતરાગને સાચો ભક્ત હતા.
રાણી નિરાશ થઈને વિચારવા લાગી કે, કપિલા ઠીક જ કહેતી હતી, વાસ્તવમાં હું આ વાણિયાને વિચલિત કરી ન શકી. પણ હું કપિલા જેવી બ્રાહ્મણી નથી; હું તે ક્ષત્રિયાણી છું. એટલા માટે મારા મોઢામાંથી નીકળેલું વચન પાછું ફરી શકે નહિ! મેં સુદર્શનને છેલ્લી ચેતવણું આપી દીધી છે કે, મારું કહ્યું માની જા, નહિં તે હું શુદ્ધ થઈશ તે તને યમપુરીમાં પહોંચાડી દઈશ. સુદર્શને મારા કથન ઉપર ધ્યાન આપ્યું નથી માટે મેં જે કહ્યું છે તે પ્રમાણે ભારે કરી બતાવવું જોઈએ. - આ કથા ઉપરથી અને અભયા રાણીના કાર્ય ઉપરથી શું શિક્ષા લેવી જોઈએ તેને વિચાર કરો !
તમે જાણો છો કે “મારો કેસ બેટ છે છતાં પોતાને જ સાચા ઠરાવવા માટે તમે તમારી વાતને પકડી રાખે છે કે નહિ, અને ભલે મારું ઘર બરબાદ થઈ જાય પણ એને તે ઠેકાણે લાવીશ, એવી દુર્ભાવના તમે ભાવે છે કે નહિ?' જે આ પ્રમાણે તમે તમારી વાતને પકડી રાખવાની હઠ કરે તો તે કામ અભયા જેવું છે કે નહિ ? અભયાના કાર્યને જો તમે અનુચિત માને છે, તે તમે પણ એવા અનુચિત કાર્યને ત્યાગ કરો અને સુદર્શનની માફક સત્સંકલ્પમાં દઢ રહે છે તેમાં કલ્યાણ રહેલું છે,