________________
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ના પ્રથમ ભાદરવા વદી ૧૦ ગુરુવાર
પ્રાર્થના વિજયસેન નૃપ “વિઝા રાણી, નમિનાથ જિન જાય; ચૌસઠ ઈંન્દ્ર કિયે મિલ ઉત્સવ, સુરનર આનંદ પાયે રે;
સુજ્ઞાની જીવા, ભજ લે રે જિન ઈકવીસવા. ૧
મિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થના વિષે કેટલાક લોકોને એ વિચાર થાય છે કે “પરમાત્માની પ્રાર્થના કરવા માટે કોઈ સાધન હોવું જોઈએ ! કોઈ સાધન કે કોઈ આધાર લીધા વિના પ્રાર્થના કેવી રીતે કરી શકાય? આપણા જેવા છદ્મસ્થ અને સંસારની ઉપાધિમાં ફસાએલા લોકોને માટે કઈ આલંબન લીધા વિના પરમાત્માની પ્રાર્થના કરવી મુશ્કેલ છે.” પરમાત્માની પ્રાર્થના માટે કોઈ ને આધાર લેવો જોઈએ એવા કેટલાક લોકોને વિચાર થાય છે પણ પ્રશ્ન એ થાય છે કે આધાર કોને લે? સાકારને કે નિરાકારને? આ પ્રાર્થનામાં આ પ્રશ્નનો ઉકેલ કસ્તાં કહેવામાં આવ્યું છે કે, જો તમારે સાકારની પ્રાર્થનાદ્વારા નિરાકારની પ્રાર્થનામાં જવું છે તે સાકાર પ્રાથના કરી અને કેવી થવી જોઈએ તેનો વિચાર કરશે. નિરાકાર પ્રાર્થના તે આત્માની જ થઈ શકે છે પણ તે વાત બહુ મોટી છે. સાધારણ માણસ દ્વારા એવી પ્રાર્થના થઈ શકે નહિ; એટલા માટે સાધારણ માણસે સાકાર પ્રાર્થનાનું અવલંબન લઈ નિરાકાર પ્રાર્થનામાં જવાનું આ પ્રાર્થનામાં બતાવવામાં આવ્યું છે. સાકાર પ્રાર્થનામાં પરમાત્માને આધાર લેવાનું બતાવવામાં આવ્યું છે પણ એ પરમાત્મા કેવા છે અને ક્યાં છે એ સ્પષ્ટ કરતાં આ પ્રાર્થનામાં બતાવવામાં આવ્યું છે કે, પરમાત્મા અને તેમની વાણીને અભેદ માની ભગવાનના તે ઉપદેશને આધાર લેવો એજ સાવલમ્બન પ્રાર્થના છે. ભગવાનના ઉપદેશનું આલંબન લઈને આગળ વધવાથી પરમાત્માએ કહેલાં સંપૂર્ણ તત્વની પ્રાપ્તિ થશે.
ભગવાનની વાણીનું આલંબન લઈ પ્રાર્થના કેવી રીતે કરવી એને માટે કહ્યું છે કે, સૌથી પહેલાં જીવ અને અજીવનું જ્ઞાન કરવું. કેઈન શરીરની કલ્પના માટે તે શરીરના ચરણ પણ માનવા જોઈએ. આ જ પ્રમાણે પરમાત્માની કલ્પના કરવા માટે જીવ-અજીવને પરમાત્માના ચરણ માનવા જોઈએ. જીવમાં પણ કોઈ જીવ નરકને હોય છે તે કોઈ જીવ સ્વર્ગને હોય છે, પણ જીવ કહેવામાં બધા જીવોને સમાવેશ થઈ જાય છે. બધા જીવોને એક માની જીવ અજીવને પરમાત્માના ચરણ સમજવા જોઈએ. જે ચરણ ન હોય તે શરીર પણ સ્થિર રહી શકતું નથી. શરીરની સાથે ચરણોનું દેવું પણ આવશ્યક છે. આ જ પ્રમાણે ભગવાનની વાણીને શરીરનું રૂપ આપી જીવ અજીવને ભગવાનના ચરણ રૂ૫ સમજવાં જોઈએ. જીવ-અજીવનાં ભેદપભેદોનું વર્ણન ભગવાન શ્રી જીવાભિગમ સૂત્રમાં કરેલ છે. અહીં એ વર્ણન કરવાનો સમય નથી. જીવ કહેવામાં બધાં જીવોને સમાવેશ થઈ