SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ વદી ૬] રાજકેટ-ચાતુર્માસ [૩૦૭ પૃથ્વીનો ગુણ સ્થિર રહેવાનો છે. એ વાત જુદી જ છે કે પૃથ્વી કોઈ કોઈવાર કંપી ઉઠે છે પણ તેને સ્વભાવ તે સ્થિર રહેવાનો જ છે. પાણીને સ્વભાવ શીતલ રહેવાને છે, અગ્નિનો સ્વભાવ ગરમી આપવાનો છે, આકાશને સ્વભાવ અવકાશ આપ વાને છે, અને વાયુનો સ્વભાવ જીવન આપવાનો છે. આ પાંચ, ભૂત પિતપતાનું કામ ક્ય જ કરે છે અને સંસારને વ્યવહાર પણ તેથી જ ચાલે છે. જે પૃથ્વી પિતાને સ્થિર રહેવાને ગુણ છેડી કાંપવા લાગે તે ક્ષણવારમાં ગજબ જ થઈ જાયને ? આ ભાવિ સંકટથી બચવા માટે તમે પૃથ્વી સ્થિર રહે એમજ ચાહે છે. આ પ્રમાણે પૃથ્વી આદિ પાંચ ભૂતો પિતાના ધર્મમાં સ્થિર રહે એમ ચાહે છે પણ તમે પિતે તમારા ધર્મમાં સ્થિર છે કે નહિ! તે વિષે કેમ વિચાર કરતા નથી ? જ્ઞાનીજને કહે છે કે, તમારી ચંચલતાને કારણે જ આ સંસાર ચંચલ છે, અને તમારી સ્થિરતાને કારણે જ આ સંસાર સ્થિર છે. પિતાની ચંચળતાને કારણે આ સંસાર કેવી રીતે ચંચલ છે એ વાત હું મારા અનુભવદ્વારા સમજાવું - બાળપણમાં જ્યારે વાદળ ચડી આવતા ત્યારે શેરીઓનાં છોકરાઓની સાથે હું પણ ફેરફુદડી રમતે અને ચકકર ફરતે, પણ ચકકર ફરતાં ફરતાં ફેર ચડવાથી જ્યારે નીચે પડી જતે; ત્યારે મને એમ લાગતું કે, આખી દુનિયા ફરી રહી છે ! અત્રે વિચારવા જેવી વાત તે એ છે કે, તે વખતે પૃથ્વી ફરી રહી હતી કે હું ફરી રહ્યા હતા તમે ટ્રેનમાં બેઠયા જ હશે. ટ્રેનમાં બેસનારાઓને ઘણી વાર એમ લાગે છે કે, જાણે વૃક્ષો ગાડીની સાથે દોડતાં ચાલ્યા આવે છે . પણ વાસ્તવમાં વૃક્ષો ચાલતાં હતાં કે દોડતી ગાડીને આશ્રય લેવાથી એમ લાગતું હતું? આ પ્રમાણે જ્યારે પિતાના આત્મામાં ચંચલતા છે ત્યારે જ આ સંસાર ચંચલ જોવામાં આવે છે. જે આત્મા પિતે સ્થિર હોય તે સંસાર પણ સ્થિર જણાય. એટલા જ માટે જ્ઞાનીઓ કહે છે કે – “સ્વ ઉપગ સ્વરૂપ ચિદાનંદ, જિનવર ને તુ એક; દ્વૈત અવિદ્યા વિશ્વમ મેટે, વાધે શુદ્ધ વિવેક.” વસ્તુ તે સ્વછ છે, નિર્મળ છે, પણ તે ઉપર કમને થર જામેલો છે. એ કર્મનો થર જામેલો હોવાને કારણે જ અખિલ સંસાર ચંચલ છે એમ જણાય છે. પણ જે કર્મના થરને દૂર કરી, જોવામાં આવે તે આત્મા જ પરમાત્મારૂપ જણાશે. એટલા માટે આત્માને સ્થિર કરે. જ્યારે તમે તમારા આત્માને સ્થિર કરી દેશે ત્યારે સંસાર પણ તમને સ્થિર જણાશે. આત્માને કેવી રીતે સ્થિર કરવો જોઈએ એ વાત હું તમારા જ અનુભવ ઉપરથી બતાવું છું. તમે રાતના સુવો છે. જે કોઈ રાત્રે તમને નિદ્રા ન આવે તે બીજે દિવસે તમને કેવી બેચેની જણાય છે ? જે નિદ્રાને વિશ્રામ ન મળે તો તે માટે પ્રયત્ન કરે પડે છે. આ પ્રમાણે જીવનમાં નિદ્રાની આવશ્યકતા છે. નિદ્રામાં પણ સુષુપ્તિ અને સ્વમ એવાં બે ભેદ છે. નિદ્રામાં સુષુપ્તિની બહુ જરૂર રહે છે. જે સુષુપ્તિ બરાબર ન આવે તે સ્વાશ્ય
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy