________________
શુદી ૧૧]
રાજકોટ–ચાતુર્માસ
[૬૬૫
કરતા હે તે તે એવા વિદ્યાપીઠની જરૂર નથી. પણ જો સાચા ગ્રામીણ પેદા કરવા માટે વિદ્યાપીઠનું ઉદ્દઘાટન કરતા હો તે તેની અવશ્ય આવશ્યકતા છે. તેમણે કહ્યું હતું કે નગરના
કે ઢીંગલા-ઢીંગલી જેવા છે. ઢીંગલા-ઢીંગલીને ઘરેણાં વગેરે પહેરાવીએ છીએ પરંતુ શું તેમનામાં જીવન આવે છે? આ જ પ્રમાણે કૅલેજોની શિક્ષાથી સાચું જીવન આવતું નથી પણ વિલાસની શિક્ષા આવે છે. જો આવી જ વિલાસની શિક્ષા મળતી હોય તે તે શિક્ષા ઢીંગલા-ઢીંગલી બનાવવા જેવી જ શિક્ષા છે. આજના યુવકો જેઓ કૉલેજમાં શિક્ષા લે છે તેઓ બધાં બંધનેને તેડી નાંખવા અને જુનાં કાયદાને તેડી નાંખી નવા કાયદા સ્થાપિત કરવાં એમ કહે છે. પ્રાચીન લોકેએ જે જોઈ વિચારીને મર્યાદા બાંધી છે એ મર્યાદાનું ઉલ્લંધન કરવું ઉચિત નથી એ વાત યુવકોના ગળે ઉતારવી જોઈએ.
અમારા માટે પણ હવે ગ્રામમાં જવાનો સમય આવ્યો છે. જે પ્રમાણે કેદી લેકે જેલખાનામાં એકઠા થઈ જાય છે તે જ પ્રમાણે જાણે બધાં પાપ નગરમાં જ એકઠાં થઈ ગયાં હોય એમ લાગે છે. વેશ્યાગમન, જુગાર, ચોરી વગેરે પાપ જાણે નગરમાં જ આવી ઘુસ્યાં છે. નગરમાં બધા લેકે ખરાબ જ હોય છે એવું કાંઈ નથી. કેટલાક લેકે બહુ સારા પણ હોય છે. પણ સામાન્યતઃ ગ્રામની અપેક્ષા નગરમાં પાપ વિશેષ પ્રમાણમાં છે. જ્યાં
ગે વધારે હોય છે ત્યાં ડૉકટરને પણ વધારે રહેવું પડે છે. આ જ પ્રમાણે અમારે પણ નગરમાં વધારે રહેવાનું હોય છે. જ્યાં વધારે પાપ હોય છે ત્યાં ધર્મને ઉપદેશ વધારે આપવાનો હોય છે. હું અહીં આટલા દિવસ રોકાયો છું એટલા માટે તમને એટલું જ કહું છું કે, ધર્મ અને સંસ્કૃતિના નાશના કારણે જેટલા પ્રમાણમાં બંધ થાય તેટલું સારું જ છે.
રાજાના સુધરવાથી ચેલના રાણીને પણ આનંદ થયો હશે અને સાથે સાથે બીજાઓને પણ સુધાર થયો હશે. કહેવત છે કે :–મહાગનો ચેન તિઃ : પ્રસ્થા | અર્થાત–મોટા લેકે જે માર્ગે ચાલે છે તે જ માર્ગે સાધારણ લેકે પણ ચાલે છે. ગીતામાં પણ કહ્યું છે કે–ચઇ સાવતિ તત્તરિત કરી અર્થાત-શ્રેષ્ઠ લોક જેવું આચરણ કરે છે તેવું જ આચરણ બીજા લેકે પણ કરે છે. આ કારણે એક લેકે પોતાનું એવું આચરણ રાખે છે કે જેથી બીજા લેકોને તેમનું અનુકરણ કરવામાં મુશ્કેલી ન પડે. ભલે તે શ્રેષ્ઠ પુરુષને એવા આચરણની આવશ્યકતા ન પણ હોય છતાં પિતાની દેખાદેખી કરી બીજા લેકે પણ આચરણ છોડી ન દે એ વિચારથી તેઓ પોતાનું આચરણ અણિશુદ્ધ રાખે છે.
ગાંધીજી જ્યારે અહીં મને મળવા આવ્યા હતા ત્યારે મેં જોયું હતું કે, તેમણે એક ટૂંકું પિતયું પહેર્યું હતું. તેમનું એ પિતયું અમારા ચલપટ્ટાને પણ શરમાવતું હતું. ગાંધીજી જેવા આવડું પોતીયું શા માટે પહેરે છે ? એટલા માટે કે ઘણું લોકે કેવળ શેખને માટે કપડાં પહેરે છે અને અનાવશ્યક એટલાં બધાં કપડાં ઠાંસી ઠાંસીને પહેરે છે કે જેથી ગરમી થાય છે અને પરસેવો અંદરને અંદર ટપકવા માંડે છે. આ પરસેવો કેટલી બધી હાનિ કરે છે એને લેકે જોતા નથી અને કેવળ શેખને માટે અનાવશ્યક કપડાં પહેરે છે.
મતલબ કે સાધારણ જનતા શ્રેષ્ઠ લેકેનું અનુકરણ કરવાનું જાણે છે, પણ કાર્યને વિચાર કરવાનું જાણતી નથી. સારા-ખરાબ કાર્યને વિવેક કરવાને ભાર શ્રેષ્ઠ લેના માથે હેય છે. એટલા માટે શ્રેષ્ઠ લોકેાનું એ કર્તવ્ય છે કે, તેઓએ પોતાનું આચરણ કેવું રાખવું
૩૯