________________
૬૬૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
કેશી શ્રમણુના ઉત્તરમાં પરદેશી રાજાએ કહ્યું કે, ‘“મહારાજ! વાસ્તવમાં આપે મતે એવી વસ્તુ આપી છે કે જે વસ્તુને પામીને હું નાસ્તિકમાંથી આસ્તિક ખની ગયા છું અને એ કારણે મારા હૃદયમાં એવી ભાવના પેદા થઈ છે કે હું એકલા જ મુનિને શું વંદન કરું, પણ મારા પોતાના પરિવાર, સેના આદિ સહિત આવીને તમને વંદન–નમસ્કાર કરું અને તમને ખમાવું.”
રાજાનું આ કથન સાંભળી મુનિ પછી કાંઈ ખેલ્યા નહિ પણ મૌન રહ્યા. મુનિનું આ કાર્યું પણ સાધુઓને માટે અનુકરણીય છે. રાજા પરિવારસહિત આવ્યા અને તેણે મુનિને ખમાવ્યા. જો તે મુનિને એકલા જ ખમાવી આવત તે તેને પાતાને માટે તેા સુલભ જ હતું પણ જગતને માટે તે સુલભ ન હતું. જગત એ જાણી ન શકત કે, આ રાજા પહેલાં કુવા હતા અને હવે કેવા છે! જે રાજા નાસ્તિક હતા તે રાજા જ્યારે રાજસંપદાસહિત મુનિને ખમાવવા માટે આવ્યા હશે ત્યારે કેટલાં લેાકોનું હૃદય સુધર્યું હશે અને લોકો ઉપર તેના પ્રભાવની છાપ કેવી પડી હશે! જો કે રાજાના પ્રભાવથી કેટલાં લાકો સુધર્યા તેને ઇતિહાસ મળતા નથી પણ લોકો જરૂર સુધર્યા હશે એવું અનુમાન કરી શકાય છે.
રાજા શ્રેણિક પણ નીતિજ્ઞ હતા. એટલા માટે સંભવ છે કે તેણે પણ પરદેશી રાજાની માફક પરિવારસહિત મુનિની પ્રાર્થના કરી હેાય અને મુનિને ખમાવ્યા હોય ! સૂત્ર તા ઘણી વાતાનું વન થાડામાં જ કરે છે એટલા માટે શાસ્ત્રમાં જે કાંઈ સંક્ષેપમાં કહેવામાં આવ્યું છે તે ઉપરથી અનુમાન કરી શકાય છે કે, રાજા શ્રેણિક પણ પરિવાર સહિત મુનિની પ્રાર્થના કરવા માટે આવ્યા હશે ! રાજાના આ કાર્યથી ખીજાને કેવું અને કેટલું કલ્યાણ થયું હશે ! એ કહી શકાય નહિ, પણ રાણી ચેલનાના વિષે તેા એટલું કહી શકાય કે રાજાનાં વિચારા બદલી જવાથી તેને તે ઘણો જ આનંદ પ્રાપ્ત થયા હશે. ચેલના ચાહતી હતી કે, મારા પતિ આસ્તિક અને. રાજાને આસ્તિક બનાવવા માટે ચેલના રાણી રાજા સાથે ધણીવાર વિચારવિનિમય કરતી હતી પણ તે રાજાનું હૃદય બદલાવી શકી નહિ પરંતુ મુનિની કૃપાથી રાજાનું હૃદય બદલાઈ ગયું. આ જોઈ ચેલના રાણીને કેટલા બધા હ થયા હશે ?
રાણી ચેલનાને તે પોતાના પતિ ધર્માત્મા બન્યા તેથી પ્રસન્નતા થઈ પણ આજની શ્રાવિકાઓને પ્રસન્નતા ક્યારે અને કેવી રીતે થાય છે તેના વિચાર કરા. આજની શ્રાવિકાઓને ધરેણાં મળવાથી પ્રસન્નતા થાય છે કે પતિ ધર્માત્મા અને તેથી પ્રસન્નતા થાય છે ? કોઈ બહેનેા એવી પણ હશે કે જે પતિ ધર્માત્મા અને તેથી પ્રસન્નતા પામતી હશે પણ કેટલીક બહેને એવી પણ હેાય છે કે, જેઓ ઘરેણાં–કપડાંની પાછળ ધ–કુળ વગેરેને છેડી દે છે. ધર્માત્માના કુળમાં જન્મવા છતાં ધર્મને તે ભૂલી જાય છે અને સંસારના વિલાસમાં પડી જાય છે, આજે લોકો પેાતાની કન્યાઓને પ્રેમથી કાલેજોમાં મેકલે છે અને એવી આશા રાખે છે કે, અમારી કન્યા શિક્ષા પ્રાપ્ત કરીને આવશે; પણ તેએ એટલું જોતા નથી કે કૅાલેજમાં ભણીગણીને કન્યા ધર્માંક` તે ભૂલી નહિ જાય ને? કાલેજની શિક્ષા ધર્માં અને સંસ્કૃતિનો નાશ કરનારી છે કે તેનું પોષણ કરનારી છે જે શિક્ષાથી ધર્મ અને સંસ્કૃતિને નાશ થાય તેવી શિક્ષાને બંધ કરવી એ તમારું કત્તવ્ય છે. હું વિદ્યા ભણવાથી રોકતા નથી પણ વિદ્યાના નામે જે વિલાસ કરવામાં આવે છે તેને રાકવાનું કહું છું. વિદ્યાની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે—‘સા વિદ્યા યા વિમુક્ત્તયે '–અર્થાત્ જે અંધનેાને તાડે તે જ વિદ્યા છે. ગાંધીજીએ વિદ્યાપીને વિષે એમ કહ્યું હતું કે, જે ઢીંગલા ઢીંગલી બનાવવા માટે જ વિદ્યાપીઠનું ઉદ્ઘાટન