________________
શુદી ૧૧ ] રાજકેટ–ચાતુર્માસ
[ ૬૬૩ આ જ પ્રમાણે તમે પણ ઘરબારને ત્યાગ કરી ન શકે તે પણ સમદષ્ટિ બનીને આત્માનું કલ્યાણ સાધી શકે છો. અનાથી મુનિને અધિકાર–૭૬
રાજા શ્રેણિકને માટે શાસ્ત્રકારો કહે છે કે, તે રાજાઓમાં સિંહની સમાન હતું. રાજા શ્રેણિકનું નામ તો સીધું સાદું હતું. તેના નામની પાછળ આજની પદ્ધતિ પ્રમાણે સિંહ શબ્દ લાગેલ ન હતા પણ તેનામાં સિંહની જેવાં ગુણો હતાં. એટલા જ માટે તેને રાજસિંહ કહેવામાં આવ્યા છે. આ જ પ્રમાણે અનાથી મુનિનું નામ પણ સીધું સાદું હતું પણ તેમનામાં સિંહની સમાન ગુણ હોવાથી તેમને પણ મુનિસિંહ કહેવામાં આવ્યા છે.
રાજસિંહ શ્રેણિકના હૃદયમાં મુનિસિંહ અનાથી મુનિ પ્રતિ પરમ ભક્તિ જાગ્રત થઈ. પરમ ભક્તિ જાગ્રત થવાથી તેણે શું કર્યું એને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે, તેણે બાંધવે સહિત મુનિની પ્રાર્થના કરી અને ધર્મને અનુરાગી બન્યો.
આ સંબંધમાં આવેલી ગાથાના ઉત્તરાર્ધમાં રાજા શ્રેણિકને પરિચય પણ આપવામાં આવ્યું છે અને તેની વિશેષતા પણ બતાવવામાં આવી છે. રાજાને પરિચય આપતાં એવું વિશેષણ બતાવવામાં આવ્યું છે કે રાજાને બાંધવ, રાણીઓ આદિને પરિવાર પણ હતા. વિશેષણ બે પ્રકારનું હોય છે. એક તે સાક્ષાત્કારરૂપ વિશેષણ અને બીજું સંભાવનારૂપ વિશેષણ. અહીં રાજા શ્રેણિક ધર્મશ્રવણ કરી હર્ષિત થયો અને પરિવાર સહિત તેણે મુનિની પ્રાર્થના કરી હોય તે તે વિશેષણ સાક્ષાત્કારરૂપ છે; નહિ તે સંભાવનારૂપ છે. શબ્દનો અર્થ બન્ને બાજુ ઘટાવી શકાય છે પણ સંભવ એવો છે કે, રાજા શ્રેણિક પણું પરદેશી રાજા જેમ કેશી શ્રમણુને નમસ્કાર કરવા આવ્યો હતો, તે જ પ્રમાણે શ્રેણિક પણ પરિવાર સહિત અનાથી મુનિની વંદના કરવા આવ્યો હતો.
રાજા પરદેશી જ્યારે કેશી શ્રમણને વંદન-નમસ્કાર કર્યા વિના જ જવા લાગ્યો ત્યારે કેશી મુનિએ તેને કહ્યું કે, “હે ! રાજન ! જે કઈ માણસ તારું મહેસૂલ ચોરી કરીને ચાલ્યો જાય તે તું તેને શું કહેશે ?” રાજાએ ઉત્તર આપ્યો કે, “ હું એ માણસને અપરાધી માની દંડ આપીશ.” મુનિએ કહ્યું કે, આ જ પ્રમાણે તે માટે ઉપદેશ સાંભળ્યું અને મને આડાઅવળાં પ્રશ્નો કર્યા તથા મેં તારી શંકાઓનું સમાધાન કર્યું છતાં તું ક્ષમા માંગ્યા વિના જઈ રહ્યો છે તે શું એ તારે અપરાધ નથી ?
કશી મુનિ વંદન-નમસ્કાર અને ક્ષમા મંગાવવાના ભૂખ્યા હતા કે તેમણે રાજાને આમ કહ્યું? તેઓ વંદન-નમસ્કારના ભૂખ્યા ન હતા પણ તેમણે એ દ્વારા જગતને વિનયને માર્ગ બતાવ્યો છે અને તેમણે શીખવ્યું છે કે, જેમને પ્રશ્ન પૂછવામાં આવે, તેમની ક્ષમા માંગવી જ જોઈએ. આ વસ્તુ બતાવવા માટે જ મુનિએ રાજાને આમ કહ્યું અને શાસ્ત્રમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- કેશી મુનિની માફક કોઈ સાધારણ સાધુ કોઈને એમ કહેવા ચાહે તે તે કહી શકે નહિ; કારણ કે તે મુનિ ચાર જ્ઞાનના સ્વામી હતા એટલા માટે સાધારણ સાધુ તેમની બરાબરી કરી શકે નહિ. તે મુનિ બધાને માર્ગ બતાવનાર હતા. તેમને બતાવેલ માર્ગ, રાજમાર્ગ છે પણ એ રાજમાર્ગ બતાવવા માટે તે મુનિએ જે કાંઈ કર્યું તે પ્રકારનું કાર્ય બીજો કોઈ સાધારણ સાધુ કરી શકે નહિ.