________________
૬૬૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
પરમાત્માનું સ્મરણ કરવાનું વારંવાર ભૂલી જાય છે એટલા જ માટે તેને વારંવાર પ્રેરણા કરવામાં આવે છે કે, ‘ હું ! આત્મા ! તું પરમાત્માનું સ્મરણ કર.’
આ પ્રકારના ઉપદેશને હું મારા આત્માને માટે માનું છું. તમે જો આ ઉપદેશને તમારા આત્માને માટે માનતા હૈ। તે તમે પણ તમારા આત્માને એવી પ્રેરણા કરા કે, ‘ હૈ ! આત્મા ! તું પરમાત્માનું સ્મરણ કર. ' પ્રત્યેક વસ્તુ, પેાતાના આત્માને માટે જ કરવામાં આવે છે. આધ્યાત્મિક ગ્રન્થામાં કહ્યું છે કે, સંસારમાં જે કાઈ વસ્તુ પ્રિય લાગે છે તે પેાતાના આત્માને માટે જ પ્રિય લાગે છે. આંખ, કાન, નાક વગેરે કાંઈ આંખ, કાન, નાક માટે પ્રિય લાગતાં નથી પરંતુ આત્માને માટે જ પ્રિય લાગે છે. જો કાઈ ડાકટર એમ કહે કે, તમે તમારી આંખને કઢાવી નાંખા, હિ તેા આખા શરીરમાં રાગ ફેલાઈ જશે તેા શું તમે આંખ કઢાવી નિહ નાંખેા ? જે અંગૂઠાને સાપ કરડ્યો હૈંય તે અંગૂઠાને શું કાપી નાંખવામાં નથી આવતા ? કાપવામાં આવે છે. કારણ કે અંગૂઠા કે આંખ આત્માને માટે જ પ્રિય લાગે છે. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, સંસારની બધી વસ્તુઓ આત્માને માટે જ પ્રિય લાગે છે. આમ હાવા છતાં લેાકેા આત્માને ભૂલી જાય છે અને પેાતાનું અહિત તા કરે છે પણ સાથે ખીજાઓનું પણ અહિત કરે છે. એટલા માટે જ્ઞાનીજનેા કહે છે અને વારંવાર પ્રેરણા કરે છે કે, “ હું! આત્મા ! તું કયા પ્રપંચમાં પડી રહ્યો છે ! તું આ બધા પ્રપંચ છેડી પરમાત્માનું સ્મરણ કર.”
આ ઉપદેશ બધાને લાગુ પતા હોવાથી બધાએ પેાતાતાના આત્માને માટે આ સંબંધી વિચાર કરવા જોઈએ. ઉપદેશ આપનાર તેા જેટલું કહી શકે તેટલું જ કહી શકે છે. વસ્તુઓ એ પ્રકારની હાય છે. એક અર્પિત વસ્તુ અને ખીજી અનર્પિત વસ્તુ. જે કહી શકાય તે વસ્તુ તે। અર્પિત છે અને જે કહી ન શકાય તે અનર્પિત વસ્તુ છે. અર્પિત વસ્તુ કરતાં અર્પિત વસ્તુ અનંતગણી વધારે છે. એટલા માટે જે કાંઈ કહેવામાં આવે છે તે ઉપરથી આગળના વિચાર કરી લેવા જોઈએ અર્થાત્ ઘેાડામાં જ ઝાઝું સમજી લેવું જોઈએ.
આત્માનું કલ્યાણ કેવી રીતે થાય એને માટે જ્ઞાનીજતા કહે છે કેઃ——
તૂ અવિકાર વિચાર આત્મગુન, ભ્રમ જંજાલ ન પર રે; પુદ્દગલ ચાહ મિટાય વિનયચં, તૂ જિન તે ન અવર રે.
'
હે ! આત્મા ! કલ્યાણુ કરવા માટે તારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. કેવલ તું એક વાતને પકડી લે કે, · જે પુદ્દગલાના સ્વભાવ ભળી જવાના અને વિખરી જવાનેા છે તે પુદ્દગલા તા છેાડી દેવાનાં છે. ' જો તું આટલું કરી નાંખ ા તારા ખેડા પાર થઈ જાય ! જે વસ્તુ જોવામાં આવે છે તે નાશવાન છે. આ પ્રકારની નાશવાન વસ્તુ ઉપરના પ્રેમ તેાડી નાંખી અવિનાશીની સાથે પ્રેમ જોડ તે બધાં પ્રપંચેા દૂર થઈ જશે અને તું તારા આત્મામાં સ્થિર બની જઈશ.
આ પ્રમાણે પ્રત્યેક વસ્તુ વિષે વિચાર કરવાથી પુદ્દગલાનું મમત્વ છૂટી જશે અને પુદ્દગલાનું મમત્વ છૂટી જવાથી જન્મમરણ પણ છૂટી જશે. આ રીતે પુદ્દગલા ઉપરથી મમત્વ ઉતારી આત્માને સમદષ્ટિ રાખે તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે. સમષ્ટિ બનીને આત્માનું કલ્યાણુ કેવી રીતે કરી શકાય છે એને માટે રાજા શ્રેણિકની વાત સંભળાવવામાં આવી છે. રાજા શ્રેણિક ધરખારના ત્યાગ કરી શક્યા ન હતા છતાં તેણે આત્માનું કલ્યાણ સાધી લીધું.