________________
શુદી ૧૧] રાજકેટ ચાતુર્માસ
[૬૬૧ મતલબ કે, સિંહની સેવા સિંહ જ કરી શકે છે. શિયાળ સિંહની સેવા કરી શક્તો નથી. અહીં તે રાજા પણ સિંહ સમાન છે અને મુનિ પણ સિંહ સમાન છે. બન્ને સિંહવૃત્તિવાળા છે. - જો તમે આવા મુનિસિંહની સેવા કરવા ચાહો છે તે તમે પણ સિંહવૃત્તિવાળા બને. આ જ પ્રમાણે અમારે સાધુઓએ પણ સિંહ જેવા સ્વભાવવાળા બનવું જોઈએ. જે લેકે સિંહની માફક ગૃહનો ત્યાગ કરી સિંહની જ માફક સંયમનું પાલન કરે છે તેઓ જ સનાથ છે. પરંતુ સ્વભાવ તે સિંહને જ રાખવો જોઈએ. આ પ્રમાણે સિંહને સ્વભાવ રાખી સનાથ બનનાર અને સિંહને સ્વભાવ રાખી સનાથ-સિંહ જેવાની સેવા કરનારનું હમેશાં કલ્યાણ જ થાય છે. તમે પણ સિંહને સ્વભાવ રાખી સનાથ મુનિ જેવાની સેવા કરે છે તેમાં તમારું કલ્યાણ રહેલું છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૩ કારતક સુદી ૧૧ બુધવાર
પ્રાર્થના ચેતન જાણુ કલ્યાણ કરન કે, આન મિલ્ય અવસર રે; શા પ્રમાણ પિછાન પ્રભુ ગુન, સન ચંચલ થિર કરે છે.
શ્રેયાંસ જિણુંદ સુમર રે. ૧
–વિનયચંદ્ર કુંભ, ચેવશી શ્રી શ્રેયાંસનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં જે ઉપદેશ આપવામાં આવ્યો છે તે સમુચરૂપે આપવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિવિશેષને સંબોધન કરી આ ઉપદેશ આપવામાં આવ્યો નથી. એટલા માટે આ ઉપદેશને જે કઈ પિતાના માટે માને તે માની શકે છે. સમુચરૂપે કહેવામાં આવેલી વાતને જે બાજુ લઈ જવા ચાહે તે બાજુ લઈ જઈ શકે છે. બચપણમાં બાળકોની સાથે દેડતાં દેડતાં હું એમ કહેતું હતું કે, આ ચાંદે મારી સાથે દેડો ચાલ્યો આવે છે. બીજા બાળકે પણ મારી જેમ કહેતા હતા. તે હવે ચાંદે તેની સાથે દેડતા હતા ? તે એમ જ કહેવામાં આવશે કે, જે માને તેની પાછળ ચાંદે દેડે છે. આ જ પ્રમાણે આ પ્રાર્થનામાં પણ જે ઉપદેશ આપવામાં આવ્યો છે તે ઉપદેશ જે માને તેને માટે ઉપયોગી નીવડે એવો છે. આ પ્રાર્થનામાં કહ્યું છે કે:- --
સુમર રે શ્રેયાંસ જિનેંદ્ર સુમર રે.' આ ઉપદેશને બીજા કોઈના વિષે ન માનતાં હું પિતાના વિષે જ માનું છું અને પિતાને સંબોધીને હું કહું છું કે, “હે! આત્મા ! સ્મરણ કર, સ્મરણ કર.” આ સ્મરણ કરવાનું કામ જેટલું મોટું છે તેટલી જ તેમાં ભૂલ થાય છે. મોટા કામમાં ભૂલે પણ મોટી થાય છે. એટલા જ માટે આત્માને વારંવાર પ્રેરણા કરવામાં આવે છે કે, “સ્મરણ કર.” આ આત્મા