________________
૬૬૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
મારનારને પણ ક્ષમા આપ.” આ પ્રમાણે વિચાર કરી કામદેવ સ્થિર રહ્યો. આ જ પ્રમાણે તમે પણ સ્થિર રહેા તા કદાપિ હાનિ નહિ થાય પણ ગજસુકુમાર મુનિની માફક લાલ જ થશે. એટલા માટે સિ ંહવૃત્તિવાળા બને અને શ્વાનવૃત્તિને ત્યાગ કરી.
તમને હાથે કે પગે ફાલ્લા થાય છે તે તે કેમ થાય છે? કદાચ તમે કહે કે રાગને કારણે થાય છે તેા રાગ કેમ થાય છે ? આત્માની ભૂલ વિના રાગ પેદા થઈ શકતા નથી. આવી દશામાં રાગને અપરાધ માનવાને બદલે પોતાના આત્માના જ અપરાધ કેમ માનવામાં ન આવે ? જેને શક્કરની ( મીઠી પેશાબની ) બિમારી હોય છે તેને મીઠાશવાળી ચીજો હાનિ કરે છે. મને પણ એ બિમારી થઈ હતી પણ તેને ખ્યાલ ન હતા. મને સાધુએ મીડાઈ ખાવાનું કહેતા તો હું ખાઈ લેતા. પરિણામે મને એક ફાલ્લા થયા. મારા સાધુઓએ એ ફાલ્લાને ફાડી નાંખ્યા પણ તે મટયા નહિ. હું જેમ જેમ મીઠી ચીજો ખાતે તેમ તેમ રાગ પણ વધતા જતા હતા. એક ડૅાકટરે મને કહ્યું કે, ફાલ્લાનું આપરેશન કરવાથી તમારું લેાહી બહુ ઓછું થઈ ગયું છે એટલા માટે તમે ‘ તર ’ ( માલદાર ) ચીજો ખાધા કરો. મે કહ્યું કે તર ચીજ વળી શું ? ડાક્ટરે ઉત્તર આપ્યા કે, જલેબી, કલાકંદ ( મારવાડી મીઠાઈ ) બાસુંદી વગેરે ચીજો ખાધા કરેા. આવી બલીષ્ટ ચીજો બહુ ખાઈ શકાતી ન હતી પણ ઘેાડી ઘેાડી હું ખાતા રહેતા હતા અને રાગ વધતા જતા હતા. આખરે જ્યારે એમ માલુમ પડયું કે, આ તેા શક્કરની ( મીઠી પેશાબની બિમારી છે ત્યારે મીઠાશવાળી ચીજો જ ખાવાનું બંધ કરી દીધું. પછી તેા કેવળ પાતળી છારા જ પીવાની હતી; પણ પહેલાં જે રાગ વધવા પામ્યા તેમાં ક્રાની ભૂલ હતી ? મારી જ ભૂલને કારણે રાગ વધવા પામ્યા હતા. આ જ પ્રમાણે જ્ઞાનીજને કહે છે કે, આત્માની ભૂલથી જ સંકટા માથે પડે છે. જે પ્રમાણે રગા પેદા ન થાય તે માટે ૩પથ્યનેા ત્યાગ કરવા આવશ્યક છે, તે પ્રમાણે સ’કટા પેદા ન થાય તે માટે ખરાબ કામેાને ત્યાગ કરવા આવશ્યક છે. જ્ઞાનીઓના બતાવેલા માર્ગે ચાલશેા અને આત્માના ડૅાકટર તમે પે।તે બનશે। તા તમે સિંહવૃત્તિને કેળવી શકશે। અને પરિણામે કલ્યાણ સાધી શકશે.
રાજા ઉપાસક હતા અને મુનિ ઉપાસ્ય હતા. ઉપાસક અને ઉપાસ્ય બન્નેને શાસ્ત્રકારોએ સિંહ કહ્યા છે. વાસ્તવમાં સિંહની સેવા સિંહ જ કરી શકે છે. બીજો કાઈ કરી શકતા નથી. જે શ્વાન હશે તે તો સિંહને જોતાં જ ડરી જઈ ભાગી જશે. જીન્હેરમાં મે જોયું હતું કે, શિકારી લેકે એક વાઘને પાંજરામાં પૂરી લાવ્યા હતા. તેએ દુકાને દુકાને વાઘને બતાવી પૈસા માંગતા હતા. એ વાધતે જોઈ કુતરા ભસતા હતા. મેં વિચાર્યું કે, આ વાદ્ય પાંજરામાં પુરાએલા છે એટલે જ આ કુતરાએ એને ભસી રહ્યા છે, નહિ તેા કુતરાએની શું તાકાત છે કે તેની પાસે પણ આવે !
સિંહની સેવા સિંહ જ કરી શકે છે. જેનામાં સિંહવૃત્તિ નથી તે સિંહની સેવા કરી શકતા નથી. આ જ પ્રમાણે નિન્થની સેવા પણ તે જ કરી શકે છે કે જેનામાં સિંહના જેવા સ્વભાવ છે. જે સંસારની ભાવનામાં રચ્યાપચ્યા રહે છે તે શિયાળ અનગારરૂપી સિંહની સેવા કરી શકતા નથી. જે સંસારની ભાવનામાં રચ્યાપચ્યા રહે છે અને એને જ માટે ગુરુ–ગુરુ કહ્યા કરે છે તે નિન્થની સેવા કેવી રીતે કરી શકે ? કદાચિત્ એવા શિયાળ–લે કા અમારા સેવક બનતા પણ હોય તે પણ અમારે તા એમ વિચારવું જોઈએ કે, અમે આ શિયાળ–લેાકાની સાથે ક્યાંય શિયાળ બતી ન જઈએ ?