________________
વઢી ૫].
રાજકોટ–ચાતુર્માસ" """
""
[ પર
એ દશામાં તે તે લટું જ રહેશે. પણ જે તે લેટું પારસને સ્પર્શ કરી લે છે, પારસ તે લેહામાં અને પૂજામાં રાખવામાં આવતા લેઢામાં કાંઈ ભેદભાવ ન રાખતાં તેને તેનું બનાવી દેશે. પારસને માટે તે લેઢાની દષ્ટિએ બન્ને સમાન જ છે. આ જ પ્રમાણે પાપ ન રહેવાથી આત્માની દષ્ટિએ બધા સમાન જ છે. ભગવાન મહાવીર ક્ષત્રિય હતા અને હરિકેશી મુનિ ચાંડાલને ત્યાં જન્મ્યા હતા છતાં સિદ્ધ થયા બાદ તેમનામાં કોઈ પ્રકારને ભેદ ન રહ્યો.
ગંગા અને ગટરમાં કેટલું બધું અંતર હોય છે? પણ ગંગા એ ગટરને પણ પિતાનામાં મેળવી લે છે. જે પ્રમાણે ખુલ્લી પડેલી ગટર એટલી બદબૂ મારતી નથી જેટલી બદબૂ બંધ પડેલી ગટર મારે છે, તે જ પ્રમાણે પ્રકટ કરેલાં પાપની અપેક્ષા દબાએલાં પાપ અધિક હાનિ કરે છે, એટલા માટે પાપોને ન દબાવતાં પ્રકટ કરી પશ્ચાત્તાપ કરે છે તેમાં કલ્યાણ રહેલું છે.
અભયા વન્તરીની વાતને વધારે ન વિસ્તારમાં એટલું જ કહું છું કે, તે પોતાનાં પાપને પશ્ચાત્તાપ કરી સમકિતધારિણી બની ગઈ. હવે સુદર્શન ભગવાનનું શું થાય છે તેનો વિચાર હવે પછી યથાવસરે કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસો વદી ૫ મંગળવાર
પ્રાર્થના કુંથ જિનરાજ તૂ ઐસે, નહિ કેઈ દેવ તે સે; વિલોકીનાથ – કહિયે, હમારી બાંહ દઢ ગહિયે. કુંથુ ૧છે
1 –વિનયચંદ્રજી કુંભટ વીશી શ્રી કુંથુનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થના આત્માએ કઈ રીતિએ કરવી જોઈએ એ વાત હું વારંવાર કહું છું, છતાં આ વાત જ એવી છે કે તેને પાર આવે એમ નથી. પક્ષીઓ પિતાની પાઠારા આકાશમાં ગમે તેટલા ઊંચા ઉડે પણ તેઓ અનઃ આકાશને પાર પામી શકતા નથી. છતાં જ્યાં સુધી તેમનામાં ચેતના હોય છે ત્યાંસુધી તેઓ આકાશમાં વિચરતા જ રહે છે. આ જ પ્રમાણે પરમાત્માની પ્રાર્થનાને પાર નથી છતાં પોતાની શક્તિ અનુસાર પરમાત્માની પ્રાર્થના કરતાં જ રહેવી જોઈએ. --
પરમાત્માની પ્રાર્થના કરવાથી શું લાભ થાય છે તે અત્રે જોવાનું છે. આને માટે શાસ્ત્રકારો અને યોગાભ્યાસીઓ એમ કહે છે કે, પરમાત્માની પ્રાર્થના કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પાતંજલિ યોગસૂત્રમાં કહ્યું છે કે –
वीतरागविषयचित्तं वा योगसिद्धिः અર્થાત–વીતરાગમાં ચિત્ત એકાગ્ર કરવાથી–વીતરાગનું ધ્યાન ધરવાથી યોગની સિદ્ધિ થાય છે. પ્રાર્થના વિષે પણ એમ જ સમજે. પાતંજલિ એગશાસ્ત્રમાં જે કાંઈ કહ્યું છે તે જ વાત જૈનશાસ્ત્રમાં ખરી રીતે જોતાં હૂબહૂ મળે છે, જેનશાસ્ત્ર કહે છે કે, આપણા