________________
૫૮૪)
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસ દેવ વીતરાગ જ છે. સરાગી આપણા દેવ નથી એટલા માટે વીતરાગનું ધ્યાન ધરવું. પાતંજલિ યોગસૂત્ર પણ વીતરાગનું ધ્યાન ધરવા વિષે કહે છે. વીતરાગનું ધ્યાન ધરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. માટે બધું ભૂલી જઈ વીતરાગનું જ ધ્યાન ધરવું. આ તે પ્રાર્થના કરવાથી અર્થાત વીતરાગનું ધ્યાન ધરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એની વાત થઈ. પણ વીતરાગનું ધ્યાન કેવી રીતે ધરવું જોઈએ એ વાત અત્રે જેવાની છે. કેટલાક લેકે એમ કહે છે કે, રાગીનું ચિત્તા રાગીમાં તે ચેટી શકે પણ રાગીનું ચિત્ત વીતરાગમાં કેવી રીતે ચોંટી શકે? જે કાઈ અમારી સાથે પ્રીતિ બાંધે છે તેની સાથે અમે પણ પ્રીતિપૂર્વક વ્યવહાર કરીએ છીએ, પણ જે વીતરાગ છે અને જે અમારા જેવા રોગીઓની સાથે પ્રીતિ જ બાંધતા નથી તેમની સાથે અમે કેવી રીતે પ્રીતિ બાંધીએ ?
આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજનો કહે છે કે, રાગીઓની સાથે પ્રીતિ તે અનન્તકાળથી બાંધતા આવ્યા છે પણ તેમની સાથે પ્રીતિ બાંધવાથી કાંઈ લાભ થયો નથી. સંસારમાં એ પ્રકારની પ્રીતિ તે બાંધવામાં આવે જ છે. એવી પ્રીતિ તે કીડી-મકોડા આદિ નાના છો પણ બાંધે છે. એટલા માટે મનુષ્ય એવી પ્રીતિ બાંધે એમાં આશ્ચર્યની વાત શું છે. સ્ત્રીપુરષનું પરસ્પર આકર્ષણ આ જ પ્રકારની પ્રીતિથી થાય છે. આ પ્રકારની રાગપૂર્ણ પ્રીતિ તે સંસારના લેકે કરે જ છે અને તે પણ અનંતકાળથી એવી પ્રીતિ કરતું આવ્યું છે, પણ હે ! ભવ્ય પુરુષ ! એ પ્રકારની પ્રીતિ કામની પણ નથી. જે રાગથી તું બીજાઓની સાથે પ્રીતિ બાંધે છે તે રાગને વશ થવાથી વીતરાગની સાથે પ્રીતિ બાંધી શકાતી નથી. પરમપુરુષ વીતરાગની સાથે પણ પ્રીતિ બાંધી શકાય છે, પણ ત્યારે કે જ્યારે તું આ પ્રકારના રાગમાંથી ચિત્તને પાછું ખેંચી લે.
પાતંજલિ યોગદર્શન વિષે જૈનદષ્ટિએ વિચાર કરવામાં આવે તે બધાં તો આ એક જ સૂત્રમાં ગતાર્થ થઈ જાય છે. પાતંજલિ યોગદર્શન અને જેનસિદ્ધાન્ત બને વીતરાગનું ધ્યાન ધરવું એમ કહે છે. પણ વીતરાગનું ધ્યાન કેવી રીતે ધરવું અને વીતરાગની સાથે પ્રીતિ કેવી રીતે બાંધવી એને માટે કહ્યું છે કે –
પ્રીતિ અનાદિ પર થકી, જે તેડે હો નર જોડે
પરમ પુરુષથી રાગતા, એક તત્ત્વતા હો રાખી ગુણગેહ. મહાપુરુષો કહે છે કે હે! છે! તમે અનાદિ કાળથી આત્માને ભૂલી જઈ પુદ્ગલની સાથે પ્રીતિ કરે છે. પુદ્ગલેની સાથેની આ અનાદિની પ્રીતિ જેટલા દરજે તેડવામાં આવશે તેટલા દરજે પરમાત્મા સાથેની પ્રીતિ વધવા પામશે.
આ સંસારમાં એવી કઈ વસ્તુ જ નથી જે સદાને માટે ટકી રહે. આને માટે તમે તમારા શરીરને જ જુઓ. તમારા મસ્તક ઉપર જે કાળા વાળ ઉગેલા હતાં અને જે તમને ગમતા હતા તે પણ સફેદ થઈ ગયા. આ પ્રમાણે આ સંસાર નાશવાન અર્થાત પરિવર્તનશીલ છે. તે નવપુરાતનધર્મવાળો છે, તેને સ્વભાવ જ એ છે. જ્ઞાનીજનો કહે છે કે, જે સંસારને આવો સ્વભાવ છે તે સંસાર સાથે પ્રીતિ ન બાંધો પણ પરમપુરુષની સાથે પ્રીતિ બાંધે. આ સંસારની સાથે પ્ર ત બાંધવાથી તું તે પરમપુરુષની સાથે પ્રીતિ બાંધી શકીશ નહિ. જે તે સંસારના આ સ્વભાવને સમજી લઈશ તે પછી તેની સાથેની પ્રીતિ છોડવામાં તને કઈ પ્રકારની મુશ્કેલી જણાશે નહિ અને સંસારની વસ્તુ દૂર થવાથી તેને કોઈ પ્રકારનું