________________
૧૧૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
ચેરી છે. એટલા માટે ભગવાને કહ્યું છે કે, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર સાચાં પણ હોય છે અને ખોટાં પણ હોય છે. માટે એ વિષે બહુ જ સાવચેતી રાખવી જોઈએ.
તે મુનિ વાસ્તવમાં રૂપવાન હતા. જેવું તેમનું રૂપ હતું તેવાં જ તેમનામાં ગુણો હતાં. રૂ૫ બનાવટી છે કે વાસ્તવિક તે તે મુખાકૃતિ જોતાં જ જણાઈ આવે છે. બનાવટી રૂપ છૂપું રહી શકતું નથી. મુનિની મુખાકૃતિ જોઈ રાજા આશ્ચર્યમાં પડી ગયો અને મનમાં કહેવા લાગ્યો કે, આ મુનિ કેવા અતુલ રૂપવાન છે ? આવા રૂ૫વાન મેં કોઈને જોયા નથી !
રાજા પિતે પણ કે સુંદર હતો એના વિષે શાસ્ત્રમાં વર્ણન આવે છે કે, “એક વાર તે પિતાની રાણી ચેલના સાથે સુંદર વસ્ત્રાભૂષણ પહેરી, ભગવાન મહાવીરના સમવસરણમાં ગયો હતે. ભગવાનના સમવસરણમાં સ્વાભાવિક રીતે વીતરાગભાવ રહે છે, છતાં શ્રેણિક રાજાની સુંદરતા જોઈ સાધ્વીઓ પણ અંજાઈ જઈ કહેવા લાગી કે, “ આ કેવો સુંદર પુરુષ છે ! અમારા તપ સંયમના ફલસ્વરૂપ અમને આ જ સુંદર પુરુષ પ્રાપ્ત થાય.” આ જ પ્રમાણે ચેલના રાણીને જોઈ સાધુઓએ પણ એવું નિદાન કર્યું હતું કે, “અમારા તપ સંયમના ફલસ્વરૂપ અમને આવી સુંદર સ્ત્રીની પ્રાપ્તિ થાય.” કહેવાને આશય એ છે કે, રાજા શ્રેણિક આ સ્વરૂપવાન હતે.
અહીં એક પ્રશ્ન ઉભો થાય છે કે, વાસ્તવમાં રૂપ સ્ત્રીઓમાં વધારે હોય છે કે, પુરુષમાં? ગ્રન્થમાં કવિઓએ સ્ત્રીઓના રૂપનું વર્ણન કરતાં બધા પદાર્થોને સ્ત્રીઓના રૂ૫ આગળ તુચ્છ બતાવ્યાં છે; પણ ભર્તુહરિ એને કામાંધતા તરીકે વર્ણવી કહે છે કે –
स्तनौ मांसग्रन्थीकनककलशावित्युपमितौ, मुखं श्लेष्मागारं तदपि च शशाङ्केन तुलितम् । स्वषन्मुत्रक्लिन्नं करिषरकरस्पर्धिजघनम्;
अहो ! निन्धं रूपं कविजनविशेषगुरुकृतम् ॥ કેઈને, કોઈ વસ્તુ તરફ રાગ હોય અને તે તેની પ્રશંસા કરે એ સ્વાભાવિક છે, પણ ભર્તુહરિ તે વિરાગી હતા એમ કહેવામાં આવે છે. તેઓ કહે છે કે, જે રૂપ અનેક પ્રકારે નિંદ્ય છે તે સ્ત્રીઓના રૂપને કવિઓ નકામા મહત્ત્વ આપે છે અને તેની આગળ બીજાં પદાર્થોને તુચ્છ ગણે છે. સ્ત્રીઓના રૂપને જે કારણે મહત્ત્વ આપવામાં આવે છે તે કાર
નું નિરાસન કરતા ભર્તુહરિ કહે છે કે, “સ્ત્રીઓના સ્તન માંગ્રન્જિના લોચા સિવાય બીજું શું છે? પણ કવિએ તે તે સ્તનને કનકકલશ તરીકે વર્ણવી મહત્ત્વ આપે છે. આ તેમની મેહાંધતા જ છે!
મેહાંધ માણસ ખરાબ વસ્તુને પણ સારી કહે એ સ્વાભાવિક છે. યુપીય કવિઓ પણ કહે છે કે, “જ્યારે માણસ કામાંધ બની જાય છે ત્યારે તે ખરાબ ચીજને પણ સારી કહે છે અને માનવા લાગે છે. ' * ભર્તુહરિ આગળ કહે છે કે, સ્ત્રીઓનું મુખ પણ કફ-પિત્ત અને થંક-લાળના ઘર સિવાય બીજું શું છે? છતાં કવિઓ સ્ત્રીઓના મુખને ચંદ્રમાની ઉપમા આપે છે ! એટલું