________________
શુદી ૩] રાજકેટ-ચાતુર્માસ
[ ૧૧૫ રાજા શ્રેણિકે તે મુનિને જોયા. મુનિને જોઈ જેમ ચુંબકથી લોટું આકર્ષાય છે તેમ રાજા શ્રેણિક આકર્ષીયે.
तस्स रूवं तु पासित्ता, राइणो तमि संजए। अशंतपरमो आसी, अउलो रूवविम्हिओ ॥५॥ अहो वण्णो! अहो एवं! अहो अज्जस्स सोमया!
अहो ती! अहो मुत्ती! अहो भोगे असंगया ॥ ६॥ રાજા શ્રેણિક બાગમાં ઘોડા ઉપર કે કોઈ વાહનમાં બેસી ગયો હતો તેને શાસ્ત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કાંઈ નથી પણ તે ઠાઠમાઠપૂર્વક ગયે હશે એમ અનુમાનથી જાણી શકાય છે. આ બાજુ સંયતિ, સુસમાધિસ્થ, સુકુમાર અને સુખચિત મુનિ વૃક્ષની નીચે બેઠા હતા.
' શબ્દનો અર્થ ખાચિત અને શુચિત બન્નેય થાય છે. સુખચિતને અર્થ સુખને યોગ્ય કે સુખી થાય છે, અને શુભચિતને અર્થ શુભ ગુણાનું હોવું એ થાય છે. મુનિનું શરીરસૌષ્ઠવ જોઈ રાજાએ જાણી લીધું કે, આ મુનિમાં બધાંય શુભ ગુણ રહેલાં છે, એમ તેમના રૂ૫ ઉપરથી જણાય છે.
નામને તે મહિમા ગાવામાં આવે છે પણ નામની સાથે રૂપને પણ સંબંધ છે. સાધારણ રીતે કોઈને ઓળખવા માટે નામને ઉપયોગ કરવામાં આવે છે, પણ કઈ કઈ વાર રૂપથી પણ નામ જાણી શકાય છે. રાજા પણ રૂપ જોઈને જ જાણી ગયા કે, આ મુનિ સંયતિ અને સુસમાધિવાનું છે.
સ્થાનાંગ સૂત્રમાં ચાર પ્રકારનાં સત્ય કહ્યાં છે. નામથી પણ સત્ય હોય છે, સ્થાપનાથી પણ સત્ય હોય છે, દ્રવ્યથી પણ સત્ય હોય છે અને ભાવથી પણ સત્ય હોય છે ! નામથી પણ સત્ય હોય છે, તેમાં પણ સમજવાની જરૂર છે! કોઈએ પિતાનું નામ જ ખોટું બતાવ્યું હોય તે રૂપથી પણ સત્ય સિદ્ધ કરી શકાય છે પણ કોઈએ રૂ૫ જ ખોટું બનાવ્યું હોય તો? એટલા માટે નામ કે રૂપ સત્ય છે કે નહિ એની પણ કસોટી કરવાની જરૂર રહે છે. કારણ કે, લેકે છળથી પણ કામ લે છે માટે સાવધાની રાખવી જોઈએ.
જેમકે કોઈ માણસ તમારી પાસે આવી ખોટું નામ લઈ તમને છેતરે છે તે બેટું કામ કહેવાય કે નહિ, અને તે અપરાધી ગણાય કે નહિ? આ જ પ્રમાણે સાધુ ન. હોવા છતાં સાધુ હોવાનો ડોળ કરે તે તે ખોટું કહેવાય કે નહિ? પીત્તળ હોવા છતાં કોઈ તેને સોનું કહી છેતરે છે તે ખોટું કહેવાય કે નહિ? કેટલાક લેકે જેમ કલચર’ મેતીને અસલી મોતી કહી વેચે છે તેમ ભાવમાં પણ ખોટું ચાલે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
तवतेणे वयतेणे रूवतेणे य जे नरा।
आयारभावतेणे य हवह देवकिविसं ॥ તપ, રૂપ, વય, આચાર, વિચાર આદિમાં ચોરી કરવી, ખેરું બેસવું એ ભાવ ચોરી છે. જે ભાવ પિતાના ન હોય, બીજાના ભાવ હોય, છતાં પોતાના ભાવ છે એમ બતાવવું એ પણ ભાવ ચેરી છે. જેમકે બીજાએ કવિતા બનાવી હોય તે કવિતા પિતે બનાવી છે એમ કહેવું, અથવા કવિતાના ભાવ લઈ તે ઉપર પિતાનું નામ આપવું એ પણ ભાવ