________________
શુદી ૩ ] રાજકેટ-ચાતુર્માસ
[ ૧૧૭ જ નહિ પણ સ્ત્રીઓના મુખ આગળ ચંદ્રમાને પણ તુચ્છ ગણે છે. સ્ત્રીઓને કવિઓએ હંસગામિની અને ગજગામિની તરીકે વર્ણવેલ છે. આ પ્રમાણે કવિઓએ સ્ત્રીઓનું અંગ પ્રત્યંગનું વર્ણન કરી તેમના રૂપને ઘણું જ મહત્ત્વ આપેલ છે. આ ઉપરથી પ્રશ્ન એ થાય છે કે, શું વાસ્તવમાં સ્ત્રીઓમાં જ રૂપ છે? પુરુષમાં રૂપ નથી ? આ વિષે કવિઓ કહે છે કે, બીજી વાતોમાં પુરુષ સ્ત્રીઓ કરતાં ચડી જાય પણ રૂપની દષ્ટિએ તે સ્ત્રીઓ જ પુરુષો કરતાં ચડિયાતી છે. કારણ કે, સ્ત્રીઓ જ વાસ્તવમાં સ્વરૂપવાન હોય છે. સ્ત્રીઓના રૂપની પાછળ પુરુષે પતંગની માફક પિતાનું જીવન પણ સમર્પી દે છે. સ્ત્રીઓના રૂ૫ની હિની જ પુરુષને પિતાના કાબુમાં લઈ લે છે.
સીતાની રૂપમાહિનીએ જ રાવણને સહકુટુંબ સત્યાનાશ વાળ્યા. હોલકર રાજાને પણ સ્ત્રીની રૂપમોહિનીએ જ રાજ્યત્યાગ કરાવ્યું અને દામોદરલાલજી પણ એક વેશ્યાના રૂપની પાછળ પાયમાલ થયા. આ પ્રમાણે કવિઓના કથનાનુસાર સ્ત્રીઓના રૂપને કારણે જ પુરુષે તેમના ગુલામ બની રહ્યા છે, પણ જે વાસ્તવમાં સ્ત્રીઓમાં વધારે રૂપ છે અને પુરુષોમાં ઓછું સ્વરૂપ છે તે પ્રશ્ન એ થાય છે કે, સ્ત્રીઓ રૂપને વધારવા માટે શા માટે કૃત્રિમ સાધનોનો ઉપયોગ કરે છે ? સ્વાભાવિક રીતે જેમનાં દાંત સારા અને મજબૂત હોય તે લોકો શું નકલી દાંતનું ચોકઠું ચડાવશે ખરા ? જેમની આંખે તેજસ્વી છે તે શું આંખે ચશ્મા ચડાવશે ખરા ? જેમને પ્રાકૃતિક સાધનની ઊણપ હોય છે તે લેકે જ કૃત્રિમ સાધનની સહાયતા લે છે. આ જ પ્રમાણે જે સ્ત્રીઓમાં સ્વાભાવિક પૂર્ણ સંદર્ય છે તે પછી તેઓ સિંદર્યવૃદ્ધિ માટે કૃત્રિમ સાધનોનો ઉપયોગ શા માટે કરે છે? જ્યારે સ્ત્રીએ પોતાનામાં સંદર્યની ઊણપ જુએ છે ત્યારે જ કૃત્રિમ સાધનઠારા શૃંગાર સજે છે અને શૃંગારધારા પિતાનું રૂપ વધારવાનો પ્રયત્ન કરે છે.
કહેવાનો આશય એ છે કે, સ્ત્રીઓમાં રૂ૫ની ઊણપ છે એટલા જ કારણે રૂપ વધારવા માટે કૃત્રિમ સાધનોનો ઉપયોગ કરે છે. આ દૃષ્ટિએ વિચારતાં સ્ત્રીઓમાં પુરુષની અપેક્ષા વધારે રૂપસૌંદર્ય નથી. પ્રાકૃતિક રચનાની દષ્ટિએ પણ પુરુષ સ્ત્રીઓ કરતાં વધારે સુંદર હોય છે, તેમ છતાં મેહધતાને કારણે જ સ્ત્રીઓને પુરુષ કરતાં વધારે રૂપવતી ગણવામાં આવે છે. મોર અને ઢેલની સુંદરતા જોવામાં આવશે તે મોરની જ સુંદરતા ચડી જશે. મેરની ડોક અને પાંખના જેવી ઢેલની ડોક અને પાંખ સુંદર હતી નથી, તેમ મોરના વિચિત્ર રંગ જેવી શોભાયમાન પણ હોતી નથી. મરઘા અને મરઘીને જુઓ તે, જેવી લાલ ચાંચ મરઘાને હોય છે તેવી સુંદર લાલ ચાંચ મરઘીને હોતી નથી, ગાય અને સાંઢને જોવામાં આવે તે ગાયની અપેક્ષાએ સાંઢ વધારે સુંદર જણાશે. હરણને સુંદર શીંગડાં હોય છે તેવાં હરિણીને હેતાં નથી. સિંહને ડોક ઉપર જેવી સુંદર કેશવાળી હોય છે તેવી સિંહણને હેતી નથી. હાથીને જેવાં સુંદર લાંબા દાંત હોય છે તેવાં હાથીણીને લાંબા અને સુંદર દાંત હેતા નથી. આ પ્રમાણે પશુ-પક્ષીઓમાં પણ માદા કરતાં નર જ વધારે સુંદર હોય છે તે પછી મનુષ્ય કે જે બધાં પ્રાણીઓમાં ઉત્કૃષ્ટ ગણાય છે તેમાં પુરુષ ઓછા સુંદર અને સ્ત્રીઓ વધારે સ્વરૂપવાન એમ કેમ હોઈ શકે ? વાસ્તવમાં