________________
૧૧૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે સ્વરૂપવાન હોય છે પણ કામાંધ કે પુરુષો કરતાં સ્ત્રીઓને વધારે સ્વરૂપવાન માને છે અને કહે છે.
સ્ત્રીઓમાં વધારે સાંદર્ય છે એમ જે મહાપુરુષો પહેલાં માનતા હતા તેઓ પણ સ્ત્રીઓની જંજાળમાંથી છૂટયા બાદ “સ્ત્રીઓમાં એવું શું રૂપ છે, કે જેની કવિઓ આટલી બધી પ્રશંસા કરે છે” એમ કહે છે. વાસ્તવમાં સ્ત્રીઓમાં એવું કાંઈ રૂપસાંદર્ય નથી પણ કામાંધ લોકો તેમનાં રૂપને વધારે મહત્ત્વ આપી પ્રશંસા કરે છે. જે પ્રમાણે અવસર મળતાં જ, માછલી જાળમાંથી ભાગી છૂટે છે, તે જ પ્રમાણે મહાપુરુષો પણ અવસર મળતાં જ, સ્ત્રીઓની જાળમાંથી ભાગી છૂટે છે, અને જ્યારે તેમના પંજામાંથી છૂટી જાય છે ત્યારે સ્ત્રીઓમાં કાંઈ સૌંદર્ય નથી એમ સ્પષ્ટ કહે છે.
ભર્તુહરિ પણ પહેલાં પિંગલાને જ પોતાની સર્વસ્વ માનતા હતા, પણ જ્યારે પિગલાની જાળમાંથી મુક્ત થયા ત્યારે તેઓ પણ કહેવા લાગ્યા કે, “સ્ત્રીઓમાં વાસ્તવમાં કાંઈ રૂપ નથી. કેવળ કામી જને તેઓમાં રૂપ માને છે.” સાંભળવામાં આવે છે કે, લયલા કે જેની પાછળ મજનુએ પોતાના પ્રાણ પણ પાથરી દીધા હતા; તે દેખાવમાં ઘણી કુરૂપ હતી, છતાં ભજનને મોહાંધતાને કારણે તે એટલી બધી પ્રિય લાગી કે તેની પાછળ તેણે પિતાના પ્રાણ પણ પાથરી દીધા. વાસ્તવમાં મોહને કારણે જ સ્ત્રીઓમાં અધિક રૂપ માનવામાં આવે છે અને જ્યાં રૂપસાંદર્ય હેતું નથી ત્યાં પણ રૂપસિંદર્યની કલપના કરવામાં આવે છે.
મોહાંધતાને કારણે ભિન્ન ભિન્ન દેશોમાં ભિન્ન ભિન્ન પ્રકારની સ્ત્રીઓને સુંદરી માનવામાં આવે છે. યુરોપમાં ચમકીલી આંખોવાળી અને ભૂરા રંગના વાળવાળી યુવતીને, ચીનમાં ચપટા નાકવાળી યુવતીને, સોમાલીલેન્ડમાં જાડા હેઠવાળી યુવતીને રૂપવતી અને સુંદરી માનવામાં આવે છે. હવે ભારતમાં જે કોઈ સ્ત્રી ચમકીલી આંખોવાળી, જાડા હેઠવાળી, ચપટા નાકવાળી યુવતી હોય તે તેને કોઈ રૂપવતી કે સુંદરી કહેશે? ભારતમાં એવી સ્ત્રીની પ્રશંસા કરવામાં આવતી નથી. આ ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે કે, મેહાંધતાને કારણે જ પિતાની રુચિ પ્રમાણે સ્ત્રીઓને રૂપવતી અને સુંદરી માનવામાં આવે છે.
કહેવાનો આશય એ છે કે, વાસ્તવમાં સ્ત્રીઓમાં પુરુષો કરતાં વધારે રૂપસાંદર્ય નથી પણ મોહને કારણે તેઓમાં વધારે રૂપસિંદર્ય છે એમ માનવામાં આવે છે. આ મેહાંધતા છે. આવી મેહાંધતાને કારણે જ શ્રેણિક રાજાને જોઈ સાધ્વીઓએ અને ચેલના રાણીને જોઈ સાધુઓએ પિતાના તપ-ચારિત્રને વેચીને રૂપસૌંદર્યની ઇચ્છા કરી હતી. પછી તે સર્વજ્ઞ ભગવાને બધે ભેદ જાણ, એ સાધુ-સાધ્વીઓને નવનિદાનનું સ્વરૂપ સમજાવી, પ્રાયશ્ચિત્ત આપી શુદ્ધ કર્યા હતા અને સાધુ સાધ્વીઓએ પણ પ્રાયશ્ચિત્તદ્વારા પાપની શુદ્ધિ કરી હતી. પણ કહેવાનો આશય એ છે કે, જે શ્રેણિકનું રૂપ જોઈ સાધ્વીઓ પણ રૂપની મેહાંધતાના પંજામાં સપડાઈ ગઈ હતી, તે શ્રેણિક રાજા પણ મુનિનું અતુલ રૂપ જોઈ આશ્ચર્યમાં પડી ગયે.