________________
શુદી ૩] રાજકોટ–ચાતુર્માસ
[૧૧૯ જ્યારે શ્રેણિક જેવો સ્વરૂપવાન રાજા મુનિના રૂપની પ્રશંસા કરવા લાગ્યા, ત્યારે તે મુનિ કેવા સ્વરૂપવાન હશે તેનું અનુમાન થઈ શકે છે. તે મુનિએ રૂપવૃદ્ધિ માટે વસ્ત્રાભૂષણો પહેર્યા ન હતાં છતાં તેમનું કેવું અતુલ રૂપસાંદર્ય હતું! આ ઉપરથી સ્ત્રી-પુરુષોએ સમજવું જોઈએ કે, શરીરની ચામડી ઉપર રહેલું રૂપસાંદર્ય તે જ સાચું રૂપસૌંદર્ય નથી. સાચું રૂપસિંદર્ય તે હદયમાં રહેલું છે. એટલા માટે કેવળ ચામડીના રૂપૌંદર્યના ભ્રમમાં પડે નહિ. હદયમાં જે રૂપસૌંદર્ય હોય છે તે જ રૂપસાંદર્ય મુખ ઉપર ખીલી નીકળે છે. મુનિ વૃક્ષ નીચે બેઠા હતા, તેમણે આભૂષણે પણ પહેર્યો ન હતાં. છતાં વસ્ત્રાભૂષણથી સુશોભિત થએલા સ્વરૂપવાન રાજા શ્રેણિકે મુનિમાં એવું શું અતુલ રૂપૌંદર્ય જોયું કે, તેમના આશ્ચર્યને પાર રહ્યો નહિ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, જે જેને પરીક્ષક હોય છે તે જ તેની પરીક્ષા કરી શકે છે. હીરાની પરીક્ષા ઝવેરી જ કરી શકે છે. સાંભળવામાં આવે છે કે, હિનૂર હીરો કે જે અત્યારે દુનિયામાં સર્વશ્રેષ્ઠ હીરો માનવામાં આવે છે, તે હીરે એક ખેડુતને કૃષ્ણ નદીના કિનારા ઉપરથી મળ્યો હતો. તે ખેડુત તે કોહિનૂર હીરાની કીંમત આંકી ન શકે. તેનું મૂલ્યાંકન તે ઝવેરી જ કરી શકો. આ જ પ્રમાણે રૂપ બહારની ચામડી ઉપર નહિ, પણ હદયમાં રહેલું છે. પણ એ રૂપને તે હદયને પરીક્ષક જ જાણી-જોઈ શકે છે. રાજા શ્રેણિક હદયને પરીક્ષક હતા, અને તે કારણે જ મુનિના હદયનું અતુલ રૂપ મુખાકૃતિ અને આંખોમાં જોઈ તે આશ્ચર્ય પામે.
એ તે તમે પણ જાણે છે કે, જે દયાળુ, સત્યવાદી અને સદાચારી હોય છે તેમની આંખો કેવી હોય છે અને જે હિંસક, અસત્યવાદી અને દુરાચારી હોય છે તેમની આંખ કેવી હોય છે ! આંખ જેવા માત્રથી માણસ કે છે તેની પરીક્ષા થઈ જાય છે. દયાળુ અને સદાચારીના રૂપ ઉપર દે પણ મુગ્ધ થઈ જાય છે. દેવ પોતે રૂપવાન અને વિક્રિય રૂપ ધારણ કરનાર હોય છે, પણ તેઓ પણ સત્યવાદી અને સદાચારી મનુષ્યના હદયનું રૂપ જોઈ તેમના ઉપર મુગ્ધ બની જાય છે. તમે પણ હદયના રૂપને પ્રાપ્ત કરે અને કદાચ પ્રાપ્ત કરી ન શકે તે જેઓ હદયના રૂપને ધારણ કરે છે તેમની પ્રશંસા કરો. જો આમ કરશો તે પણ તમારું કલ્યાણ થશે. સદર્શન–ચરિત્ર-૧૨
એક દિન જંગલસે ઘર આતા, નદિયા આઈ પૂર, પેલી તીર જાનેકે બાલક, હુઆ અતિ આતુર. | ધન ૧૧ છે ધરકે દયાન નવકાર મંત્રકા, ફૂદ ૫ડા જલધાર; ખેર ખુંટ ઘુસ ગયા ઉદરમેં, પીડા હુઈ અપાર છે ધન૦ ૧૨ છેડા નહીં નવકાર દયાનક, તક્ષણ કર ગયા કાલ;
જિનદાસ ઘર નારી કુખે, જન્મ સુંદર લાલ. . ધન૧૩ વૃક્ષ ઉપર ચડી જઈ સુભગ, નદીના પૂરને જોવા લાગ્યા. નદીનાં તરંગ જોઈ તે વિચારવા લાગ્યું કે, “નવકારમંત્રની શક્તિથી જ્યારે તે મુનિ મહાત્મા આકાશમાં ઉડી ગયા હતા તો હું તે મંત્રધાર નદીને પાર પણ જઈ શકીશ નહિ! શેઠે નવકારમંત્રની