________________
કથા '
કામકાઈ
- . "
":
-- Tw s*
= -
-
-
- 1
- -
* * * *
*
*
*
*
*
'
".
શુદી ૫]
રાજ કેટ–ચાતુર્માસ
[૬૩૫
એવું રસાયણ બનાવ્યું કે જે રસાયણદ્વારા લેઢાને પણ તેનું બનાવી શકાય. જેની પાસે એવું રસાયણ હશે તે લેઢાને વેચી નહિ નાંખે પણ તે એમ વિચારશે કે, લેઢા ઉપર જ મારા રસાયણની પરીક્ષા થવાની છે અને મારા રસાયણનો ઉપયોગ પણ લોઢામાં જ થવાને છે. આ જ પ્રમાણે જ્ઞાનીજને સંકટને પિતાના જ્ઞાનના ઉપયોગ માટે અનુકૂલ અવસરરૂપે માને છે અને એટલા જ માટે તેઓ સંકટને દૂર કરવા ચાહતા નથી પણ જ્ઞાનની સહાયતાથી એ સંકટને પણ પિતાના વિકાસમાં ફેરવી દે છે.
કેટલાક લોકો એમ કહે છે કે, સંકટ પેદા જ કેમ થાય છે! પણ આમ કહેવું એ ભૂલભરેલું છે. સંકટ તમારા હિત માટે જ પેદા થાય છે. સંકટ પેદા થાય ત્યારે એ જુઓ કે, એ સંકટ પેદા ક્યાંથી થયાં? આત્માના અશુભ પરિણામથી પાપ પેદા થાય છે અને એ પાપથી સંકટ પેદા થાય છે. આ પ્રમાણે સંકટ એ આત્માના અશુભ પરિણામોનું જ પરિણામ છે. જ્ઞાનીજનો આ વાતને સારી રીતે સમજે છે અને એટલા માટે તેઓ સંકટોનું સ્વાગત કરે છે અને કહે છે કે –
સુખ કે માથે શિલા પડે, જે પ્રભુકા છુડાવે સાથ;
બલિહારી વા દુઃખકી, જે પ્રભુએ મિલાવે હાથ. તે સુખ શા કામનું કે, જે સુખની પથારીમાં સુઈ રહેવાથી પરમાત્મા દૂર જાય છે. અમને તે દુઃખ જ સારું લાગે છે કે જે દુ:ખ અમને પરમાત્માની સમીપ લઈ જાય છે.
આ પ્રમાણે વિચાર કરી જ્ઞાની લોક સંકટને પણ મંગળમય બનાવી લે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
પો મામુદ્દે ! જ્ઞાનીજને ધર્મને જ ઉત્કૃષ્ટ મંગળ માને છે પણ જ્યારે ખાવા-પીવાનું સારું મળે ત્યારે ધર્મને મંગળમય માનવો એવો જ્ઞાની લોકોને સિદ્ધાત નથીપરંતુ જ્ઞાનીઓ તે એમ કહે છે કે, માથા ઉપર ધગધગતા અંગારાં મૂકવામાં આવે કે, ઘાણીમાં પલાવવાને સમય આવે ત્યારે ધર્મને મંગળમય માનવો. તે વખતે જ્ઞાનીઓ એમ વિચારે છે કે, અગ્નિ કે ઘાણી અજ્ઞાનીઓને નષ્ટ કરી શકે છે, પણ અમને નષ્ટ કરી શકે એમ નથી. અમારા માટે તે અગ્નિ કે ઘાણી મંગલરૂપ અને સહાયક છે. સંસારમાં તમને ધર્મનું બલ વધારે જણાય છે કે, પાપનું બલ ! જ્ઞાનીઓ તે એમ કહે છે કે, ધર્મનું બળ જ મોટું છે. ગમે તેટલું પાપ હેય પણ ધર્મ કે પરમાત્માનું સ્મરણ તે પાપને નષ્ટ કરી નાંખે છે. જે પ્રમાણે મેરુપર્વત જેવડા મોટા ઘાસના ગંજને અગ્નિ ડી જ વારમાં ભસ્મીભૂત કરી નાખે છે તે જ પ્રમાણે મેરુપર્વત જેવડું મોટું પાપ કર્યું હોય તે પણ જે ધર્મ કે પરમાત્માના નામની સાચા હદયથી ઉપાસના કરવામાં આવે તે તે મેટું પાપ પણ નષ્ટ થઈ જાય છે. ..
કેટલાક લોકો કહે છે કે, અમે શું પાપ કરીએ છીએ ? અમે કોઈને તલવાર મારતા નથી તેમ તેવું બીજું કોઈ પ્રકારનું પાપ પણ કરતા નથી. પણ અમે કાંઈ પાપ કરતા નથી એમ સમજવું એ ભૂલભરેલું છે. પાપ બહુ જ ધીમે પગલે ચાલે છે. એની ચાલ સમજવી બહુ જ મુશ્કેલ છે. જ્ઞાનીજને આ વાતને બરાબર જાણે છે એટલા જ માટે તેઓ હંમેશાં કહ્યા કરે છે કે, અમે બહુ પાપી છીએ એટલે અમે બીજાને તે શું કહીએ ? હું મારા પિતા વિષે જ કહું છું કે, જ્યારે હું જ્ઞાનીઓના જ્ઞાનના આદર્શમાં અરીસામાં મારા