________________
શુદ ૧૧] રાજકેટ-ચાતુર્માસ
" [૪૪૩ અલ્લાનું નામ લઈ કેઈના ગળા ઉપર છરી ફેરવે તે શું તે ઠીક કહેવાશે ? એટલા માટે કેવળ નામને ભેદ ન જુઓ પણ ગુણ જુઓ. પરમાત્માનું નામ લઈ કેવાં કામ કરો છો તેને વિચાર કરે, અને ખરાબ કામોનો ત્યાગ કરે છે તેમાં કલ્યાણ છે. સુદર્શન ચરિત્ર–૪૮
કોઈ વાર આસુરી પ્રકૃતિને વિજય થતો હોય એવું જણાય છે પણ આસુરી પ્રકૃતિની આખરે કેવી હાર થાય છે એ વાત સુદર્શનના ચરિત્ર ઉપરથી જુઓ. સુદર્શન સાચો હતે છતાં તેને શૂળીએ ચડાવવા માટે લઈ જવામાં આવ્યો. લેકે સુદર્શનની નિંદા કરતા હતા અને અભયાની પ્રશંસા કરતા હતા. કોઈ એમ કહેતા હતા કે, આ સુદર્શને તે રાણીના શીલને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો જ હતો પણ રાણી પિતાના શીલમાં દઢ રહી એટલે જ તેને પ્રયત્ન નિષ્ફળ ગયો. આ પ્રમાણે અભયા આસુરી પ્રકૃતિની હતી છતાં પણ તેની પ્રશંસા થતી હતી, અને સુદર્શન દૈવી પ્રકૃતિને હોવા છતાં તેની નિંદા થઈ રહી હતી. બહુમત તે આસુરી પ્રકૃતિવાળી અભયાના પક્ષમાં જ હતો એ કારણે શું આસુરી પ્રકૃતિવાળાને સારા કહી શકાય ? દુનિયામાં કપટી અને ઠગારા લેકે વધારે હશે પણ એથી શું કપટને સારું કહી શકાય ? ભલે સત્યના પક્ષમાં કઈ ન પણ હોય, પણ પરમાત્મા તે સત્યની સાથે જ છે. એટલા માટે સત્યને જ માનવું, ખોટાને ન માનવાં.
શળીને જોઈ સુદર્શન વિચારતો હતો કે, આ શૂળી મારા નવકાર મંત્રની ઈષ્ટસિદ્ધિ કરવા માટે મને ભેટવા ચાહે છે. હું એમ નથી ચાહતું કે, શણી તૂટી જાય અને તેનું સિંહાસન બની જાય પણ એટલું તે અવસ્ય ચાહું છું કે, શર્થીએ ચડવા છતાં પણું મારા હૃદયમાં કેઈના પ્રતિ-રાણીના પ્રતિ–પણ દ્વેષભાવ ન આવે. મારામાં એવી ભાવના પણ ન આવે કે તે અપરાધી છે અને હું નિરપરાધી છું. પહેલાં હું અપરાધી-નિરપરાધીને ભેદ માનતે હવે પણ હવે તે મારા માટે એ બન્ને સમાન જ છે.
સુભટ શેઠ કે ધરે શૂલી પર, હાહાકાર કા નાદ; શૈલી સ્થાન “ હુઆ સિંહાસન, બજે દુંદુભિ નાદ, ધન, ૧૦૮ છા ઘરે ઔર ચામર વજે, વર્ષે કુસુમધાર; ધ્વજા ઉડત હૈ વીજયા જયન્તી, સુર બેલે જ્યકાર. . ધન ૧૦૯
अनेकजन्मसंसिद्धिस्ततो याति परां गतिम् । આ મહાવાક્ય છે. સિદ્ધિને સાધવા માટે જ્યારે તીવ્ર વૈરાગ્ય પેદા થાય છે ત્યારે આ ભવમાં નહિં તે આવતા ભવમાં અવશ્ય સિદ્ધિ મળે છે. આ વાત સુદર્શન ચરિત્ર ઉપરથી વિશેષ સ્પષ્ટ થાય છે. સુદર્શનને પૂર્વ ભવમાં પેટમાં ખીલે ખેંચી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું પણ તેનું ધ્યાન તે નવકાર મંત્રમાં જ હતું. તે વખતે તેના પૂલ શરીરની રક્ષા નવકાર મંત્રથી ન થઈ. આ વાતને સુદર્શનને કાંઈ વિચાર પણ ન આવ્યું. સુદર્શન તે એમ જ વિચારતે હતો કે, મારું આ પૂલ શરીર કઈ કારણથી જ છૂટે છે. તેનું ધ્યાન તે નવકાર મંત્રમાં જ હતું. અને નવકાર મંત્રને પૂર્વજન્મથી તેને અભ્યાસ હતો એટલે તેને નવકાર મંત્રનુ ધ્યાન આ જન્મમાં પણ રહ્યું. આ ઉપરથી અદશ્ય શક્તિ છૂપી રીતે કેટલું કામ કરે છે તે જણાઈ આવે છે. આજના લેકે કેવળ દશ્ય શક્તિને જ જુએ છે પરંતુ અદશ્ય શક્તિ